gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન, જાણો પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા BvS-10ની ખા…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન, જાણો પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા BvS-10ની ખા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India to Get New BvS-10 ‘Sindhu’ All-Terrain Vehicles Built in Gujarat : ભારતીય સેનાની લડાઈ ક્ષમતામાં વધારો કરે એવું નવું અને શક્તિશાળી વાહન ઉમેરાઈ રહ્યું છે. પર્વતો, બર્ફસ્તાન, જંગલો અને અત્યંત ખરાબ ભૂપૃષ્ઠ પર પણ સહેલાઈથી ચાલી શકે એવા 18 નંગ ‘BvS10’ ઓલ-ટેરેન વાહનોનો ઓર્ડર ભારત સરકારે આપ્યો છે. આ વાહનો બ્રિટિશ સંરક્ષણ દિગ્ગજ BAE સિસ્ટમ્સની ડિઝાઇન પર આધારિત હશે અને ભારતમાં જ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા નિર્માણ કરવામાં આવશે. આ ડીલ ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ મજબૂત બનાવે છે.

નામ ‘સિંધુ’, નિર્માણ ગુજરાતમાં

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેને રક્ષણ મંત્રાલય તરફથી 18 નંગ ઓલ-ટેરેન ‘BvS10’ વાહનોના કોન્ટ્રાક્ટની પ્રાપ્તિ થઈ છે. BAE સિસ્ટમ્સની ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા આ વાહનો ભારતમાં જ બનાવશે. ગુજરાતમાં સુરતની નજીક આવેલા હજીરા ખાતે આ વાહનોનું નિર્માણ કરાશે. ભારતીય સંસ્કરણના આ વાહનને ‘સિંધુ’ નામ આપવામાં આવ્યું છે. આ ડીલ ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનિકલ સપોર્ટનું પ્રતીક છે, જે ભારતના સંરક્ષણ કાફલાને વધુ મજબૂત બનાવે છે. આ ડીલની કુલ કિંમત હજુ સાર્વજનિક થઈ નથી.

ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન, જાણો પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા BvS-10ની ખાસિયત 2 - image

પર્વતીય પ્રદેશોથી લઈને આકરા ભૂપૃષ્ઠ પર પણ ચાલી શકે છે

BvS-10 વાહનોની ખાસિયત એ છે કે એ સમુદ્ર સપાટીથી 18,000 ફૂટ જેટલી ઊંચાઈના પર્વતીય પ્રદેશોમાં પણ સફળતાપૂર્વક કામ કરી શકે છે. પથરાળ જમીન, કાંટાળા જંગલો, કાદવવાળા વિસ્તારો અને રણ પ્રદેશમાં પણ આ વાહનોને ચાલવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. નદી-નાળાં પણ આસાનીથી પાર કરી લે છે. અનેક પ્રકારના આકરા પ્રદેશમાં, દરેક ઋતુમાં કાર્યક્ષમ હોવાથી આ BvS10 વાહનો ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, સ્વીડન, યુક્રેન અને યુનાઇટેડ કિંગડમ જેવા ઘણા દેશો દ્વારા પર વપરાઈ રહ્યા છે. 

‘સિંધુ’ની બહુમુખી ઉપયોગિતા

BvS10 ‘સિંધુ’ના કોન્ટ્રાક્ટમાં વાહનોના નિર્માણ, જાળવણી અને સંપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ પેકેજ સામેલ છે. તમામ 18 વાહનો સૈનિકોને લઈ જઈ શકાય એ પ્રકારના (ટ્રુપ-કેરીઇંગ) હશે. આ વાહનો મોડ્યુલર ડિઝાઇનના છે, જેનો અર્થ છે કે સેનાની જરૂરિયાત અને મિશન અનુસાર તેમનું રૂપાંતરણ કરી શકાય છે. L&Tના જણાવ્યા મુજબ, સૈનિકોને લઈ જવા ઉપરાંત આ વાહનોનો ઉપયોગ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, એમ્બ્યુલન્સ સેવા, અન્ય સૈન્ય વાહનોની મરામત, લોજિસ્ટિક સપોર્ટ અને સિચ્યુએશનલ અવેરનેસ (પરિસ્થિતિની જાણકારી) માટે પણ થઈ શકશે.

ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન, જાણો પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા BvS-10ની ખાસિયત 3 - image

‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મજબૂત બનાવશે

BvS-10 વાહનોનું નિર્માણ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત થવાનું હોવાથી L&T 60 ટકાથી વધુ સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરશે. આ ડીલ ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરશે અને સાથોસાથ ‘આત્મનિર્ભર ભારત’ના નારાને પણ વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે | Due to…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે | Due to...

દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…

દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C...

VIDEO: ’10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું…’, નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારી…

VIDEO: '10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું...', નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

11 months ago
રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

6 months ago
ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse…

ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse…

3 months ago
ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News