gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in Business
0 0
0
ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India, America, Russia, Saudi Arabia Crude Oil Trade : ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદના કારણે સાઉદી અરેબિયાને મોટો ફાયદો થયો છે, જ્યારે તેલ ખરીદી મામલે રશિયાને મોટો ઝટકો પડ્યો છે. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં તેલ ખરીદતું હોવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈને ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંકી દીધો હતો. આ કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ શરૂ થયો હતો અને બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પણ અટલી ગઈ હતી. જોકે ટ્રમ્પે બીજી ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે, ભારત-અમેરિકા એક વેપાર સમજૂતી પર રાજી થઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, ડીલ મુજબ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. આ ડીલના બદલે ભારત પરનો 25 ટકા ટેરિફ હટાવી દેવાયો છે. આ ઉપરાંત ભારત પરનો 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ પણ ઘટાડીને 18 ટકા કરી દેવાયો છે.

અમેરિકા-રશિયા સામસામે, ભારત મૌન

ચોંકાવનારી વાત એ છે કે, ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ અમેરિકા વારંવાર દાવો કરી રહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી રહ્યું છે. બીજીતરફ રશિયાનું કહેવું છે કે, ભારત આવું કંઈપણ કરવાનો નથી. આ મામલે અમેરિકા-રશિયા સામસામે આવી ગયા છે, જોકે ભારતે મૌનધારણ કરી લીધું છે અને માત્ર એટલું જ કહ્યું કે, રાષ્ટ્રના હિતને ધ્યાને રાખીને તેલના સ્રોતો વધારવામાં આવશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક ડેટા સામે આવ્યો છે, જેમાં ભારતે ખરેખર રશિયા પાસેથી તેલની ખરીદીમાં ભારે ઘટાડો કર્યો છે. જ્યારે સાઉદી અરેબિયા પાસેથી ખરીદીમાં વધારો કર્યો છે.

રશિયાથી આયાત થતા માલ-સામાનમાં ઘટાડો

ડેટા મુજબ રશિયાથી ભારત આયાત થતા માલ-સામાન (મર્ચન્ડાઈઝ)માં જાન્યુઆરીમાં 40.5 ટકા ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા રશિયાથી ભારતમાં 4.81 અબજ ડૉલરનો માલ-સામાન આયાત થયો હતો, જે હવે ઘટીને 2.86 અબજ ડૉલર પર પહોંચ્યો છે. આ ઘટાડાનું કારણ એ છે કે, ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેલ ખરીદી ઓછી કરી દીધી છે. ભારતે રશિયા પાસેથી કુલ આયાત કરેલા માલ-સામાનમાં ક્રૂડ ઓઈલનો હિસ્સો 80 ટકા છે. આ સાથે સાઉદી અરેબિયા ફરી એકવાર ભારતનું ટોચનું તેલ સપ્લાયર બન્યું છે.

આ પણ વાંચો : PM મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે હાઈ-ટેક મુલાકાત, જાણો શું કરી ચર્ચા

ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડી

ફેબ્રુઆરી-2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમ દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો ઝિંક્યા હતા, જેમાં તેલ પર પ્રતિબંધ પણ સામેલ હતું. ત્યારબાદ રશિયાએ ભારત-ચીન જેવા એશિયાના સાથી દેશોને રાહતદરે તેલ ખરીદવાની ઓફર આપી હતી. જેના કારણે ભારતીય રિફાઈનરીઓએ મોટાપ્રમાણમાં રશિયા પાસેથી તેલની ખરીદી શરૂ કરી અને ભારત સૌથી મોટું સપ્લાયર બની ગયું હતું. સમય જતા ભારતની રશિયા પાસેથી કુલ ક્રૂડ ઓઈલની આયાત એક ટકાથી વધીને 40 ટકા સુધી પહોંચી ગઈ, જોકે હવે આ ખરીદીમાં ઝડપી ઘટાડો થયો છે.

રશિયાથી ચીનમાં આયાત વધી

નવેમ્બર-2025માં ચીને દરિયાઈ રસ્તે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની મોટાપ્રમાણમાં ખરીદી કરતાં તે મોટું સપ્લાયર બન્યું છે. અંદાજ મુજબ ફેબ્રુઆરીમાં ચીને રશિયા પાસેથી દૈનિક 20.7 લાખ બેરલ તેલ ખરીદશે. જાન્યુઆરીમાં આ ખરીદી 17 લાખ હતી. જાન્યુઆરીમાં ભારતે રશિયા પાસેથી દૈનિક 11 લાખ બેરલ તેલ ખરીદ્યું હતું, જે નવેમ્બર-2022 પછીનું સૌથી ઓછું પ્રમાણ છે. ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો ઘટીને 21.2 ટકા રહ્યો છે, જે ડિસેમ્બરની તુલનામાં 23.5 ટકા અને ગત વર્ષની સરખામણીએ લગભગ એક તૃતીયાંશ જેટલો ઓછો છે. રશિયાથી આયાત ઘટ્યા બાદ હવે ભારતીય રિફાઈનરીઓએ મધ્ય પૂર્વ, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ દેશો પાસેથી વધુ ખરીદી શરૂ કરી દીધી છે. જાન્યુઆરીમાં ભારતની કુલ આયાતમાં મધ્યપૂર્વનો હિસ્સો લગભગ 55 ટકા રહ્યો છે, જ્યારે લેટિન અમેરિકાની ભારતમાં તેલ આયાત છેલ્લા 12 મહિનામાં 10 ટકા પર પહોંચી ગઈ છે.

તેલના ખેલમાં સાઉદી અરેબિયાએ બાજી મારી

ભારત-અમેરિકા-રશિયા વચ્ચે તેલા ખેલમાં સાઉદી અરેબિયાએ બાજી મારી છે. સાઉદી હવે ભારતનું સૌથી મોટું તેલ સપ્લાય બની ગયું છે. રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં સાઉદીની ભારતમાં તેલ આયાત રેકોર્ડ સ્તરે પહોંચવાના સંકેત છે. ભારતે રશિયા પાસેથી ડિસેમ્બર-2025માં 2.7 અબજ ડૉલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું, જે 2024ની તુલનાએ 15 ટકા ઓછું છે. આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયા અને અમેરિકાથી ક્રૂડની આયાતમાં ધરખમ વધારો થયો છે. ભારત રશિયા પાસેથી માત્ર ક્રૂડ ઓઈલી જ નહીં, કોલસો, કોક, ખાતર, લોખંડ, ન્યૂઝપ્રિન્ટ અને કિંમતી પથ્થરોની પણ ખરીદી કરે છે. જોકે કુલ આયાતમાં ઝડપી ઘટાડો તે દેખાડે છે કે, બંને દેશોના વેપાર સંબંધોમાં ક્રૂડ ઓઈલની ભૂમિકા કેટલી મહત્ત્વની છે.

આ પણ વાંચો : બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી | …

અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી | ...

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal...

બોટાદની ખાનગી શાળાના પ્રિન્સિપાલે 10માં ધોરણની વિદ્યાર્થીની છેડતી કરી

બોટાદની ખાનગી શાળાના પ્રિન્સિપાલે 10માં ધોરણની વિદ્યાર્થીની છેડતી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…

1 month ago
કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

8 months ago
રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

4 months ago
સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News