gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોટા નેતા આવવાના હોય તે જગ્યાએ જ ઝડપી કામ થાય, બાકીના કામોમાં ઠાગાઠૈયા 

– વાઘાવાડી, સંસ્કાર મંડળ, ભરતનગર, ઘોઘારોડ સહિતના રોડ 5-5 વર્ષ કરતા વધુ સમયથી નહીં બનાવાતા લોકો ત્રાહિમામ 

ભાવનગર : મોટા નેતા આવવાના હોય તે સ્થળ પર સરકારી તંત્ર ફટાફટ કામગીરી કરે છે, જયારે અન્ય જગ્યાએ કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી, હાલ ભાવનગર શહેરમાં આવુ જ જોવા મળી રહ્યુ છે. ભાવનગર શહેરમાં વડાપ્રધાન આવવાના છે તેથી તેઓ જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પર રોડ નવા બનાવી નાખવામાં આવ્યા છે, જયારે અન્ય વિસ્તારમાં બિસ્માર રોડ યથાવત છે. 

ભાવનગર શહેરમાં આગામી શનિવારે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે, જેના પગલે એરપોર્ટથી મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલથી જવાહર મેદાન સુધીના રોડ નવા બનાવવામાં આવ્યા છે અને સફાઈ, ડિવાઈડરને કલર કરવા, વૃક્ષ કર્ટીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે, જયારે શહેરના ર૦ થી વધુ રોડ બિસ્માર હાલતમાં લાંબા સમયથી છે છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. વાઘાવાડી, ભરતનગર, ઘોઘારોડ, તખ્તેશ્વર પોલીસ ચોકીથી સંસ્કાર, ટોપ થ્રી સર્કલથી અધેવાડા રોડ, દુઃખીશ્યામ બાપા સર્કલથી ભરતનગર તરફનો રોડ, ભરતનગરથી ઘોઘા જકાતનાકા રોડ, ઘોઘા જકાતનાકાથી સુભાષનગર રોડ, સરદારનગરથી ઘોઘા જકાતનાકા રોડ, રસાલા કેમ્પ, સંસ્કાર મંડળથી સરદારનગર, સર તખ્તસિંહજી હોસ્પિટલ પાસેના રોડ, જશોનાથ સર્કલ, ચિત્રા-ફુલસર, કુંભારવાડા, ધોબી સોસાયટીથી સતનામ ચોક તરફ જવાનો રોડ, પાનવાડી રોડ સહિતના રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. 

શહેરમાં કેટલાક કામ ગોકળગતીએ ચાલી રહ્યા છે, જયારે કેટલાક રોડ પ-૫ કરતા વધુ સમયથી બન્યા નથી તેમજ કેટલાક રોડ ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન નાખવા ખોદી નાખવામાં આવ્યા છે. ખરાબ રોડના પ્રશ્ને મહાપાલિકાને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા માત્ર ડામરના થીગડા મારી સંતોષ માનવામાં આવે છે. મહાપાલિકાની બેવડી નીતિ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકો હાલ મહાપાલિકાની ખુબ જ ટીકા કરી રહ્યા છે. 

વડાપ્રધાનના રૂટની જેમ અન્ય રોડ પણ તત્કાલ બનાવવા જોઈએ : મહાપાલિકાના વિપક્ષના નેતા 

ભાવનગર શહેરમાં વડાપ્રધાન આવી રહ્યા છે અને તેઓ જે રૂટ પરથી પસાર થવાના છે તે રોડ સારા બનાવવામાં આવ્યા છે. આ રોડનુ કામ અધ્યક્ષ સ્થાનેથી સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર કરવામાં આવેલ છે, જયારે અન્ય વિસ્તારમાં ખુબ જ ખરાબ રોડ છે. પ્રજા વેરો ભરે છે ત્યારે તમામ રોડ તત્કાલ બનાવવા જોઈએ. લોકો રોડ બનાવવા રજૂઆત કરીને થાકી જાય છે છતાં રોડ બનાવવામાં આવતા નથી તેમ મહાપાલિકાના કોંગ્રેસના વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકીએ જણાવેલ છે. 

રોડના પ્રશ્ને સોશિયલ મીડિયા પર મહાપાલિકાની ટીકા 

ભાવનગર શહેરમાં ઘણા રોડ બિસ્માર છે અને આ બાબતે લોકોએ ફરિયાદ પણ કરી હોય છે છતાં બનાવવામાં આવતા નથી, જયારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે રોડ સહિતના કામ ફટાફટ થઈ રહ્યા છે તેથી લોકો સોશિયલ મીડિયા પર મહાપાલિકાની ટીકા કરી રહ્યા છે છતાં મહાપાલિકાના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી. 

પેચવર્કની કામગીરી શરૂ છે, ડામર રોડના કામ ચોમાસા બાદ કરાશે : કાર્યપાલક ઇજનેર 

ભાવનગર શહેરમાં રોડ ખરાબ છે તેમજ ફરિયાદ મળી રહી છે ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ આરસીસી રોડના કામ પણ શરૂ છે, જયારે ડામર રોડના આશરે ૧પ થી વધુ કામ ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે, જેમાં વાઘાવાડી રોડ, કુંભારવાડાથી દશનાળા રોડ, નિલમબાગથી જશોનાથ સર્કલ રોડ, વૈશાલી રોડ, ઘોઘા જકાતનાકાથી શીતળા માતાજીના મંદિર તરફનો રોડ વગેરે કામનો સમાવેશ થાય છે. ટોપ થ્રી સર્કલ, વાલ્કેટ ગેટથી ટેકરી ચોક, સંસ્કાર મંડળ રોડ વગેરે કામ હાલ શરૂ છે તેમ મહાપાલિકાના કાર્યપાલક ઇજનેર હિતેશ ચૌધરીએ માહિતી આપતા જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ | supreme court …

તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ | supreme court ...

આણંદના બાકરોલ ગામમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત | Youth commits suicide by hanging in Bakrol village of …

આણંદના બાકરોલ ગામમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત | Youth commits suicide by hanging in Bakrol village of ...

ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા | 45017 farmers from 4 talukas of Bhav…

ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા | 45017 farmers from 4 talukas of Bhav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…

ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…

11 months ago
સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde…

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde…

10 months ago
VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

11 months ago
સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News