
પોતે ગે હોવાનું કહી રતિયાની સીમમાં બોલાવી ચોરી કેસમાં ફસાવવા ધમકી આપી
એપ્લિકેશનથી ફસાવીને ૨૦,૦૦૦ માગ્યાઃ ઓનલાઈન ૫,૦૦૦ પડાવનાર ત્રણમાંથી બે આરોપીને કોડકી ચાર રસ્તા પાસેથી ઝડપ્યા
ભુજ: ભુજના આધેડને એક ઇસમે પોતે ગે હોવાનું કહી એકાંતમાં મળવા માટે રતિયાની સીમમાં લઇ ગયા બાદ ત્રણ શખ્સોએ ભેગા મળી રૂપિયા પડાવા ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૨૦ હજારની માંગણી કરીને માર માર્યો હતો. બાદમાં બળજબરીથી ગુગલ પે મારફતે રૂપિયા ૫ હજાર પડાવી લીધા હતા. આ બનાવ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપીઓ પૈકી બે ઇસમોને કોડકી ચાર રસ્તા પરથી ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.










