gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ બોટનિકલ ગાર્ડનના સ્ટાફે જહેમત ઉઠાવીને ભૂખી કાંસના કિનારા પર લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં  છેલ્લા ચાર વર્ષથી ઈકો રિસ્ટોરેશન શરુ કર્યું છે અને તેના પરિણામો પણ સામે આવી રહ્યા છે.

ઈકો રિસ્ટોરેશનના ભાગરુપે  નેટિવ પ્લાન્ટસ એટલે કે મૂળ ભારતના જ હોય તેવા નગોળ, ઉંબરો, જલ જાબુન, બાંબૂ, કરંજ, શિમળો જેવી પ્રજાતિઓના પ્લાન્ટસને રોપવામાં આવ્યા હતા અને તેનું જતન કરવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં અહીંયા ૨૦૦૦ કરતા વધારે પ્લાન્ટસને ઉગાડવામાં આવ્યા છે અને હજી પણ વિદ્યાર્થીઓની ટીમ સમયાંતરે વૃક્ષારોપણ કરે છે તેમજ પહેલેથી જે પ્લાન્ટસને ઉગાડવામાં આવ્યા છે તેનો ખ્યાલ પણ રાખે છે.

જેના કારણે હવે અહીંયા સજીવ સૃષ્ટિ પણ પૂરબહારમાં ખીલી રહી છે.સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના ટીવાયના વિદ્યાર્થીઓ ધર્મદીપસિંહ વાઘેલા, રુદ્ર શાહ, રાજવી સોલંકી, મિશ્વા પટેલ અધ્યાપક ધવલ ભટ્ટના  માર્ગદર્શન હેઠળ ઈકો રિસ્ટોરેશન કરાયું છે તે વિસ્તારનું નિરિક્ષણ કરી રહ્યા છે.

ધવલ ભટ્ટનું કહેવું છે કે, વડોદરા શહેરમાં કમાટીબાગ અને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ સજીવ સૃષ્ટિની વિવિધતા માટે પહેલેથી જ જાણીતા છે.ઈકો રિસ્ટોરેશન સાઈટના કારણે હવે સજીવ સૃષ્ટિના વૈવિધ્યમાં વધારો થયો છે.આ સાઈટ અને તેની આસપાસમાં ૪૦ જેટલી પ્રજાતિઓના પક્ષી, ૩ પ્રકારના ઉભયચર, ૩ પ્રકારના સસ્તન પ્રાણીઓ અને ૫ાંચ પ્રકારના સરીસૃપ પ્રાણીઓ એમ ૫૧ પ્રકારની અલગ અલગ પ્રજાતિઓ અહીંયા જોવા મળી છે.સાઈટના કારણે પક્ષીઓની સંખ્યા વધી છે તેવું ચોક્કસ કહી શકાય.

૮૦૦ મીટરની વન કેડી, પતંગિયાની ૨૫ પ્રજાતિઓ 

બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક અને ઈકો રિસ્ટોરેશન પ્રોજેકટ સાથે સંકળાયેલા ડો. પી એસ નાગરના કહેવા પ્રમાણે બોટનિકલ ગાર્ડનથી લઈને રિસ્ટોરેશન સાઈટ સુધી લગભગ ૮૦૦ મીટરની એક પગદંડી બનાવવામાં આવી છે.જેને અમ વન કેડી નામ આપ્યું છે.આ વન કેડીનું ત્રણ દિવસ પહેલા જ લોકાર્પણ કરાયું છે.પક્ષીઓ, પ્રાણીઓની સાથે સાથે આ વિસ્તારમાં પતંગિયાઓની પણ ૨૫ જેટલી પ્રજાતિ મારા ધ્યાનમાં આવી છે.ખાસ કરીને પતંગિયાને ખોરાક મળી રહે તે પ્રકારના પ્લાન્ટસના કારણે હવે પતંગિતા આકર્ષાઈ રહ્યા છે.

કયા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે

ગ્રે હોર્નબિલ- ચિલોત્રો

વ્હાઈટ બ્રો ફેનઈલ ફ્લાયકેચર- નાચણ

વ્હાઈટ થ્રોટેડ ફેનટેઈલ ફ્લાયકેચર-ટપકીલી નાચણ

લેસર ફ્લેમબેક વૂડપેકરઃ નાનો સોનેરી લક્કડખોદ

સ્પોટેલ ઓવલેટ- ચીબરી

રુફસ ટ્રીપી- ખેરખટો

કોપરસ્મિથ બારબેટ- કંસારો અથવા ટુકટુકિયો

કયા  ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન પ્રાણીઓ દેખાયા 

મગર, સોફ્ટ શેલ ટર્ટલ, મોનિટર લિઝાર્ડ, ઈન્ડિન કોબ્રા, રેટ સ્નેટક, ચેકર્ડ કિલબેક, હનુમાન લંગુર, જંગલી ડુક્કર, ચામાચિડિયું, શાહુડી, ખિસકોલી

બ્યુટિફિકેશનનો અર્થ માત્ર સિમેન્ટ- ક્રોંક્રિટ નથી 

ઈકો રિસ્ટોરેશન સાઈટસે સાબિત કર્યું છે કે,  બ્યુટિફિકેશનનો અર્થ માત્ર સિમેન્ટ કોંક્રિટના બાંધકામો નથી હોતા.સજીવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને વધારે ખર્ચ વગર પણ પ્રકૃતિની સુંદરતાને સાચવી શકાય છે.

વિદ્યાર્થીઓની ગ્રીન આર્મીનો મોટો ફાળો 

સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની ગ્રીન આર્મી બનાવવામાં આવી હતી.ઈકો રિસ્ટોરેશન સાઈટ માટે  ગ્રીન આર્મીનો મોટો ફાળો છે.ગ્રીન આર્મીમાં અત્યારે ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓ સભ્ય છે.તેઓ પ્લાન્ટેશન કરવાની સાથે સાથે ગાર્ડનના સ્ટાફ સાથે મળીને પ્લાન્ટેશનનું ધ્યાન પણ રાખે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

October 3, 2026
बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Next Post
નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth...

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau…

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau...

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ, વિપક્ષ ભડક્યા…

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ, વિપક્ષ ભડક્યા…

10 months ago
હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

1 year ago
વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ | Anganwadi in Gajarawadi…

વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ | Anganwadi in Gajarawadi…

6 months ago
વડોદરામાં મોડી રાત્રે રેલવે ટ્રેક પાસે જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા : 1.22 લાખનો મુદ્દામાલ કબજે | 4 …

વડોદરામાં મોડી રાત્રે રેલવે ટ્રેક પાસે જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા : 1.22 લાખનો મુદ્દામાલ કબજે | 4 …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News