gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર અને ભારે રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (Shivsena UBT) જૂથની ચિંતામાં ધરખમ વધારો કરતાં સમાચાર સામે આવ્યા છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે રવિવારે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પર તમામ સાંસદોની એક અત્યંત મહત્ત્વની અને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. પરંતુ આ સંવેદનશીલ બેઠક શરૂ થાય તે પહેલાં જ શિરડી લોકસભા બેઠકના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અન્ય બે સાંસદો પણ બેઠકમાં પહોંચ્યા નથી.

‘માતોશ્રી’ પર કટોકટીની બેઠક અને સાંસદો ગાયબ!

મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં હાજર પોતાના તમામ સાંસદોને તાત્કાલિક મુંબઈ પહોંચવા આદેશ આપ્યો હતો. આગામી રાજકીય પરિસ્થિતિઓ અને સંસદના આગામી સત્રને લઈને વ્યુહરચના ઘડવા માટે બપોરે 12:30 વાગ્યે આ બેઠકનું આયોજન કરાયું હતું.

ફોન બંધ, પીએ પણ ગાયબ: શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરેનો મોબાઇલ ફોન સવારથી જ સતત બંધ આવી રહ્યો છે. તેઓ છેલ્લા બે દિવસથી પરિવાર સાથે ક્યાંક બહાર ગયા છે અને આશ્ચર્યની વાત એ છે કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ(PA)નો પણ કોઈ પત્તો નથી.

અન્ય બે સાંસદોની પણ ગેરહાજરી: સૂત્રોના જણાવ્યા મુજબ, સાંસદ સંજય જાધવ અને નાગેશ પાટીલ અષ્ટિકરે પણ પક્ષને જાણ કરી દીધી છે કે તેઓ કોઈ અંગત કારણોસર આજે ઉદ્ધવ ઠાકરેની આ ઈમરજન્સી બેઠકમાં હાજર રહી શકશે નહીં.

મુખ્યમંત્રી શિંદેનું ‘ઓપરેશન ટાઇગર’: શું ફરી ભંગાણ પડશે?

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં આ સમયે મુખ્યમંત્રી એકનાથ શિંદેના ‘ઓપરેશન ટાઇગર’ ને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ જ ઓપરેશનના ડરથી ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળે આ બેઠક બોલાવવી પડી છે.

9માંથી 7 સાંસદો સંપર્કમાં હોવાનો દાવો

હાલમાં લોકસભામાં ઉદ્ધવ જૂથ (UBT) પાસે કુલ 9 સાંસદો છે અને રાજ્યસભામાં માત્ર સંજય રાઉત બચ્યા છે. પાછલા કેટલાક દિવસોથી શિંદે જૂથ અને સત્તાધારી પક્ષના નેતાઓ સતત એવો દાવો કરી રહ્યા છે કે ઉદ્ધવ જૂથના 9માંથી ઓછામાં ઓછા 7 સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેના સીધા સંપર્કમાં છે. આ સાંસદો ગમે ત્યારે પક્ષપલટો કરીને શિંદે જૂથમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

ઉદ્ધવ ઠાકરેની અગ્નિપરીક્ષા: કયા સાંસદો પર છે નજર?

પોતાના જૂથને એકજૂથ રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ જે લોકસભા સાંસદોને હાજર રહેવા કડક આદેશ આપ્યો છે તેમાં નીચેના નામ સામેલ છે:

1. સંજય દેશમુખ

2. નાગેશ પાટીલ

3. સંજય જાધવ

4. રાજાભાઉ વાજે

5. અરવિંદ સાવંત

6. અનિલ દેસાઈ

7. સંજય દીના પાટીલ

8. ભાઉસાહેબ વાકચૌરે

9. ઓમરાજે નિંબાલકર

જો ભાઉસાહેબ વાકચૌરે સહિતના સાંસદો આ બેઠકમાં નહીં પહોંચે, તો શિવસેના (UBT) માટે આ બહુ મોટો આંચકો સાબિત થશે અને મહારાષ્ટ્રમાં ફરી એકવાર શિવસેનાના બે ફાડચા થવાની સ્થિતિ સર્જાશે. હાલમાં ‘માતોશ્રી’ ખાતે ભારે હલચલ મચી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…
INDIA

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

June 14, 2026
ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…
INDIA

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

June 14, 2026
8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …
INDIA

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

June 14, 2026
Next Post
વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે...' મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st...

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca...

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …

2 months ago
તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

1 month ago
વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

10 months ago
ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’ | 80 perc…

ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’ | 80 perc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News