![]()
વડોદરાઃ માંજલપુર વિસ્તારમાંથી પોલીસે બે વાહનચોરને ઝડપી પાડી ચોરીની ૧૪ બાઇક કબજે કરી હતી.
માંજલપુરના અવધૂત ફાટક વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાઇક પર જતા ધર્મેશ ઉર્ફે ધમો કિરણભાઇ બારીયા(સાંઇનાથનગર,અલવાનાકા, માંજલપુર) અને વિજય ઉર્ફે જીગો નગીન ભાઇ બારીયા(મોભીયા,સંખેડા,છોટા ઉદેપુર)ને ઝડપી પાડયા હતા.
પોલીસની તપાસ દરમિયાન તેમની પાસેની મોટર સાઇકલ તેમની નહિ હોવાનું ખૂલ્યું હતું.જેથી પૂછપરછ કરતાં બંને જણાએ સાત મહિનામાં રાવપુરા,માંજલપુર,કપૂરાઇ, મકરપુરા જેવા વિસ્તારના પાર્કિંગમાંથી ચોરી કરેલી ૧૪ બાઇક કબજે કરી હતી.










