
Bihar SIR: સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે માત્ર આધાર કાર્ડને નાગરિકતાનો પૂરાવો માનવો શક્ય નથી. કોર્ટે આ ટિપ્પણી બિહારમાં મતદાર યાદીના વિશેષ ગહન પરીક્ષણ (SIR) દરમિયાન સામે આવેલા વિવાદ પર સુનાવણી કરતા આપી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે કહ્યું કે, આધાર કાર્ડ માત્ર ઓળખ પત્ર છે, નાગરિકતાનો પૂરાવો નથી. ચૂંટણી પંચ પાસે મતદાર યાદીમાં નામ જોડવા માટે આધારની સાથો સાથ અન્ય પૂરાવાઓ પણ માગી શકાય છે.










