gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kaveri Sangam Flats Dog Attack Incident: અમદાવાદ શહેરના શિલાજ વિસ્તારમાં આવેલા કાવેરી સંગમ ફ્લેટ્સમાં મહિલા પર થયેલા શ્વાનના હુમલા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને બોપલ પોલીસે સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આ મામલે શ્વાન માલિકની બેદરકારી બદલ તેમની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ શ્વાનને જપ્ત કરવામાં આવ્યો છે.

સીડી ચઢતી વખતે શ્વાને કર્યો હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે કાવેરી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા હીનાબેન પટેલ જ્યારે પોતાના ફ્લેટની સીડીઓ ચઢી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સોસાયટીના જ અન્ય એક ફ્લેટમાં રહેતો પરિવાર પોતાના પાલતુ શ્વાનને નીચે લઈ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાને હીનાબેન પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં હીનાબેન ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

AMC અને પોલીસની સંયુક્ત તપાસ

ઘટનાની ગંભીરતાને જોતા ગુરુવારે AMCના CNCD વિભાગની ટીમ, જેમાં વેટરનરી ડોક્ટર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને ડોગ કેચરનો સમાવેશ થતો હતો, તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હુમલો કરનાર સફેદ લેબ્રાડોર શ્વાન શિવમ ભરતકુમાર સુથારના નામે નોંધાયેલો છે. આ શ્વાનનું રજિસ્ટ્રેશન 26 મેના રોજ AMCમાં કરવામાં આવ્યું હતું અને તેને જરૂરી તમામ રસી (Vaccination) પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી

નિયમો હોવા છતાં કેમ થઈ કાર્યવાહી?

શ્વાન રજિસ્ટર્ડ હોવા છતાં, અધિકારીઓએ નોંધ્યું કે જ્યારે માલિકની દીકરી શ્વાનને સીડી પરથી નીચે લઈ જતી હતી, ત્યારે તેને યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં આવ્યો નહોતો. આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જગ્યાએ અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ AMCના અધિકારીઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરી છે.

વારંવારના હુમલાથી સોસાયટીમાં ભયનો માહોલ

ભોગ બનનાર મહિલાના પતિ જશવંતકુમાર પટેલે પણ બોપલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ શ્વાન અગાઉ પણ અનેકવાર આક્રમક વર્તન કરી ચૂક્યો છે, જેના કારણે સોસાયટીના બાળકો અને વડીલોમાં સતત ડરનો માહોલ રહે છે. ઘટના સમયે જશવંતકુમાર વતનમાં હોવાથી તેમણે મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સાથેની અરજી પોલીસને મોકલી આપી હતી. આ બંને ફરિયાદોના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: શીલજમાં 9 વાહનોને અડફેટે લેનારા નબીરાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યું? કાયદો ફક્ત નાના માણસો માટે!

શ્વાનને મ્યુનિસિપલ શેલ્ટર હોમમાં ખસેડાયો

ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને અન્ય રહીશોની સુરક્ષા જળવાઈ રહે તે માટે, AMCએ લેબ્રાડોર શ્વાનને તેના માલિક પાસેથી જપ્ત કરી લીધો છે. હાલમાં આ શ્વાનને કોર્પોરેશનના ડોગ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યો છે. પોલીસ અને કોર્પોરેશન સંયુક્ત રીતે માલિક સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ… 8 કરોડ લોકોને ફાયદો | EPFO 3 0 Reform …

EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ... 8 કરોડ લોકોને ફાયદો | EPFO 3 0 Reform ...

નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત, પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત | Nitin Nab…

નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત, પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત | Nitin Nab...

એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas…

એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

7 months ago
વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

9 months ago
ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’ | Sachin…

ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’ | Sachin…

1 year ago
વડોદરામાં ઓનલાઈન કમાણી કરવા જતાં પોલીસકર્મીએ રૂ22.41 લાખ ગુમાવ્યા, અંતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી …

વડોદરામાં ઓનલાઈન કમાણી કરવા જતાં પોલીસકર્મીએ રૂ22.41 લાખ ગુમાવ્યા, અંતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News