વડોદરા, તા.12 મિત્રતા કર્યા બાદ મિત્રના જ વાહનો ચોરી કરી તેને વેચી દેવાની એમઓ ધરાવતા ભેજાબાજને જિલ્લા પોલીસે વાઘોડિયામાંથી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા બસ સ્ટેશન પાસે એક શખ્સ ચોરીની ઇકો ગાડી સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે તેને ઝડપી પાડી તેની પાસેની ઇકો ગાડીના કાગળો માંગતા ગલ્લાતલ્લા કરતો હતો જેથી ચોરીની ઇકો હોવાની આશંકા સાથે પોલીસે રાહુલ ઉર્ફે કીશુ પ્રભાત વસાવા (રહે.પેન્શનપુરા, ફતેગંજ, મૂળ કાયાવરોહણ)ની અટકાયત કરી હતી.
પોલીસે ઇકો ગાડીની તપાસ કરતાં તેની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ઇ ફરિયાદ નોંધાઇ હતી જો કે પોલીસે ફરિયાદ નોંધી ના હતી.









