gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Mule Hunt Case: ગુજરાત સરકારે હાલ સાયબર ગઠિયાઓને પકડી પાડવા માટે કમર કસી છે. સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ દ્વારા ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે રૂ. 253 કરોડથી વધુના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢ સુધી પહોંચતા સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે. 

360 ફરીયાદો, 253 કરોડથી વધુની રકમની હેરફેર

તપાસની વિગતો અનુસાર દેશભરમાં 9 એકાઉન્ટ પર અલગ અલગ 360 ફરીયાદો નોંધાવવામાં આવી હતી. જેમાં 253 કરોડની લેણદેણ કરાઇ હતી. ત્યારે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા જુનાગઢ સાયબર પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી હાલ જેલમાં ગુના હેઠળ છે. ઘરપકડ થયેલા આ આઠ આરોપીઓ ભાડે બેન્ક ખાતા આપતા હતા. જેમાં સાયબર ચાંચિયાઓએ કરોડોની રકમ જમા કરાવી હતી. આ રકમ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી  હેરાફેરી કરવામાં આવતી હતી. 

કેવી રીતે કરતાં કાંડ?

સાયબર ચોરો ઓનલાઈન છેતરપિંડીના ઈરાદે લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે, સામાન્ય માણસને લાલચ આપી બેન્ક ખાતાની વિગત મેળવી ઈન્ટરનેટ બેંકિંગ શરૂ કરી તેના ખાતામાંથી રૂપિયાની મોટા પાયે હેરાફેરી કરતાં હોય છે. પોલીસે આલેખ ઉર્ફે પવન હિરાણી, જાવિદ પઠાણ, ભરત દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત ગરેજા, અલ્તાફ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ સોઢા, ચિરાગ સાધુ અને રક્ષિત કાછડીયાને પકડી સાયબર ચાંચિયાઓના નેટવર્કના મૂળ સુધી જવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે કમિશન અથવા સાયબર ક્રાઈમમાં ટકાવારીમાં બેન્ક ખાતાઓ ભાડે અપાય છે. 

પોલીસે કરી અપીલ

આ સાથે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈપણ અન્ય વ્યક્તિઓને બેંક એકાઉન્ટની માહિતી અથવા કીટ આપવી નહીં. જો કોઈ લોકો લાલચ આપી બેન્ક એકાઉન્ટની માહિતી એકઠી કરવાનો પ્રત્યન કરે તો પોલીસને જાણ કરવી જોઈએ. 

‘ઓપરેશન મ્યુલ હન્ટ’ શું છે?

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે,  ઓનલાઈન છેતરપિંડી માટે નાણાં હેરફેર કરવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવા માટે સોંપી દે છે. 

કુલ 44 ખાતા ધારકો સામે જામનગરના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 20  ફરિયાદ 

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી આવું એક એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં બે ખાતેદારો દ્વારા રૂપિયા 14.80 લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે મામલે સરકાર પક્ષે પોલીસ હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવત ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ દ્વારા બ્રિજેશ રમેશભાઈ સોરઠીયા તેમજ અક્ષય જોશી સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 20 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં 44 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુનો

વડોદરામાં પણ ચોંકાવનારો કિસ્સો

વડોદરા શહેરમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક ખાતામાં ફ્રોડની રકમ જમા થતી હોવાની જુદાજુદા રાજ્યોમાંથી ફરિયાદો મળી હતી.નેશનલ સાયબર પોર્ટલ પર એક જ એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થઇ હોય તેવી 23  ફરિયાદ મળી હતી.જેમાં 2.30 કરોડના ટ્રાન્જેક્શન થયા હતા. નેશનલ પોર્ટલ દ્વારા આ એકાઉન્ટની જાણ વડોદરા સાયબર સેલને કરવામાં આવી હતી.જેને આધારે સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે સાયબર સેલના એએસઆઇને ફરિયાદી બનાવી ગુનો દાખલ કર્યો છે. પોલીસે કહ્યું હતું કે,હેમંત જાદવે બેન્ક ખાતું ખોલાવીને આખું એકાઉન્ટ વડોદરાના સાગર શાહને હેન્ડલ કરવા આપી દીધું હતું.આ પેટે તેને કમિશન મળ્યું હશે.જેથી હેમંત જાદવ અને સાગર શાહને શોધવા માટે બે ટીમો કામે લાગી છે.બંને પકડાય ત્યારપછી સાગર શાહ કોના સંપર્કમાં હતો અને 2.30 કરોડની રકમ કેવી રીતે અને કોને પહોંચાડી હતી તેની વિગતો ખૂલશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…
GUJARAT

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

May 10, 2026
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

May 10, 2026
Next Post
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ | 1 more…

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ | 1 more...

ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા...

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન | 108 Kala…

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન | 108 Kala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

9 months ago
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

2 weeks ago
VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

8 months ago
કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News