![]()
Vadodara Visa Fraud Case : વડોદરાના સોમા તળાવ નજીક દર્શન એન્ટીલામાં રહેતા સ્નેહલબેન રવિ કુમાર પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તમારે પરિવાર સાથે વિદેશ જઈ નોકરી કરવાની ઈચ્છા હતી અમારા ઓળખીતા મારફતે જાણવા મળ્યું હતું કે માંજલપુર તુલસીધામ રોડ પર લીલેરીયા પેરામાઉન્ટમાં વિઝા અને ઇમિગ્રેશનની એચપી ઇન્ટરનેશનલ નામની ઓફિસ ચલાવતા હિરલ કુમાર કનુભાઈ પટેલ (રહે-માંજરોલ, તાલુકો-સંખેડા, જીલ્લો-છોટાઉદેપુર) વિઝાનું કામ કરે છે.
એપ્રિલ 2025 માં અમે હિરલ પટેલની ઓફિસે મળવા ગયા હતા અને યુકેના વર્ક પરમિટ વિઝા માટે વાત થઈ હતી. તેમણે 22 લાખ ખર્ચ થશે તેમજ ત્રણ મહિનામાં વિઝાનું કામ પૂરું થઈ જશે અને ત્રણ વર્ષ માટેના વર્ક પરમિટ વિઝા કરાવી આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ તે કામ થયું ન હતું ત્યારબાદ તેમણે મને અન્ય દેશ માટેનું જણાવતા અમે ઓસ્ટ્રેલિયાના વિઝા માટે કહ્યું હતું. પરંતુ તેના પણ વિઝા કરી આપ્યા ન હતા અને તેમની ઓફિસ જતા ઓફિસ પણ બંધ આવતી હતી અમે આપેલા 15 લાખ રૂપિયા તેમની પાસે પરત માંગતા આપ્યા ન હતા.










