gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિરોધાભાસી અહેવાલો વચ્ચે વકરી રહ્યું હોઈ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ થકી થતાં વહનને અટકાવી દેવાતાં અને ઘણા જહાજોને નિશાન બનાવાઈ રહ્યા હોઈ ભારત સહિત ઘણા દેશોમાં એલપીજી-ફયુલ ક્રાઈસીસ વિકરાળ બનવા લાગતાં વૈશ્વિક ફંડોએ ઉચાળા ભરવા લાગી સતત ધૂમ વેચવાલી કરતાં વધુ ગાબડાં પડયા હતા. ભારતના જહાજોને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસથી પસાર થવા દેવા માટે ઈરાન સાથે સરકારની વાટાઘાટ થઈ રહ્યાના અહેવાલ છતાં યુદ્વ મોરચે ભારત આવી રહેલા ખાદ્યતેલના એક જહાજ પર થયેલા હુમલા અને વકરતી યુદ્વ પરિસ્થિતિએ દેશભરમાં રાંધણ ગેસ-એલપીજીના પુરવઠાની કટોકટી સર્જાવા લાગતાં શેરોમાં સતત અંધાધૂંધ વેચવાલીએ રોકાણકારોનું પતન થતું જોવાયું હતું. ફયુલના ભાવમાં વધારા સાથે પુરવઠો ખોરવાઈ રહ્યો હોઈ ઓટોમોબાઈલ શેરોમાં ધૂમ વેચવાલી સાથેબેંકિંગ, હેલ્થકેર શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ ૮૨૯.૩૯ પોઈન્ટ તૂટીને ૭૬૦૩૪.૪૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૨૭.૭૦ પોઈન્ટ ગબડીને ૨૩૬૩૯.૧૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૬૭૬ પોઈન્ટ તૂટયો : ટીવીએસ મોટર રૂ.૧૭૯, મહિન્દ્રા રૂ.૧૩૪, અપોલો રૂ.૧૭ તૂટયા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી મોટા ગાબડાં પડયા હતા. ઈરાન યુદ્વના પરિણામે ફયુલ સપ્લાય ખોરવાઈ રહ્યાના અને ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતીએ  ટૂંકાગાળામાં  પેટ્રોલ, ડિઝલમાં તોળાતા ભાવ વધારાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં સતત ધૂમ વેચવાલી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૧૭૯ તૂટીને રૂ.૩૪૨૧.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩૪ તૂટીને રૂ.૩૦૩૨.૮૦, અપોલો ટાયર રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૪૧૭.૭૦, આઈશર મોટર્સ રૂ.૨૭૬.૮૫ ઘટીને રૂ.૬૯૭૪.૯૦, મારૂતી સુઝુકી રૂ.૪૮૬.૩૦ ઘટીને રૂ.૧૩,૦૧૬.૧૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૩૨૪.૪૫, અશોક લેલેન્ડ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૧૭૮.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭૭.૮૫ ઘટીને રૂ.૫૩૯૫.૬૦, બજાજ ઓટો રૂ.૧૬૫.૮૦ ઘટીને રૂ.૯૧૬૫.૧૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૧૯૯૧.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૩૧.૯૮ પોઈન્ટ તૂટીને ૮૧૯૭૬.૬૮ બંધ રહ્યો હતો. 

બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ : ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૬ તૂટયો : આઈડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું હેમરિંગ ચાલુ રહ્યું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૬ તૂટીને રૂ.૮૩૦.૯૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૦ તૂટીને રૂ.૬૪.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૧૨૬૬.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૧૫ ઘટીને રૂ.૩૭૫.૩૦, એક્સિસ બેંક રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૨૩૩.૭૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૯૦૨.૪૫ , સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૦૮૫.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૩૧.૯૮ પોઈન્ટ તૂટીને ૬૧૯૭૬.૦૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ઘટાડે મજબૂતી : ભેલ રૂ.૧૨, કમિન્સ રૂ.૧૨૮, ટીમકેન રૂ.૮૩, વારી રૂ.૫૭ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ભેલ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૨૬૭.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૭.૬૫ વધીને રૂ.૪૭૫૪.૪૫, ટીમકેન રૂ.૮૨.૮૦ વધીને રૂ.૩૪૯૨.૦૫, વારી એનજીૅ રૂ.૫૬.૮૦ વધીને રૂ.૨૭૩૯.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૩૨ વધીને રૂ.૬૪૧૨.૫૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮૯.૧૫ વધીને રૂ.૯૪૫૫.૬૦, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૫૦ વધીને રૂ.૮૩.૭૫, સિમેન્સ રૂ.૫૨.૧૫ વધીને રૂ.૩૩૨૪.૨૫, સીજી પાવર રૂ.૧૦.૬૦ વધીને રૂ.૭૩૭.૪૫, મઝગાંવ ડોક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૨૪૪૭.૯૦, પોલીકેબ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૭૪૪૬.૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૮૧.૪૫ પોઈન્ટ વધીને ૬૯૭૦૪.૬૭ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં વેચવાલી : પિરામલ ફાર્મા તૂટયો : ડિકાલ, સુવેન, બ્લિસ જીવીએસ, થ્રીબી બ્લેકબાયો ઘટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ આજે સતત વેચવાલી કરી હતી. પિરામલ ફાર્મા રૂ.૯.૯૫ તૂટીને રૂ.૧૪૫.૩૦, ફિશર રૂ.૧.૩૯ તૂટીને રૂ.૩૫.૨૫, ડિકાલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૧૬૫.૧૦, સુવેન રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૩૬.૬૦, બ્લિસ જીવીએસ રૂ.૬.૮૦ ઘટીને રૂ.૨૦૯.૩૫, બજાજ હેલ્થકેર રૂ.૯.૫૦ ઘટીને રૂ.૩૦૦.૨૫, થ્રીબી બ્લેકબાયો રૂ.૩૮ ઘટીને રૂ.૧૨૧૫.૧૫, એમક્યોર રૂ.૪૭.૨૦ ઘટીને રૂ.૧૫૧૪, સન ફાર્મા એડવાન્સ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૨૨.૧૦ રહ્યા હતા.બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૪૫.૬૧ પોઈન્ટ ઘટીને ૪૩૬૮૭.૦૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી વધી : અંબર એન્ટર. રૂ.૩૮૧ તૂટયો : પીજી ઈલેક્ટ્રો, બર્જર ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૮૧.૦૫ તૂટીને રૂ.૬૯૨૮.૬૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૫૩૨.૩૫, બર્જર પેઈન્ટ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૪૨૨.૭૦, વોલ્ટાસ રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૧૪૪૯.૫૫ રહ્યા હતા.  બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૭૭.૪૫ પોઈન્ટ ઘટીને ૫૬૩૪૩.૪૯ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું  પસંદગીનું આકર્ષણ : અદાણી ટોટલ ગેસ, ગેઈલ, પેટ્રોનેટ, બીપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધારા સામે  ભારત અને અમેરિકા ઓઈલ રિફાઈનરી ક્ષેત્રે મોટા કરાર કર્યાના અહેવાલ અને પેટ્રોલીયમ મંત્રાલયને પર્યાપ્ત ઓઈલ-ગેસનો પુરવઠો હોવાના આશ્વાસન વચ્ચે પસંદગીના ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી જોવાઈ હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૩૭.૭૦ વધીને રૂ.૬૦૬.૯૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૪૫ વધીને રૂ.૧૫૨.૪૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૮૫ વધીને રૂ.૨૯૬.૬૦, બીપીસીએલ રૂ.૧ ઘટીને રૂ.૩૨૬.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૨.૬૭ પોઈન્ટ વધીને ૨૭૪૯૭.૬૯ બંધ રહ્યો હતો.હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ ખરાબ : ૨૬૪૫ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ ગભરાટમાં શેરો વેચવાલ લાગતાં વ્યાપક ધોવાણ થયું હતું. માર્કેટબ્રેડથ સતત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૪૫ અને વધનારની સંખ્યા ૧૫૯૮ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૭૦૫૦ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૪૫૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૦૪૯.૮૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૩૭૩.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૪૨૨.૯૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૭૪૪૯.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૪ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૪૦.૦૬ લાખ કરોડ

વિશ્વમાં ક્રુડ ઓઈલ, ગેસ પુરવઠાની અછત સર્જાવા લાગતાં અને ભાવો વધવાના અહેવાલોએ સેન્ટીમેન્ટ ડહોળાતાં ઈન્ડેક્સ બેઝડ કડાકા વચ્ચે આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૮૪ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૦.૦૬ લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા | 8t…
Business

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા | 8t…

April 27, 2026
સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…
Business

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

April 27, 2026
શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …
Business

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

April 27, 2026
Next Post
‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ’, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N…

‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ', લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N...

મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

2 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર…

7 months ago
ઉતાવળે કરેલી કાર્યવાહીનું પરિણામ, પ્રભુદાસ ઠકકર કોલેજને સીલ મારવા ગયેલી કોર્પોરેશનની ટીમ પરત ફરી | T…

ઉતાવળે કરેલી કાર્યવાહીનું પરિણામ, પ્રભુદાસ ઠકકર કોલેજને સીલ મારવા ગયેલી કોર્પોરેશનની ટીમ પરત ફરી | T…

3 months ago
પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં | punjab dig officer caught taki…

પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં | punjab dig officer caught taki…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News