gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતના સૌથી દર્દનાક માનવસર્જિત કાંંડમાં 27 જિંદગી ભડથું થઈ હતી : કમિશનરો,પદાધિકારીઓનો વાળ તોે વાંકો ન થયો, તંત્રમાં સુધારો પણ નહીં : મનપાએ 5,000 ફાયર NOC, BUPની નોટિસો આપી વહીવટ કર્યો : સીલ ખોલી આપ્યા, ગેરકાયદે બાંધકામો પ્રતિ આંખ મિચામણા ફરી શરૂ

 રાજકોટ, : સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવનાર રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં પ્લાન-કમ્પલીશન કે ફાયર એન.ઓ.સી. વગર ગેરકાયદે ધમધમતા ટી.આર.પી.ગેમઝોનમાં તા. 25 મે 2024ની સાંજે માનવસર્જિત લાપરવાહીથી લાગેલી આગમાં 27 નિર્દોષ માણસો એટલી હદે બળીને ભડથું થયા કે એક પણ હતભાગીના શરીરનું એક અંગ ઓળખી શકાય તેવું ન્હોતું. સરકારી તંત્રોની બેદરકારીથી સર્જાયેલા ગુજરાતના આ સૌથી દર્દનાક અગ્નિકાંડના દોઢ વર્ષના અંતે મનપાએ જે તે સમયે લોકરોષના પગલે નોટિસો,સીલીંગ સહિત કાર્યવાહી કરી હતી તે હવે ધૂળ ખાય છે અને તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. 

તાજેતરમાં જન.બોર્ડમાં અપાયેલ માહિતી મૂજબ અગ્નિકાંડ પછી મહાપાલિકાએ 3033  ગેરકાયદે બાંધકામોને ક.260(1) અને (2) હેઠળ નોટિસ આપી છે પરંતુ, તેમાંથી આજ સુધી માત્ર 38  બાંધકામો જ દૂર કરાયા છે,બાકીના ત્રણ હજાર સામે આંખ મિચામણા. આ જ રીતે ફાયરબ્રિગેડ દ્વારા ફાયર એન.ઓ.સી.ના મુદ્દે 2800 થી વધુ નોટિસો આપી છે, બે-બે વાર નોટિસો આપી છે પરંતુ, એક પણ બિલ્ડીંગને સીલ કર્યુ નથી.અત્યાર સુધીમાં 300ને ફાયર એન.ઓ.સી.અપાઈ છે. અગ્નિકાંડ વખતે કડક નિયમો બનાવાયા તે હવે કાગળ ઉપર રહી ગયા છે, બીયુપી-ફાયરએનઓસી વગરની સ્કૂલો સહિત 700થી વધુ  બિલ્ડીંગો ત્યારે ધડાધડ સીલ કરાઈ જે સીલ ક્રમશ: ચૂપચાપ ખોલી દેવાયા છે. 

  આ અગ્નિકાંડ બાદ મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનરની બદલી કરાઈ જેમને પછીથી પોસ્ટીંગ પણ આપી દેવાયું તો મોરબી ઝૂલતાપૂલ કાંડ પછી ભાજપના ચૂંટાયેલા તમામ સભ્યોને ઘરભેગા કરી દેવાયા ત્યારે રાજકોટમાં એક પણ નેતા સામે એક પણ પગલુ લેવાયુ નથી કે કોઈને ઠપકો પણ અપાયો નથી. ટી.પી.ઓ.મનસુખ સાગઠીયા સામે સરકારી રેકર્ડ સાથે ચેડાં, કરોડોની બેનંબરી સંપતિના કેસો થયા પણ આ કરોડો કોણ આપી ગયું અને કોઈને આપવાના હતા તે અંગે હજુ સવાલો જ રહ્યા છે.  ‘ચમ્મરબંધીને નહીં છોડાય’ કહેનારા નેતાઓએ ચમ્મરબંધીને પકડયા જ નહીં. અગ્નિકાંડ પછી સરકારે કડક નિયમોના નોટિફિકેશનો,પરિપત્રો જારી કર્યા પણ અમલ નહીવત્ છે. રાજકોટમાં હજારો ગેરકાયદે બાંધકામો આજે પણ યથાવત્ છે. 

ગંભીર વાત તો એ છે કે અગ્નિકાંડ પછી સલામતિના નિયમોના પાલન માટે તંત્રમાં સુધારા વધારાને બદલે ઘટાડો થયો છે, ચીફ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા તો દોઢ વર્ષથી ખાલી જ રહી છે અને સ્ટેશન ઓફિસરને ચાર્જ સોંપાયો છે. તો ટી.પી.ઓ.માં નવી નિમણુકો પછી કામગીરીમાં વધારાને બદલે ઘટાડો છે, વન ડે-વન વોર્ડ જેવી ઝૂંબેશો બંધ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar's rall...

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

3 months ago
ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk…

ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk…

2 months ago
ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in…

ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in…

12 months ago
અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News