gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : એશિયા તથા યુરોપમાં ઈક્વિટી બજારો ઊંચકાતા સોનાના વૈશ્વિક ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. ઈક્વિટી બજારોમાં વધારાને પરિણામે ગોલ્ડની સેફ હેવન માગ અટકી હતી. બુધવારે વૈશ્વિક ચાંદી ૫૮.૯૮ ડોલરની નવી ટોચે પહોંચ્યા બાદ તેમાં પણ સોના પાછળ પીછેહટ રહી હતી. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીમાં ભાવ નરમ પડયા હતા. 

 બીજી બાજુ  ઘરઆંગણે ડોલરની રેલી અટકી હતી. રૂપિયા સામે ડોલર ૯૦ની અંદર ઊતરી ગયો હતો. અમેરિકામાં  આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી જતા ડોલર નબળો પડયો હતો. ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા જળવાઈ હતી. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરીમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ ઘટી  રૂપિયા ૧,૨૭,૮૪૫ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૨૭૩૩૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૭૬૬૨૫ મુકાતા હતા. બુધવારની સરખામણીએ મુંબઈ ચાંદીમાં રૂપિયા ૧૫૬૫નો ઘટાડો જોવાયો હતો.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ  સોનાના ભાવ રૂપિયા ૧,૩૧,૭૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૩૧,૪૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૭૪,૦૦૦ કવોટ થતા હતા. અમદાવાદમાં કિંમતી ધાતુમાં સ્થિરતા જળવાઈ હતી. 

અમેરિકામાં ખાનગી પેરોલ્સ નવેમ્બરમાં ૩૨૦૦૦ ઘટયા છે, જે અઢી વર્ષનો મોટો ઘટાડો છે.   આ ઉપરાંત અમેરિકામાં જોબલેસના સાપ્તાહિક ડેટા અને સપ્ટેમ્બરનો પરસનલ કન્ઝમ્પશન એકસપેન્ડિચર (પીસીઈ) ઈન્ડેકસ પર પણ બજારની નજર રહી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરના નિર્ણય માટે આ ડેટા મહત્વના બની રહેશે.

ઈક્વિટીમાં આવેલી રેલીને પગલે ગુરુવારે વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૪૨૦૦ ડોલરની અંદર ઊતરી ૪૧૯૧ ડોલર બોલાતુ હતું. ચાંદીએ ૫૮.૯૮ ડોલરની નવી ટોચ બતાવી પછી તેમાં પીછેહટ જોવા મળી હતી અને મોડી સાંજે ૫૭.૪૦ ડોલર કવોટ થતી હતી.  પ્લેટિનમ ઔંસ દીઠ ૧૬૪૫ ડોલર જ્યારે પેલેડિયમ  ૧૪૫૭ ડોલર મુકાતુ હતું. 

રૂપિયા સામે ઓલટાઈમ હાઈ સપાટીએથી ડોલરમાં રેલી અટકી હતી અને ડોલર ૯૦ રૂપિયાની અંદર સરકી ૮૯.૯૮ રહ્યો હતો. પાઉન્ડ ૨૬ પૈસા વધી રૂપિયા ૧૨૦.૦૨ જ્યારે યુરો રૂપિયા ૧૦૫.૦૪ બોલાતો હતો. 

રશિયાના ક્રુડ ઓઈલ મથકો પર યુક્રેનના હુમલાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવમાં ટકેલુ વાતાવરણ રહ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૯.૩૬  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૨.૯૯ ડોલર  બોલાતું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta...

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક…

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

1 year ago
ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

2 months ago
વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

1 year ago
અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News