gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી લાશ મળી, હત્યાનો આક્ષેપ

જેતપુરમાં આમઆદમી પાર્ટી તરફથી  નગરપાલિકાની ચૂંટણી લડનાર યુવતીને પ્રેમી અને તેના પરિવારજનો ત્રાસ આપતા’તા

જેતપુર: રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક આગમન સિટી ફ્લેટમાંથી ૨૩ વર્ષીય યુવતી નંદની આનંદભાઈ બોસમીયાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તે મૂળ જેતપુરની હતી અને ગત વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી પણ કરી હતી. તેણે વિધર્મી પ્રેમીના ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી રહ્યાનો સોશ્યલ મીડિયામાં મેસેજ મુક્યો હતો, પણ તેણીના પરિવારે આ બનાવને આયોજનબદ્ધ હત્યા ગણાવી, આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરતા પોલીસે પેનલ ડોક્ટર મારફત ફોરેન્સિક પોસ્ટમોર્ટમની તજવીજ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઘટનાની વિગતો અનુસાર, મૃતક નંદની કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી મેડિકલ રીપ્રેઝેન્ટેટીવ (એમઆર) તરીકે નોકરી કરતી હતી. પરિવારમાં બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી દીકરી હતી. તેણી જૂનાગઢમાં અસલમ હુસેન સમા નામના પરીણિત શખ્સના મકાનમાં ભાડે રહેતી હતી, ત્યારે તેના પરિચયમાં આવી હતી અને પ્રેમમાં પડી હતી. ગત વર્ષે તેની સાથે મૈત્રી કરાર કરીને રાજકોટ રહેવા આવી ગઈ હતી. આ સંબંધોનો બંને પરિવારોએ ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન પીયર પક્ષને અનેક વખત તેણીએ પોતાને પ્રેમી અસલમ અમાનુષી ત્રાસ આપતો હોવાનું કહ્યું હતું અને એકાએક આજે ગળાફાંસો ખાધેલી હાલતમાં તેણીની લાશ મળી આવી હતી. 

મૃતક નંદનીના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયા (જેઓ નવાગઢ જેતપુરમાં રહે છે અને ટ્રેડિંગનું કામ કરે છે તેમને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફ્લેટનો મુખ્ય દરવાજો લોક ન હતો, માત્ર અટકાવેલો હતો અને પાછળ બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો. અસલમે જ નંદનીને માર મારી, તેની હત્યા કરીને લાશને પંખા પર ટીંગાડી દીધી છે અને સમગ્ર મામલાને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ ચકચારી અને હૃદયદ્રાવક મામલે રાજકોટ તાલુકા પોલીસે પિતાનું સત્તાવાર નિવેદન નોંધી, મેડિકલ રિપોર્ટના આધારે ગુનો દાખલ કરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

– પાંચ મહિના પહેલા અસલમના પરિવારે ખૂની હુમલો કર્યો’તો

પ્રેમ સંબંધનો કૌટુંબિક વિવાદ એટલો વકર્યો હતો કે પાંચ મહિના પહેલા જૂનાગઢમાં અસલમની પત્ની, સાસુ, સસરા, માતા અને માસી સહિતના પાંચ શખ્સોએ નંદની પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો, જે અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ હુમલા બાદ અસલમ અને નંદની છેલ્લા પાંચ મહિનાથી રાજકોટમાં આગમન સિટી ખાતે ભાડાનો રૂમ રાખીને સાથે રહેતા હતા. જો કે, અસલમ અવારનવારઝઘડો કરી ઢોર માર મારતો હતો એટલે નંદની ભારે માનસિક તણાવમાં રહેતી હતી.

– સંતાન નથી જોઈતું કહીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું 

મૃતકની નાની બહેને આક્ષેપ કર્યો કે, ‘અસલમે નંદનીને અમાનવીય ત્રાસ આપ્યો છે. સંતાન નથી જોઈતંુ કહીને તેણીનું ઓપરેશન કરાવીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું હતું. છેલ્લા એકાદ મહિનાથી અસલમ અને તેના પરિવારનું ટોર્ચર અસહ્ય બની ગયું હતું, માટે તે એકલી રહીને નોકરી કરીને નવું જીવન શરૂ કરવા માંગતી હતી. પરંતુ એ પહેલાં જ કરુણ અંત આવી ગયો હતો.’

– ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું’ઃ નંદનીનો અંતિમ મેસેજ

આપઘાત કરતાં પહેલાં નંદનીએ મોકલેલા છેલ્લા મેસેજમાં ખુલાસો કર્યો હતો કે તેના તમામ સોના-ચાંદીના ઘરેણાં પણ અસલમે ગીરવે મૂકી દીધા હતા અને તેની જિંદગી નરક સમાન બનાવી દીધી હતી. માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડેલી નંદનીએ અંતિમ પગલું ભરતા પહેલાં સોશિયલ મીડિયા સ્ટેટસ પર હૃદયદ્રાવક શબ્દો લખ્યા હતા કે, ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું.’ ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યા આસપાસ નાની બહેન રૂપલે ફોન કરવા છતાં નંદનીએ ફોન રિસીવ ન કરતા, પરિવારે માનેલા ભાઈ રવિભાઈને ફ્લેટ પર તપાસ કરવા મોકલ્યા હતા. તેમણે ત્યાં પહોંચતા જ હોલમાં નંદનીની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr...

પાલિતાણામાં કફ સિપરનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો | Man caught selling cough syrup in Palitana

પાલિતાણામાં કફ સિપરનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો | Man caught selling cough syrup in Palitana

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star…

આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star…

9 months ago
VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા | BJP Woman Leader Caught wit…

VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા | BJP Woman Leader Caught wit…

1 year ago
જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપ…

જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપ…

1 year ago
જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News