gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી પોલિટેકનિક ખાતે ચૂંટણી તંત્રની કામગીરી

બેલેટ અને કંટ્રોલ યુનિટનું ટેસ્ટિંગ કરીને ઉમેદવારોના નામ અને ચિન્હો મુજબ મશીનો સેટ કરાયા, ગોંડલમાં ૫૫ બુથના મશીનોનું કમિશનિંગ પૂર્ણ

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાએ છે. એક તરફ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચૂંટણી તંત્ર પણ લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ન પાર પાડવા માટે રાત-દિવસ એક કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને વહીવટી પ્રક્રિયા તેજ બની છે. આ અંતર્ગત ગઈકાલે ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) કમિશનિંગની મહત્વપૂર્ણ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

રાજકોટમાં સરકારી પોલિટેકનિક કોલેજને ઈવીએમ કમિશનિંગનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. અહીં જિલ્લા પંચાયતની ૬ બેઠકો અને તાલુકા પંચાયતની ૨૧ બેઠકો માટે મશીનો તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ૧૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ફરજ બજાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ટેસ્ટિંગ કરી, ઉમેદવારોના નામ અને ચિન્હો મુજબ મશીનો સેટ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૯૭ ઈવીએમના સીલિંગ સાથે મતદાનની આગળની પ્રક્રિયા શરૂ થશે.

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં પણ વહીવટી ગતિવિધિઓ તેજ જોવા મળી હતી. ગોંડલની મહારાજા ભગતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઈવીએમ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ નગરપાલિકાના કુલ ૧૧ વોર્ડ પૈકી વોર્ડ નંબર ૧, ૬, ૯ અને ૧૧ બિનહરીફ જાહેર થયા છે, જે લોકશાહીમાં એક વિશેષ ઘટના છે. હવે બાકી રહેલા ૭ વોર્ડ (વોર્ડ નંબર ૨, ૩, ૪, ૫, ૭, ૮ અને ૧૦) માટે ચૂંટણી યોજાનાર છે. આ સાત વોર્ડના કુલ ૫૫ મતદાન મથકો માટે રિઝર્વ મશીનો સહિતના ઈવીએમ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

– સંભવિત વિવાદ-આક્ષેપો ટાળવા રાજકીય પ્રતિનિધિઓની હાજરી

ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે અને હવે ઈવીએમ સંબંધિત સંભવિત વિવાદ કે આક્ષેપો ટાળવા માટે ઈવીએમ કમિશનિંગ અને સ્ટ્રોંગ રૂમ ખોલતી વખતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ અપક્ષ ઉમેદવારોને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. તેમની સમક્ષ જ મશીનોનું ચેકિંગ અને સીલિંગ કરવામાં આવ્યું હતું. ગોંડલમાં ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ બેલના એન્જિનિયરોએ ટેકનિકલ પાસાઓની ચકાસણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo…

ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo...

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in…

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in...

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa…

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

6 months ago
સુરતમાં નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા, એકનો એક પુત્ર ગુમાવતા પરિવારનું આક્રંદ | Minor beat…

સુરતમાં નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા, એકનો એક પુત્ર ગુમાવતા પરિવારનું આક્રંદ | Minor beat…

1 year ago
ભાવનગર એસ.ટી. વિભાગમાં ઓગસ્ટ માસમાં 22 લાખ લોકોએ મુસાફરી કરી | 22 lakh people travelled in Bhavnagar…

ભાવનગર એસ.ટી. વિભાગમાં ઓગસ્ટ માસમાં 22 લાખ લોકોએ મુસાફરી કરી | 22 lakh people travelled in Bhavnagar…

11 months ago
જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News