gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગૌમાતાના નામે માત્ર વાતો, દાયકાં જૂના દબાણો અકબંધ

સૌથી વધુ લોધિકા તાલુકાના બે ગામોમાં 25.09 હેક્ટર ગૌચર જમીનમાં અધધ 385 લોકોનો અડિંગો, એકમાત્ર વિંછીયા તાલુકો દબાણવિહોણો

રાજકોટ: વારંવાર ગાયને ‘ગૌમાતા’નો દરજ્જો આપવાની માગ સાથે આંદોલનો થાય છે, ગૌહત્યા માટે આકરા કાયદાની વાહવાહી લૂંટાય છે, ‘એક ઘર – એક ગાય’ જેવા સૂત્રો ઘડાય છે, તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. એક તરફ મહાનગરોમાંથી ગાયોને હિંસક ગણીને દૂરના ઢોરવાડાઓમાં કણસવા માટે છોડી દેવામાં આવી છે, ને ત્યાં નિભાવ માટે મજાકરૂપ મામુલી સહાય અપાય છે. એ જ રીતે ટ્રેક્ટર અને સનેડા માટે સરકાર સબસીડી આપે છે, તો ખેતીનો પ્રાણ ગણાતા બળદને નિઃસહાય તરછોડી દેવાયા છે. ઢોરવાડા સહાય ધારો કાગળ ઉપર છે અને ગૌચરની જમીનો પર વર્ષો નહીં પણ દાયકાઓથી દબાણો થઇ ગયા છે જે હટાવાતા નથી. આ વિરોધાભાસ વચ્ચે રાજકોટ જિલ્લામાં પણ ગૌચરની જમીનો પર દાયકાઓથી જામેલા દબાણો યથાવત છે.

રાજકોટ જિલ્લામાં તાજેતરના આંકડાં જોઈએ તો એકમાત્ર વિંછીયા તાલુકાને બાદ કરતા અન્ય તમામ ૧૦ તાલુકાઓમાં કુલ ૧૧૫.૪૮ હેક્ટર ગૌચર જમીન પર અધધ ૫૧૦ જેટલા દબાણો યથાવત છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, આ માત્ર તાત્કાલિક દબાણ નથી, પરંતુ વર્ષોથી પેશકદમીનો શિકાર બનેલી ગૌચરની જમીન છે. જેથી સ્પષ્ટ થાય છે કે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત છે. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો, સૌથી વધુ લોધિકા તાલુકાના બે ગામોમાં ૨૫.૦૯ હેક્ટર ગૌચર જમીનમાં અધધ ૩૮૫ લોકોએ પેશકદમી કરી છે. અન્ય મુખ્ય દબાણ ધરાવતા વિસ્તારોમાં જેતપુર (૭.૫૬ હેક્ટર), ધોરાજી (૩૧.૩૨ હેક્ટર) અને જામકંડોરણા (૩૫.૭૬ હેક્ટર)નો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા દબાણો હોવા છતાં ડિમોલિશન કામગીરી સાવ નહીવત રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી હોવાથી મતોના રાજકારણને કારણે ત્રણ મહિનાથી તો જવાબદાર તંત્રવાહકો કે નેતાઓએ ગૌચરના દબાણો તરફ નજર પણ કરી નથી. 

સરકાર સબસીડી કે સહાય આપીને ગામડાં, ખેતી અને પશુપાલન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે, પણ તેના આધારસ્તંભ ગણાતા પશુધન માટેનું ઘાસચારાનું મેદાન એટલે કે ગૌચર ખુલ્લું કરાવવામાં તંત્રની ઉદાસીનતા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પશુપાલકો અને ગૌસેવકોની નજર હવે સ્થાનિક સ્વરાજ્યના નવા વહીવટી તંત્રની આગામી નક્કર કાર્યવાહી પર છે.

– નવા શાસકો સામે ગૌચરનો સળગતો મુદ્દો અગ્નિપરીક્ષા

રાજકોટ જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ માટે નવા સૂત્રધારોએ સત્તાની ધુરા સંભાળી છે. સત્તા સંભાળતાની સાથે જ તેમને પશુપાલકો તરફથી ગૌચર જમીન ખુલ્લી કરાવવા માટેની ફરિયાદોનો મારો શરૂ થઈ ગયો છે. પશુપાલકોની આશા હવે નવા શાસકો પર ટકેલી છે. નવા પદાધિકારીઓ આ દાયકાઓ જૂના દબાણોને દૂર કરાવશે કે પછી ગૌચરની હકીકત ફાઈલોમાં જ દબાયેલી રહેશે, એ તો આવનાર સમય જ બતાવશે.

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં ગૌચર
દબાણની સ્થિતિ

તાલુકો

કુલ ગૌચર(હે.)

દબાણગ્રસ્ત ગામો

દબાણકારો

દબાણ (હે.)

રાજકોટ

૭૫૫૬.૭૩

૩

૫

૦.૧૧

જસદણ

૫૮૮૪.૯૪

૩

૨૯

૬૮.૪૪

વિંછીયા

૪૦૯૬.૦૭

૦

૦

૦

કો.સાંગાણી

૩૩૦૧.૦૨

૨

૨

૦.૪૨

લોધીકા

૨૯૧૪.૧૧

૨

૩૮૫

૨૫.૦૯

ગોંડલ

૭૮૪૬.૫૭

૨

૨

૦.૪૬

જેતપુર

૪૫૩૮.૬૧

૨

૪૭

૭.૬૫

ધોરાજી

૩૬૪૩.૪૪

૧

૨૨

૩૧.૩૨

ઉપલેટા

૭૨૯૨.૫૩

૨

૨

૬.૫૧

જામકંડોરણા

૩૦૮૪.૯૩

૨

૧૧

૩૫.૭૬

પડધરી

૪૨૫૨.૧૫

૪

૫

૭.૫૩

કુલ

૫૪૪૧૧.૧૫

૨૩

૫૧૦

૧૧૫.૪૮

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o...

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i…

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા | cyber frauder duped one crore rupee…

શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા | cyber frauder duped one crore rupee…

11 months ago
જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

7 months ago
સોના-ચાંદીમાં ‘મહારેકોર્ડ’: ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રે…

સોના-ચાંદીમાં ‘મહારેકોર્ડ’: ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રે…

6 months ago
૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News