gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને ‘મહાભારત’ | Rajkot Politics Heat Up…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને ‘મહાભારત’ | Rajkot Politics Heat Up…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઢ ગણાતા રાજકોટમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. મેયર નયનાબેન પેઢડિયા અને સ્થાનિક ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે થયેલી શાબ્દિક બોલાચાલીનો એક વીડિયો વાઈરલ થયો હોવાની ચર્ચા છે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સત્તાધારી પક્ષના બે મહિલા નેતાઓ વચ્ચેનો આ વિવાદને કારણે પક્ષમાં પદના સન્માન અને આંતરિક તણાવનો મુદ્દો ઉજાગર થયો છે.

દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકા બન્યું વિવાદનું મૂળ

પ્રાથમિક માહિતી મુજબ, મેયર અને ધારાસભ્ય વચ્ચેના આ તણાવનું મૂળ કારણ રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકા હતી. મેયર નયનાબેન પેઢડિયાએ આ મામલે મોટો દાવો કર્યો હતો કે, ધારાસભ્ય દર્શિતા શાહે તેમને સૂચના આપી હતી કે આમંત્રણ પત્રિકામાં માત્ર તેમનું (દર્શિતા શાહનું) જ નામ રાખવામાં આવે અને બાકીના તમામ ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓના નામ હટાવી દેવામાં આવે.

જો કે, મેયર નયનાબેન પેઢડિયાએ આ સૂચનાનો સ્વીકાર ન કર્યો. મેયરે અન્ય ધારાસભ્યોના નામ ન લખવાની વાત માનવાનો ઇન્કાર કરતાં બંને મહિલા નેતાઓ વચ્ચે તણાવ વધ્યો અને આ બોલાચાલી થઈ હોવાની અટકળો તેજ થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય

શોપિંગ ફેસ્ટિવલ પોસ્ટમાં એક જ ધારાસભ્યના નામનો ઉલ્લેખ

બીજી બાજુ, એવી પણ અટકળો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ સોશિયલ મીડિયા પર ‘શોપિંગ ફેસ્ટિવલ’ના કાર્યક્રમને લઈને જે પોસ્ટ કરી છે, તેમાં લખ્યું છે કે, ‘શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે કરવામાં આવશે.’ એટલે કે પોસ્ટમાં માત્ર એક જ ધારાસભ્યના નામનો ઉલ્લેખ છે. આ કારણોસર પણ દર્શિતાબેનને વાંધો હોય તેવી શક્યતા છે.

આ વિવાદ ભાજપમાં પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે પ્રોટોકોલ અને પદના સન્માનને લઈને ચાલી રહેલા સંઘર્ષની વાસ્તવિકતા ખુલીને બહાર આવી છે.

અગાઉ પણ સપાટી પર આવ્યો છે વિખવાદ

રાજકોટ ભાજપમાં અસંતોષની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના એક કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં. તેમણે જાહેરમાં દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.’ એક પછી એક નેતાઓમાં સપાટી પર આવી રહેલો અસંતોષ, રાજકોટ ભાજપની આંતરિક સ્થિતિ પર સવાલ ઊભા કરે છે.

સુરતમાં ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી 

ઉલ્લેખનીય છે કે, સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે આઠમી ઑક્ટોબરે છુટા હાથની મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ભાજપના કાર્યાલય ખાતે કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે બબાલ થઈ હતી. જેમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર ઘટના મામલે શહેર ભાજપ પ્રમુખે બંને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. તેવામાં શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં દિનેશ સાવલિયા સામે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…
GUJARAT

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

March 28, 2026
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …
GUJARAT

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

March 28, 2026
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
Next Post
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ...

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ…

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ...

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2…

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2…

4 months ago
હિન્દુત્વના સમર્થક અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, નડ્ડાની મંજૂરી |…

હિન્દુત્વના સમર્થક અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, નડ્ડાની મંજૂરી |…

9 months ago
અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 …

અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 …

6 months ago
રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો | Tragic In…

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો | Tragic In…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News