gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in INDIA
0 0
0
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meenakshi Natarajan Nomination Cancelled : મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષને બહુ મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નોંધાવવામાં આવેલા સત્તાવાર વાંધા બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજન (Meenakshi Natarajan)નું નામાંકન પત્ર (ચૂંટણી ફોર્મ) રદ કરી દીધું છે. આ ઘટનાક્રમ બાદ હવે રાજ્યની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપની દાવેદારી મજબૂત થઈ ગઈ છે, અને તેના ત્રણેય ઉમેદવારો બિનહરીફ (Uncontested) ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

મળતી માહિતી મુજબ, મીનાક્ષી નટરાજન દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપે તેમની સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, નટરાજને તેલંગાણામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા એક ગુનાહિત કેસની માહિતી સોગંદનામામાં (Affidavit) જાણી જોઈને છુપાવી હતી. આ ઉપરાંત, સોગંદનામામાં તેમની મિલકતો અને બેંક બેલેન્સની વિગતો પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી નહોતી. ચૂંટણી નિયમો અનુસાર, દરેક ઉમેદવારે પોતાના ગુનાહિત કેસ, મિલકત, આવક અને લોનની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર કરવી ફરજિયાત હોય છે.

સત્ય અને ઈમાનદારીની જીત થઈ: રાકેશ સિંહ (ભાજપ)

કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવા અંગે ભાજપના વરિષ્ઠ નેતા રાકેશ સિંહે જણાવ્યું કે, ‘તેમણે જાણી જોઈને હકીકતો છુપાવી હતી. ફોર્મ અધૂરું હતું, અને તેમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ પર તેમને (મીનાક્ષી નટરાજનને) પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી હતી, અને બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. પરંતુ, તેમના નામાંકન ફોર્મમાં ગંભીર ખામીઓ હોવાના કારણે અને તેલંગાણાના કેસની વિગતો છુપાવવાના કારણે રિટર્નિંગ ઓફિસરે તેમનું ફોર્મ ફગાવી દીધું છે. આથી, અમે કહી શકીએ કે આજે સત્ય અને ઈમાનદારીની જીત થઈ છે.’

તેવી જ રીતે, રાજ્ય સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘આ ન્યાયની જીત છે. અમારા કાર્યકર્તા મહેશ કેવટને આશીર્વાદ મળ્યા છે. ભાજપ લોકશાહીમાં વિશ્વાસ રાખે છે. જો ચૂંટણી ન થઈ હોત તો પણ અમારા ઉમેદવાર રાજ્યસભાના સભ્ય બનવાના જ હતા, અને જો ચૂંટણી થાત તો પણ તેઓ જીતવાના જ હતા. પરંતુ કોંગ્રેસની આંતરિક સ્થિતિ કેવી છે, તે તમે સમજી શકો છો. અમને તેલંગાણાના જે દસ્તાવેજો મળ્યા તે કોણે આપ્યા? તેલંગાણામાં તો કોંગ્રેસની જ સરકાર છે. નક્કી અમને કોંગ્રેસના જ લોકોએ આ માહિતી આપી હશે, આજે કોંગ્રેસની આવી દયનીય સ્થિતિ છે’

ભાજપ પોતાની હારનો ડર છુપાવી રહ્યું છે: મયંક રામ (કોંગ્રેસ)

બીજી તરફ, નામાંકન રદ થવા અંગે નારાજગી વ્યક્ત કરતા મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા મયંક રામ નારાયણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, ‘ભાજપનું ‘નારી શક્તિ વંદન અભિનંદન’ હવે દેશની સામે આવી ગયું છે. સંખ્યાબળના જોરે નહીં પરંતુ સત્તાના બળ પર રાજનીતિ કરનારી ભાજપ હવે રાજ્યસભા ચૂંટણીમાં પણ લોકશાહીને પ્રભાવિત કરવા પર ઉતરી આવી છે. જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂથ દેખાયા, ત્યારે મીનાક્ષી નટરાજનજીના નામાંકન પર ખોટા વાંધા ઉઠાવીને ભાજપ પોતાની હારનો ડર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંચમહાલ: મામી-ભાણાના પ્રેમસંબંધની શંકાએ પરિણીતાની કરપીણ હત્યા, આરોપી પતિનું પોલીસ સામે સરન્ડર | Panc…

પંચમહાલ: મામી-ભાણાના પ્રેમસંબંધની શંકાએ પરિણીતાની કરપીણ હત્યા, આરોપી પતિનું પોલીસ સામે સરન્ડર | Panc...

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N...

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

7 months ago
પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

1 year ago
અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

2 months ago
વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…

વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News