અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે પૂજામાં જોડાયાં
ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમા માં અંબાના મંદિર સિવાય 14 થી વધુ શિવાલયો આવેલા છે.અંબાજી નજીક આવેલા કુંભારીયા ગામમાં ચામુંડા માતાના મંદિર સામે નાની ટેકરી ઉપર રામેશ્વર મહાદેવ આવેલ છે.
રામેશ્વર મિત્ર મંડળ દ્વારા શ્રાવણ સુદ એકમથી અમાવસ્યા સુધી રોજ સવારે માટીના નાના શિવલિંગ બનાવીને પાર્થેશ્વર પૂજન અને સોળસો પ્રચાર પૂજા કરવામાં આવતી હતી. આખા મહિના દરમિયાન ભક્તો દ્વારા આ પૂજા કરવામાં આવતી હતી.
અમાસના દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોઈ અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે પાર્થેશ્વર પૂજામાં જોડાયા હતા. તેમને માટીના શિવલિંગ બનાવીને ભગવાન શિવની આરાધના કરી હતી.શિવપુરાણમાં પણ પાર્થેશ્વર પૂજાનું વિશેષ મહત્વ છે.







