gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિટેલ ફુગાવો 0.25%ના નીચલા સ્તરે: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, છતાં ઘર ચલાવવું મોંઘું કેમ? | retail inf…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in Business
0 0
0
રિટેલ ફુગાવો 0.25%ના નીચલા સ્તરે: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, છતાં ઘર ચલાવવું મોંઘું કેમ? | retail inf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Retail Inflation Fall: મોંઘવારી બાબતે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ઓક્ટોબર 2025માં દેશનો રિટેલ ફુગાવાનો દર ઘટીને 0.25%ના વિક્રમી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ દર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ની હાલની સિરીઝમાં અત્યાર સુધીનો સૌથી ઓછો નોંધાયો છે, એટલે કે જાન્યુઆરી 2012થી આજ સુધીનો આ સૌથી નીચો ફુગાવા દર છે. પણ તેમ છતાં વસ્તુઓ તો સસ્તી થઈ રહી નથી, તો પછી ફુગાવામાં આ ઘટાડાનો અર્થ શું છે? જો મોંઘવારીના દરમાં ઘટાડો થાય છે તો, તેની અસર વસ્તુની કિંમત પર પણ દેખાવી જોઈએ!

રિટેલ મોંઘવારી દર 14 વર્ષના નીચલા સ્તરે 

ખરેખર, જુલાઈ 2025માં રિટેલ ફુગાવાનો દર (CPI આધારિત) ગગડીને 1.55% પર પહોંચી ગયો હતો, જે જૂન 2012 પછીનો સૌથી નીચલું સ્તર છે. એટલે કે મોંઘવારી 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. 

સરકારના મતે, આ ઘટાડો થવા પાછળ મુખ્યત્વે GST દરોમાં અને ખાદ્યપદાર્થોના ભાવોમાં થયેલો ઘટાડો જવાબદાર છે. વધુમાં, ગયા વર્ષે ઓક્ટોબરમાં ફુગાવાનો દર ઘણો ઊંચો હતો, તેથી તેની સામે સરખામણી કરવાથી (જેને બેઝ ઇફેક્ટ કહેવાય છે) આ વર્ષનો આંકડો ઘણો ઓછો દેખાયો છે. તેમ છતાં, લોકોને તેમના ઘરેલુ બજેટમાં કોઈ રાહત મળી રહી નથી. આના ઘણા કારણો છે, તે જાણીએ. 

ફુગાવા દરમાં ઘટાડો છતાં સામાન્ય માણસને રાહત કેમ નથી? 

1. ખાદ્ય ચીજો અને શિક્ષણ પર અસર

ભલે ખાદ્ય ફુગાવાનો દર ઘટીને -1.76% થયો હોય, તેમ છતાં દાળ, તેલ, મસાલા અને ટામેટાં જેવી આવશ્યક વસ્તુઓના ઊંચા ભાવને કારણે સામાન્ય પરિવારના રસોડાનું બજેટ હજી પણ પ્રભાવિત થાય છે. વળી, પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ સ્થિર હોવા છતાં કેટલાક પરિવાર માટે ઊંચા છે. તેમજ  ખાવા-પીવાની વસ્તુઓની તુલનામાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વધુ મોંઘી થઈ છે, જેના સતત વધતા ખર્ચાથી મધ્યમ વર્ગ વધુ પરેશાન છે.

2. આવક સામે મોંઘવારી: રિયલ વેજ ગ્રોથ ધીમો

ફુગાવાનો દર ઘટવાનો અર્થ એ છે કે કિંમતો વધવાની ગતિ ધીમી પડી છે, નહીં કે કિંમતો ઘટી ગઈ છે. જોકે, મોટાભાગના લોકોની આવકમાં વધારો મોંઘવારીની સરખામણીમાં ઓછો રહ્યો છે, તેથી ઓછો પગાર વધારો થવાને કારણે લોકોને મોંઘવારીની સમસ્યા રહે જ છે. NSSO (રાષ્ટ્રીય સેમ્પલ સર્વે ઓફિસ)ના આંકડા મુજબ, 2024-25માં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રિયલ વેજ ગ્રોથ (મોંઘવારીને ધ્યાનમાં લીધા પછીની આવક વૃદ્ધિ) 1-2%થી પણ ઓછી રહી છે.

3. બિનજરૂરી ખર્ચ અને લાઈફસ્ટાઈલ

બિનજરૂરી ખર્ચ ઘરના બજેટ પર દબાણનું મુખ્ય કારણ છે, કારણ કે મોટાભાગના લોકો આવક કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે. મોંઘા સ્માર્ટફોન, ઇન્ટરનેટ, OTT સબ્સક્રિપ્શન અને બહાર જમવાના વધતા કલ્ચરને કારણે આ બિન-જરૂરી ખર્ચાઓ હવે ‘જરૂરી’ માનવામાં આવે છે, જે આવક અને બજેટને સીધી અસર કરે છે.

4. ક્રેડિટ કાર્ડ અને શોપિંગ કલ્ચરની અસર

આજના સમયમાં સસ્તા વિકલ્પો હોવા છતાં મધ્યમ વર્ગમાં બ્રાન્ડેડ કપડાં અને પગરખાં ખરીદવાનું ચલણ વધ્યું છે. આનું મુખ્ય કારણ ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન શોપિંગ અને મૉલ કલ્ચર છે, જેણે ખરીદીનો દૃષ્ટિકોણ બદલ્યો છે. પરિણામે, લોકો ઑફરના ચક્કરમાં બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદી લે છે, જેનો તેઓ પાછળથી ક્યારેય ઉપયોગ પણ કરતા નથી.

5. અનિયંત્રિત ખરીદી અને દેવાનો બોજ

ખરીદીની રીત બદલાઈ ગઈ છે: હવે લોકો લિસ્ટ બનાવ્યા વગર સીધા મૉલમાં જઈને ક્રેડિટ કાર્ડના આધારે બજેટ બહારની વસ્તુઓ ખરીદે છે. આ ઉપરાંત, સામાન્ય માણસ ઘરનું ભાડું અને EMIના બોજથી પરેશાન છે, સરળ હોમ લોન અને ક્રેડિટ કાર્ડ પરની ખરીદીને કારણે દેવાનો બોજ, વ્યાજ અને લેટ ફી વધી છે. નોંધનીય છે કે, ફુગાવાનો દર માત્ર રાષ્ટ્રીય સરેરાશ દર્શાવે છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તેની અસર અલગ-અલગ હોય છે. વળી, વસ્તુઓ પરના GST અને સ્થાનિક કરને કારણે મોંઘવારી ઓછી હોવા છતાં વાસ્તવિક ખર્ચ વધુ રહે છે.

આ પણ વાંચો: ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું

બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે શું કરવું? 

– ઑનલાઇન ખરીદી પહેલાં જરૂરિયાત નક્કી કરો અને સસ્તા/લોકલ વિકલ્પો પસંદ કરો.

– ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરો અને વ્યાજ ટાળવા માટે દર મહિને પૂરું બિલ ચૂકવો; ઊંચા વ્યાજવાળા દેવા (જેમ કે પર્સનલ લોન) ને વહેલી તકે ચૂકવવા પ્રાથમિકતા આપો.

– બહાર ખાવાનું ટાળો, જથ્થાબંધ રાશન ખરીદો અને મોસમી શાકભાજીનો ઉપયોગ કરો.

– જાહેર પરિવહન/કારપૂલિંગ નો ઉપયોગ કરીને ઇંધણ ખર્ચ ઘટાડો.

બિનજરૂરી ખર્ચ અને જીવનશૈલીના બોજને નાણાકીય અનુશાસન, બજેટિંગ અને સ્માર્ટ રોકાણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે, જેનાથી આર્થિક રાહત મેળવવા માટે આવક વધારવા અને ખર્ચને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

રિટેલ ફુગાવો 0.25%ના નીચલા સ્તરે: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, છતાં ઘર ચલાવવું મોંઘું કેમ? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …
Business

ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …

February 6, 2026
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314
Business

સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

February 6, 2026
ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…
Business

ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

February 6, 2026
Next Post
ગોંડલમાં હૃદય કંપાવનારી ઘટના: માતાએ નવજાત શિશુનો મૃતદેહ કચરાના ઢગલામાં ત્યજી દીધો | gondal mother ab…

ગોંડલમાં હૃદય કંપાવનારી ઘટના: માતાએ નવજાત શિશુનો મૃતદેહ કચરાના ઢગલામાં ત્યજી દીધો | gondal mother ab...

છોટાઉદેપુરના બોડેલીમાં અમાનવીય કૃત્ય, અજાણ્યા ઈસમ દ્વારા 8 ગાયો પર ધારદાર હથિયારથી હુમલો | Animal Cr…

છોટાઉદેપુરના બોડેલીમાં અમાનવીય કૃત્ય, અજાણ્યા ઈસમ દ્વારા 8 ગાયો પર ધારદાર હથિયારથી હુમલો | Animal Cr...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, 'સર'ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

5 months ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

11 months ago
અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

1 month ago
નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ | The 150 year old tradition of install…

નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ | The 150 year old tradition of install…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News