gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયો તૂટતો અટકી સ્પ્રિંગની જેમ ઉછળ્યો: ડોલર તૂટી ઈન્ટ્રા-ડે રૂ.91 | Rupee stops falling rebounds l…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in Business
0 0
0
રૂપિયો તૂટતો અટકી સ્પ્રિંગની જેમ ઉછળ્યો: ડોલર તૂટી ઈન્ટ્રા-ડે રૂ.91 | Rupee stops falling rebounds l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કરન્સી બજારમાં રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્ક મેદાનમાં ઉતરી

– વ્યાપક ઉથલપાથલ: સાત  મહિનાનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં રૂ.89.99 થઈ છેલ્લે બંધ રૂ.90.37: પાઉન્ડ-યુરોમાં પણ કડાકો

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી અટકી હતી તથા ડોલરના ભાવમાં ઝડપી કડાકો  બોલાઈ જતાં રૂપિયો વધુ ગબડતો અટકી તળિયેથી સ્પ્રિંગની જેમ ઉછળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્કની  સક્રિયતા બજારમાં વધતાં તથા તેના પગલે સરકારી બેન્કો પણ એક્ટીવ બની ડોલર વેંચવા નિકળતાં રૂપિયામાં મંદીને બ્રેક વાગી ભાવને સપોર્ટ મળતો જોવા મળ્યો હતો.

 ડોલરના ભાવ રૂ.૯૧.૦૪ વાળા આજે સવારે રૂ.૯૧.૦૭ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૧.૦૮ થયા પછી નીચામાં ભાવ રૂ.૯૧ની અંદર ઉતરી એક તબક્કે રૂ.૯૦ની પણ અંદર ઉતરી રૂ.૮૯.૯૯ સુધી ગયા પછી છેલ્લે ડોલરના બંધ ભાવ રૂ.૯૦.૩૭ રહ્યા હતા. રૂપિયા તથા ડોલરના ભાવમાં આજે અભૂતપૂર્વ ઉથલપાથલ દેખાઈ હતી.

રૂપિયા સામે આજે ડોલરના ભાવ ૬૭ પૈસા ગબડતાં ડોલર સામે રૂપિયો ૦.૭૪ ટકા ઉંચકાયો હતો તથા રૂપિયામાં એક દિવસીય તીવ્ર ઉછાળાના પગલે છેલ્લા સાત મહિનાનો રેકોર્ડ તૂટયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. રિઝર્વ બેન્ક આજે સ્પોટ તેમ જ નોન-ડીલીવરેબલ ફોરવર્ડ એનડીએફ બજારમાં પણ એકટીવ જોવા મળી હતી. 

ઓનશોર ટ્રેડિંગની શરૂઆત થયા પછી તુરંત રિઝર્વ બેન્કની એક્ટીવિટીના સંકેતો બજારમાંથી મળ્યા હતા. આ પૂર્વે ડિસેમ્બરમાં રૂપિયો આશરે ૧.૮૦ ટકા જેટલો તૂટયો હતો જ્યારે તેની સરખામણીએએ ડોલર સામે એશિયાની અન્ય પ્રમુખ કરન્સીઓના ભાવ જળવાઈ રહ્યા હતા તથા અમુક કિસ્સાઓમાં વધ્યા હતા જ્યારે રૂપિયો એકધારો તૂટતો રહેતાં સટ્ટારૂપી તત્વો બજારમાં એક્ટીવ બન્યાના સંકેતો મળ્યા હતા. 

આવા તત્વોને કાબુમા રાખવા હવે રિઝર્વ બેન્ક બજારમા ંસક્રિય બનતી દેખાઈ હતી. રૂપિયામાં આજે નોેંધાયેલા એક દિવસીય ઉછાળામાં છેલ્લા સાત મહિનાનો રેકોર્ડ તૂટયો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં જો કે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઝડપી ૦.૪૦ ટકા વધી ઉંચામાં ૯૮.૬૪ થઈ ૯૮.૫૪ રહ્યાના નિર્દેશોે મળ્યા હતા. અમેરિકામાં નવેમ્બરનો જોબગ્રોથ ૬૪ હજાર આવ્યો છે જેની અપેક્ષા ૫૦ હજારની હતી. 

આની અસર વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પર આજે પોઝીટીવ દેખાઈ હતી. દરમિયાન, રૂપિયા સામે ડોલર ઉપરાંત આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ પણ ૧૬૪ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૨૦.૨૮ થઈ છેલ્લે રૂ.૧૨૦.૪૩ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૧૭ પૈસા ગબડી નીચામાં ભાવ રૂ.૧૦૫.૬૩ થઈ છેલ્લે રૂ.૧૦૫.૮૫ રહ્યા હતા.જાપાનની કરન્સી રૂપિયા સામે ૧.૩૨ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૭૬ ટકા ગબડી હતી. મુંબઈ શેરબજારમાં પીછેહટ તથા વિશ્વ બજારમાં ક્રૂડ તેલમાં ફરી તેજી આવ્યાના સમાચારને અવગણી મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો આજે ઝડપી વધી જતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર રૂ. ૯૦.૩૭

પાઉન્ડ રૂ. ૧૨૦.૪૩

યુરો રૂ.૧૦૫.૮૫

યેન રૂ. ૦.૫૮

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

May 20, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

May 20, 2026
Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્...

બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરો નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી | Shares pledged by non promoter…

બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરો નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી | Shares pledged by non promoter...

સોના-ચાંદીમાં ફરી તેજી: મુંબઈ ચાંદી રૂ.બે લાખને વટાવીગઈ | Gold and silver prices rise again: Mumbai …

સોના-ચાંદીમાં ફરી તેજી: મુંબઈ ચાંદી રૂ.બે લાખને વટાવીગઈ | Gold and silver prices rise again: Mumbai ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

6 months ago
એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

8 months ago
ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |…

ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |…

7 months ago
2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News