gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશવ્યાપી સાયબર ફ્રોડના કેસમાં ટ્રાન્ઝેક્શનનો આંક રૂા. 2500 કરોડ પર પહોંચ્યો : ત્રણેય આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર : અત્યાર સુધીમાં કુલ 20 આરોપીઓની ધરપકડ

રાજકોટ, : દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં તપાસ કરતી રાજકોટ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ પોલીસે યશ બેંકનાં ત્રણ અધિકારીઓ મૌલિક રામજી કમાણી (રહે. પાતા મેઘપર, તા.કાલાવડ), કલ્પેશ વિઠ્ઠલભાઇ ડાંગરીયા (રહે. કાલાવડ શીતળા, જામનગર) અને અનુરાગ ચંદુભાઇ બાલધા (રહે. જામકંડોરણા)ની ધરપકડ કરી બે દિવસનાં રિમાન્ડ પર લીધા છે. 

આ ત્રણેય આરોપીઓમાં એકમાત્ર મૌલિક જ હાલ યશ બેંકમાં નોકરી કરે છે. બાકીનાં બંને આરોપીઓ બીજી બેન્કોમાં નોકરી કરે છે. દેશવ્યાપી આ સાયબર ફ્રોડ અંગે પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પીઆઇ આર.જે.ગોધમને સોંપવામાં આવી હતી.

શરૂઆતમાં જુદા-જુદા એપીએમસી એકાઉન્ટમાંથી 1500 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જેમાંથી 23 કરોડ જેવી રકમ સાયબર ફ્રોડની હતી. બાકીની રકમ ગેમિંગ અને જીએસટીનાં ટ્રાન્ઝેક્શનને લગતી હતી. તપાસ દરમિયાન હવે 1500 કરોડનો આંક સીધો 2500 કરોડ સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં 2500 કરોડનાં ટ્રાન્ઝેક્શન કુલ 85 બેંક ખાતાઓમાં થયા હતા. 

આ 85 બેંક ખાતાઓમાં 74 કરોડ કરતાં વધુ સાયબર ફ્રોડની રકમ જમાં થઇ હતી. જે આંક હજું વધવાની શક્યતા છે. 74 કરોડનાં સાયબર ફ્રોડ અંગે દેશભરમાંથી કુલ 535 અરજીઓ થયેલી છે. અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમ પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી હતી. તે સાથે જ પડધરીના મોવિયામાં આવેલી યશ બેંકની શાખાનાં કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ કરી હતી. 

તપાસ દરમિયાન જે તે વખતે બેંકની આ શાખામાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતાં મૌલિક, મેનેજર તરીકે નોકરી કરતાં કલ્પેશ અને પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતાં અનુરાગની સંડોવણી ખુલતાં આ ત્રણેયની ગઇકાલે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 

સાયબર ક્રાઇમ પોલીસનાં સુત્રોએ જણાવ્યું કે, આ કૌભાંડની તપાસ માટે એક ચાર્ટડ એકાઉન્ટન્ટની નિયુક્તી કરવામાં આવી છે. જેમના દ્વારા 35 જેટલી પેઢીઓ અને તેની સાથે સંકળાયેલાં 85 એકાઉન્ટની તપાસ ચાલું છે. તપાસ દરમિયાન કૌભાંડનો આંક વધે તેવી શક્યતા છે. 

રૂા. 1 લાખ ઉપર કેટલું કમિશન મળતું તે અંગે તપાસ બે આરોપીઓ હાલ બીજી ખાનગી બેંકમાં નોકરી કરી રહ્યા છ આરોપીઓએ ગિફ્ટ તરીકે રોકડ અને આઈફોન મેળવ્યા હતો

રાજકોટ, : આરોપી કલ્પેશ ડાંગરીયા અને અનુરાગ બાલધા અગાઉ યશ બેંકની જામકંડોરણાનાં જશાપર આવેલી શાખામાં નોકરી કરતાં હતાં. જ્યાંથી બંનેની મોવિયા શાખામાં બદલી થઇ હતી. જ્યારે ત્રીજા આરોપી મૌલિક કમાણીની  સીધી મોવિયા શાખામાં નિયુક્તિ થઇ હતી તેમ સાયબર ક્રાઇમ પોલીસનાં સુત્રોએ જણાવ્યું હતું. 

આ સુત્રોએ વધુમાં જણાવ્યું કે, કલ્પેશ હાલ બીજી ખાનગી બેંકની જામનગર સ્થિત શાખામાં જ્યારે અનુરાગ પણ બીજી ખાનગી બેંકની ધોરાજી શાખામાં હાલ ફરજ બજાવે છે. ત્રીજો આરોપી મૌલિક યશ બેંકની મોવિયા શાખામાં જ હાલ ફરજ બજાવી રહ્યો છે. દેશવ્યાપી આ કૌભાંડમાં સામેલ થવા બદલ ત્રણેય આરોપીઓને રોકડ રકમ ઉપરાંત આઇફોન સહિતની ગિફ્ટસ મળી હતી. ત્રણેય આરોપીઓને ખરેખર રૂા. 1 લાખની રકમ ઉપર કેટલું કમિશન મળતું હતું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…
GUJARAT

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

April 21, 2026
સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…
GUJARAT

સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

April 21, 2026
અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…
GUJARAT

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…

April 21, 2026
Next Post
ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho...

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot...

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

4 months ago
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્…

’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્…

9 months ago
જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ

જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ

3 months ago
તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin…

તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News