gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railway employee salary Hike : રેલ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે બોર્ડે વંદે ભારત અને પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત કુલ 155 ટ્રેનને હાઈસ્પીડ ટ્રેનની શ્રેણીમાં સત્તાવાર રીતે શામેલ કરી દીધી છે.. જેના કારણે હવે રનિંગ સ્ટાફની મહિનાની સેલરીમાં વધારો જોવા મળી શકે છે. રેલવે બોર્ડના નિર્ણયના કારણે લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ, અને ટ્રેન મેનેજરને સ્પેશ્યલ હાઈ સ્પીડ ભથ્થાનો લાભ મળશે, સાથેજ આ તમામ લોકોના પગાર પણ વધી જશે.

કઈ કઈ ટ્રેનને કરાઈ શામેલ?

શતાબ્દી એક્સપ્રેસ, ભોપાલ-નવી દિલ્લી શતાબ્દી, લખનઉ-નવી દિલ્લી શતાબ્દી, અમૃતસર-નવી દિલ્લી શતાબ્દી એક્સપ્રેસ, પટના-હાવડા જનશતાબ્દી, પૂણે-સિકંદરાબાદ શતાબ્દી, ચેન્નાઈ-કોઈમ્બતુર શતાબ્દી, હાવડા ભૂવનેશ્વર જનશતાબ્દી, કોટા જનશતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જો રાજધાની ટ્રેનોની વાત કરીએ તો નવી દિલ્લી-ઝાંસી/ ગ્વાલિયર રૂટની ગતિમાન એક્સપ્રેસ, હાવડા-નવી દિલ્લી રાજધાની, ચેન્નઈ-હજરત નિઝામુદ્દીન રાજધાની, જમ્મૂ-તવી-નવી દિલ્લી રાજધાની એક્સપ્રેસ સહિત સ્વર્ણ જ્યંતિ રાજધાની, અમદાવાદ રાજધાની, તેજસ રાજધાની(નવી દિલ્લી-રાજેન્દ્રનગર) અને દુરંતો એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

દુરંતો એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરનો પણ વધશે પગાર

રેલવે બોર્ડે લીધેલા નિર્ણયમાં પૂણે-હાવડા દૂરંતો, સિકંદરાબાદ-હજરત નિઝામુદ્દીન દુરંતો, નવી દિલ્લી-ભૂવનેશ્વર દુરંતો, હાવડા-નવી દિલ્લી દુરંતો, દિલ્લી સરાય રોહિલ્લા-જમ્મૂ તવી દુરંતો, હમસફર એક્સપ્રેસ, મધુપુર-આનંદ વિહાર હમસફર, આનંદ વિહાર-મધુપુર હમસફર, વારાણસી-ગોરખપુર રુટની હમસફર ટ્રેન અને તેજસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. તો મુંબઈ-ગોવા તેજસ એક્સપ્રેસ, મદુરાઈ-ચેન્નઈ તેજસ, નવી દિલ્લી-રાજેન્દ્રનગર તેજસ રાજધાની અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રનિંગ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી વધારે વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નાગપુર-સિકંદરાબાદ, ભોપાલ-નવી દિલ્લી, ચેન્નઈ કોઈમ્બતુર, ચેન્નઈ-વિજયવાડા, તિરુપતિ-સિકંદરાબાદ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ, ભૂવનેશ્વર-વિશાખાપટ્ટનમ, રાઉરકેલા-હાવડા, ઈંદોર-નવી દિલ્લી, અજમેર-દિલ્લી કેન્ટ, ઉદયપુર-જયપુર, ઉદયપુર-આગ્રા કેંટ, વારાણસી-નવી દિલ્લી, બનારસ-નવી દિલ્લી, કાશી-વારાણસી-નવી દિલ્લી, ગયા-હાવડા, કુરજ-હજરત નિજામુદ્દીન, દિલ્લી-અમૃતસર, અમદાવાદ-ઓખા, હાવડા-પુરી જેવી ટ્રેનના રનિંગ સ્ટાફ પણ સામેલ છે.

કઈ કઈ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ?

રેલવે બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયમાં અન્ય મુખ્ય ટ્રેનોનો પણ સમાવેશ કરાયો છે. જેમાં સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, મહાબોધી એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ, શ્રમશક્તિ એક્સપ્રેસ, શિવગંગા સુપરફાસ્ટ એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, જલિયાવાલા બાગ એક્સપ્રેસ, ગરીબ રથ એક્સપ્રેસ, એપી એક્સપ્રેસ, સુપરફાસ્ટ એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે.

કેટલો થશે પગાર વધારો?

આપને જણાવી દઈએ કે અત્યારસુધી આ ટ્રેન હાઈ સ્પીડમાં ચાલતી હતી, પરંતુ તેમને હાઈસ્પીડની શ્રેણીમાં શામેલ નહોતી કરવામાં આવી, જેના કારણે સ્ટાફને તેનું ભથ્થુ નહોતુ મળી રહ્યું. હવે આ ટ્રેનને શામેલ કરાતા રનિંગ સ્ટાફના પગારમાં દર મહિને 5થી 10 હજાર રૂપિયાનો વધારો મળશે. રેલવે બોર્ડની નવી વ્યવસ્થા અનુસાર લોકો પાયલટને માઈલેજ દર પ્રતિ 100 કિલોમીટર 485 રૂપિયાથી વધારીને 606 રૂપિયા કરી દેવાયુ છે. તેવીજ રીતે ગાર્ડને પણ 439 રૂપિયાથી વધારીને 549 રૂપિયા સુધીનું ભથ્થુ વધારી દેવાયું છે.

કેમ થયો બદલાવ?

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનનું સંચાલન કરવું ખુબજ પડકારભર્યુ કાર્ય હોય છે. જેના કારણે રેલવે બોર્ડે કર્મચારીઓને વિશેષ કાર્યક્ષમતા હેઠળ સન્માન આપવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…
INDIA

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

May 23, 2026
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…
INDIA

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

May 23, 2026
વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ | No Fuel Shortage…
INDIA

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ | No Fuel Shortage…

May 23, 2026
Next Post
સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો 'ફ્લેમિંગો' પક્ષી | Hun...

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical ...

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત 'ગ્લુ ટ્રેપ' વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

6 months ago
માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે

માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે

1 year ago
કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…

5 months ago
નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar…

નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News