gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો ઃ હેરોઇન સાથે યુવાન દીવાલ કૂદીને ભાગતા પટકાયો | heroin caught at rail…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો ઃ હેરોઇન સાથે યુવાન દીવાલ કૂદીને ભાગતા પટકાયો | heroin caught at rail…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 વડોદરા શહેરમાં પંજાબથી લાવીને ડ્રગ્સના મોટા ધંધાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કર્યો છે. વડોદરાના છાણી વિસ્તારનો યુવાન પંજાબના યુવાન પાસેથી હેરોઇનનો જથ્થો લઇને વડોદરા રેલવે સ્ટેશન પર આવતાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. મોડી રાત્રે પોલીસને જોઇ છાણીનો યુવાન હેરોઇન સાથે પ્લેટફોર્મ નંબર-૧થી ભાગીને પ્લેટફોર્મ નંબર-૬ પર પહોંચી દીવાલ કૂદતા જ તેને ઇજા થઇ હતી અને વિજિલન્સે ઝડપી પાડી રૃા.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના છાણીજકાતનાકા વિસ્તારમાં આવેલ ગુરુનાનક નગરમાં રહેતો અમરિકસિંઘ ઉર્ફે સોનુ સરવનસિંઘ માલહી પંજાબના શખ્સ પાસેથી માદક પદાર્થ હેરોઇનનો મોટો જથ્થો લઇને રાજસ્થાનથી ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવે છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સના સ્ટાફે ગઇ રાત્રે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો યુવાન આવતા જ પોલીસ સ્ટાફ સતર્ક બન્યો હતો.

જો કે અમરિકસિંઘને પોલીસ હાજર છે તેવો સંદેહ થતાં જ તે પ્લેટફોર્મ નંબર-૧ પરથી રેલવે ટ્રેક પર કૂદીને પ્લેેટફોર્મ નંબર-૨ પર ભાગ્યો હતો. આ સાથે જ પોલીસના માણસો પણ તેને ઝડપી પાડવા માટે તેની પાછળ દોડયા હતાં. મોડી રાત્રે હેરોઇનના ધંધાર્થી અને પોલીસ વચ્ચેની ફિલ્મી દોડે પ્રવાસીઓ તેમજ રેલવે કર્મચારીઓમાં કુતૂહલ સર્જયુ હતું. અમરિકસિંગ પ્લેટફોર્મ તેમજ રેલવેના પાટા કૂદીને પ્લેટફોર્મ નંબર-૬ પર પહોંચ્યો હતો અને આ છેલ્લા પ્લેટફોર્મની દીવાલની રેલિંગ (લોખંડની જાળી) કૂદતા જ સામેની બાજુ ઊંડો ખાડો હોવાથી તેમા પડયો હતો. આ સાથે જ પોલીસે તેને હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

પોલીસે તેની પાસેથી રૃા.૪૭.૯૮ લાખનું ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન, એક મોબાઇલ અને રોકડ મળી કુલ રૃા.૪૮.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરિકસિંઘને પગમાં ઇજા થઇ હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં પંજાબના ભટિંડામાં રહેતા નિશાનસિંઘ પાસેથી હેરોઇનનો જથ્થો લાવ્યો  હતો તેવી કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તા.૭ના રોજ વડોદરાથી રાજસ્થાનના રિંગાસ ખાતે ગયો હતો જ્યાથી નિશાનસિંઘ પાસેથી હેરોઇન ખરીદીને ટ્રેનમાં વડોદરા આવી પ્લેટફોર્મ નંબર-૧ પર ઉતર્યો હતો. આ અંગે રેલવે પોલીસમાં ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો અમરિકસિંઘ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો છે તેમજ ડ્રાઇવિંગ પણ કરે છે.

છાણીનો સોનુ પાંચ-પાંચ ગ્રામની પડીકીઓ બનાવી છૂટકમાં વેચતો

વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલ છાણી વિસ્તારના અમરિકસિંઘ ઉર્ફે સોનુ ભટિંડાના નિશાનસિઘ પાસેથી અવારનવાર હેરોઇન લાવતો હોવાનો પર્દાફાશ થયો છે. વેચાણથી હેરોઇન લાવીને પાંચ-પાંચ ગ્રામની નાની પડીકીઓ બનાવી તેનું છૂટકમાં વેચાણ કરતો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. વડોદરામાં જ તેના અનેક ગ્રાહકો હોવાથી તે વારંવાર હેરોઇન લેવા માટે જતો હતો.

અમરિકસિંઘ સામે ફતેગંજમાં ડ્રગ્સ અને બારિયામાં દારૃનો ગુનો

વડોદરામાં ડ્રગ્સનો છૂટકમાં ધંધો કરતો અમરિકસિંઘ છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલો છે. પોલીસે જણાવ્યું હતું કે  અમરિકસિંઘ સામે વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨માં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત તેની સામે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૭માં પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub …

કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub ...

સુરતમાંથી ઝડપાયો ‘રહેમાન ડકેત’, દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાન…

સુરતમાંથી ઝડપાયો 'રહેમાન ડકેત', દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાન...

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતાને મેસેજ કરતા યુવક પર પુત્રનો કાચની બોટલથી હુમલો | Son attacks young man with glass bottle while…

માતાને મેસેજ કરતા યુવક પર પુત્રનો કાચની બોટલથી હુમલો | Son attacks young man with glass bottle while…

6 months ago
ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c…

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c…

3 weeks ago
નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

2 months ago
ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News