gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લદાખ-શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો! જાણો ગેમ ચેન્જર સાબિત થશે 14 કિમી લાંબી જોજિલા ટનલ | Zojila Tunne…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in INDIA
0 0
0
લદાખ-શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો! જાણો ગેમ ચેન્જર સાબિત થશે 14 કિમી લાંબી જોજિલા ટનલ | Zojila Tunne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Zojila Tunnel connectivity: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક મોટી સફળતા મળી છે. દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ ‘જોજિલા ટનલ’નું અંતિમ ‘બ્રેકથ્રૂ બ્લાસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રેકથ્રૂ એટલે કે ટનલની અંદરની છેલ્લી પથરાળ દીવાલને ધડાકા સાથે તોડીને આરપાર રસ્તો સાફ કરવો. આ સફળ વિસ્ફોટની સાથે જ ટનલના બંને છેડા હવે એકબીજા સાથે જોડાઈ ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદાખ વચ્ચે ભારે બરફવર્ષામાં પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવાના આરે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં શરૂઆત 

જમ્મુ-કાશ્મીરને લદાખ સાથે જોડતી આ વ્યૂહાત્મક ટનલના સફળ બ્રેકથ્રૂના અવસરે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહા પોતે હાજર રહીને આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા. આ સફળતા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરતાં લદાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિપરીત સંજોગો અને અતિશય ઊંચાઈ પર રાત-દિવસ કામ કરનારા તમામ એન્જિનિયરો અને શ્રમિકોની પ્રશંસા કરતાં કહ્યું કે, કનેક્ટિવિટીથી જ વિકાસ શક્ય બને છે અને છેલ્લા 12 વર્ષોમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે.

એશિયા જ નહીં, વિશ્વના ઇતિહાસમાં નંબર-1 બનશે આ ટનલ: નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિને ભારતીય એન્જિનિયરિંગના ઇતિહાસનો સુવર્ણ દિવસ ગણાવ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, ‘અત્યાર સુધી આપણે આને એશિયાની સૌથી લાંબી ટનલ કહી રહ્યા હતા, પરંતુ હવે આ ટનલ વિશ્વના ઇતિહાસમાં પણ નંબર-1 પર સ્થાન મેળવશે. આ લેહ અને લદાખના લોકો માટે સાચી લાઇફલાઇન છે. જ્યારે આ ટનલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં માઇનસ 4 ડિગ્રી કે તેનાથી પણ ઓછું તાપમાન હતું. આવી હાડ થીજવતી કડકતી ઠંડીમાં પણ એન્જિનિયર્સ, મજૂરો, કોન્ટ્રાક્ટરો અને ડૉક્ટરોની ટીમે અદ્ભુત મહેનત કરીને આ કમાલ કરી બતાવ્યો છે. આ ટનલ વૈશ્વિક કક્ષાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.’

સમય મર્યાદાથી 6 મહિના વહેલું કામ પૂરું: જાણો ક્યારે ખુલશે જનતા માટે?

નેશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHIDCL)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટનલનું આ બ્રેકથ્રૂ તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 6 મહિના વહેલું કરી લેવામાં આવ્યું છે. આ બ્રેકથ્રૂ બાદ હવે આગામી 7થી 8 મહિના સુધી સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલશે, જેના પછી ઈલેક્ટ્રિકલ અને અન્ય ટેકનિકલ ફિટિંગ શરૂ કરાશે. અધિકારીઓને આશા છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028 સુધીમાં આ ટનલને સામાન્ય જનતાની અવરજવર માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે.

આ પણ વાંચો: હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ

કેવી છે આ ટનલ અને તેનાથી શું ફાયદો થશે?

ભૌગોલિક ઊંચાઈ: આ ટનલ દરિયાઈ સપાટીથી 11,578 ફીટની અદ્ભુત ઊંચાઈ પર નિર્માણ પામી છે.

લંબાઈ અને કદ: મૂળ સુરંગની લંબાઈ 13.153 કિલોમીટર છે, જે 9.5 મીટર પહોળી અને 7.57 મીટર ઊંચી છે.

આકાર: આ ઘોડાની નાળ આકારની ટનલ છે, જેમાં બે લેન (Two-lane) રસ્તો બનાવવામાં આવ્યો છે.

સમયની બચત: ટનલ શરૂ થયા પછી જોજિલા પાસ પરથી પસાર થવામાં લાગતો 1થી 1.5 કલાકનો સમય ઘટીને માત્ર 15 મિનિટ રહી જશે. એટલે કે 1 કલાકથી વધુની સફર માત્ર 15 મિનિટમાં પૂરી થશે.

જોડાણ: આ ટનલ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલને લદાખના દ્રાસ જિલ્લાના મિનીમાર્ગ સાથે સીધી જોડશે.

31 કિલોમીટરનો આખો પ્રોજેક્ટ અને આધુનિક ટૅક્નોલૉજી

આ આખી પરિયોજનાની કુલ લંબાઈ 31 કિલોમીટર છે, જેમાં 18 કિલોમીટર લાંબા એપ્રોચ રોડ અને પુલ સામેલ છે. હિમાલયની અત્યંત જટિલ અને કઠિન પથરાળ સંરચનાઓને ભેદીને બનાવેલી આ મુખ્ય ટનલનું નિર્માણ મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ(MEIL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટનલના નિર્માણમાં ‘ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ'(NATM) ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. ટનલની અંદર સેમી-ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, ચોવીસ કલાક સીસીટીવી(CCTV) નજર, અદ્યતન રેડિયો સંચાર વ્યવસ્થા, પાવર કટ વગરનો અવિરત વીજ પુરવઠો અને સ્માર્ટ ટનલ (SCADA) મેનેજમેન્ટ સિસ્ટમ જેવી હાઇ-ટેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો: જયપુરમાં મોટી દુર્ઘટના ! ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 3 લોકોના મોત

દેશની સુરક્ષા અને અર્થતંત્ર માટે કેમ મહત્ત્વની છે આ ટનલ?

સામરિક(લશ્કરી) દૃષ્ટિએ આ ટનલ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારે બરફવર્ષાના કારણે દર વર્ષે શિયાળાના મહિનાઓમાં લદાખનો સંપર્ક બાકીના દેશથી તૂટી જતો હતો, જે હવે હંમેશા માટે બંધ થઈ જશે. આ ટનલ ખુલ્લી થવાથી સરહદી વિસ્તારોમાં સેનાની ત્વરિત તહેનાતી અને હથિયાર અને ખાદ્ય સામગ્રીનો પુરવઠો ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.

આ ઉપરાંત, સ્થાનિક અર્થતંત્ર માટે પણ આ આશીર્વાદરૂપ બનશે. લદાખ સુધી બારેમાસ વાહનવ્યવહાર ચાલુ રહેવાથી પ્રવાસન (ટુરિઝમ), વેપાર અને રોજગારીને મોટો વેગ મળશે. તેમજ આ સુરંગ શરૂ થવાથી શિયાળામાં પણ વસ્તુઓની આપ-લે અને વ્યાપાર અટકશે નહીં, જેનાથી આખા ક્ષેત્રની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ | tmc mp kalyan b…
INDIA

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ | tmc mp kalyan b…

June 9, 2026
જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur…
INDIA

જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur…

June 9, 2026
તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N…
INDIA

તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N…

June 9, 2026
Next Post
સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! ...

તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N…

તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N...

જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur…

જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેટિંગ ટિકિટને લઈને રેલવેનો વધુ એક નિર્ણય, હવે માત્ર 25 ટકા જ ટિકિટ થઈ શકશે બુક

વેટિંગ ટિકિટને લઈને રેલવેનો વધુ એક નિર્ણય, હવે માત્ર 25 ટકા જ ટિકિટ થઈ શકશે બુક

12 months ago
જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc…

જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc…

9 months ago
યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

2 months ago
ગાંધીનગરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે પાણી વિતરણની સમસ્યા | …

ગાંધીનગરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે પાણી વિતરણની સમસ્યા | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News