gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર |…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Appointment letters distribution Gujarat : રાજ્યના 4473 યુવાનો માટે આજનો દિવસ મહત્ત્વનો સાબિત થયો છે. સરકારી ભરતી પ્રક્રિયાની લાંબી રાહ જોયા બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે શનિવારે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના 4,473 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ મેગા ભરતી અભિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતાં એકથી બે વર્ષનો સમયગાળો લાગ્યો છે.

વર્ગ-3ની વિવિધ પોસ્ટ પર નિમણૂકો

આજે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના જુદા-જુદા વિભાગોમાં વર્ગ-3ની વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવી છે. નિમણૂક મેળવનાર ઉમેદવારો મહેસૂલ, ગૃહ, શિક્ષણ અને નાણાં વિભાગ સહિતના મહત્ત્વના વિભાગોમાં સરકારી સેવામાં જોડાશે. એક સાથે હજારો યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક મળતાં ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જાહેરાતથી લઈને નિમણૂક સુધીનો ઘણો લાંબો સમયગાળો 

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાતથી લઈને અંતિમ નિમણૂક સુધીનો સમયગાળો ઘણો લાંબો હોય છે. યુવાનો વર્ષોની મહેનત અને પ્રતીક્ષા બાદ સરકારી સેવામાં જોડાયા છે, જે તેમના માટે એક મોટી રાહત અને સિદ્ધિ છે. આ નિમણૂકો વર્ગ-3ના વિવિધ 15થી વધુ સંવર્ગો અને મહેસૂલ, ગૃહ, શિક્ષણ, અને ખાસ કરીને વન વિભાગ જેવા મહત્ત્વના વિભાગોમાં અપાઈ છે

લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર 2 - image

કઈ પોસ્ટ અને કયા વિભાગોમાં મળી નિમણૂક?

જુનિયર કલાર્ક, વર્ગ-3: આ પદ પર સૌથી મોટી સંખ્યામાં નિમણૂકો અપાઈ છે, જેમાં મહેસૂલ, કૃષિ અને સહકાર, શિક્ષણ, નર્મદા અને પાણી પુરવઠા, સામાજિક ન્યાય, ગૃહ, અન્ન અને નાગરિક પુરવઠા, કાયદા અને નાણાં વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં સૌથી મોટી સંખ્યામાં નિમણૂકો અપાઈ છે.

સિનિયર કલાર્ક: કૃષિ, નર્મદા, બંદરો અને વાહન વ્યવહાર, માર્ગ-મકાન તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ.

હેડ ક્લાર્ક: કૃષિ, બંદરો અને વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ અને પુરવઠા વિભાગ.

ઓફિસ આસિસ્ટન્ટ: સામાન્ય વહીવટ વિભાગ (GAD).

સબ રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ નિરીક્ષક: મહેસૂલ વિભાગ હેઠળ ગ્રેડ 1/2 અને વર્ગ-3ની નિમણૂકો.

હિસાબનીશ અને પેટા હિસાબનીશ: નાણા વિભાગ હેઠળ વર્ગ-3ની મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ડેપો મેનેજર / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ.

સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ: મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ગૃહપતિ અને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી જેવી પોસ્ટ માટે પણ નિમણૂક પત્રો અપાયા છે.

સર્વેયર: વન અને પર્યાવરણ વિભાગ.

હજારો ભરતી હજુ પણ પડતર

સૂત્રોની માહિતી પ્રમાણે, રાજ્યમાં વર્ગ-3ની ઘણી ભરતીઓ પરીક્ષા, પરિણામ કે દસ્તાવેજ ચકાસણીના તબક્કે લાંબા સમયથી પડતર છે. તેમ છતાં સરકાર પારદર્શકતા અને ઝડપી ભરતી પ્રક્રિયાનો દાવો કરે છે, ત્યારે રેવન્યુ તલાટી, સિનિયર સબ એડિટર-માહિતી મદદનીશ જેવી ઘણી પોસ્ટ પર ભરતી પ્રક્રિયાની કામગીરી શરુ છે. જોકે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની જગ્યા માટે હજી પણ હજારો યુવાનોને નિમણૂક પત્રો મળવાના બાકી છે. આમ છતાં, આ 4473 નિમણૂકો બાદ પણ વહીવટી તંત્રમાં ખાલી જગ્યાઓનો આંકડો મોટો છે. બીજી તરફ, ઘણા સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવાના બદલે કરાર આધારિત ભરતી કરાતી હોય છે. આ બધા વચ્ચે બાકી રહેલી ભરતીઓ ક્યારે પૂર્ણ થશે તે અંગે યુવાનોમાં આશા અને અપેક્ષા બંને જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…
GUJARAT

જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…

June 25, 2026
સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
Next Post
ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | …

ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | ...

વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી | Fire breaks out after blast in drai…

વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી | Fire breaks out after blast in drai...

વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા | Fire breaks o…

વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા | Fire breaks o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…

CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…

1 month ago
ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, CJIની વેકેશન બેન્ચ કરશે સુનાવણી | Supreme Co…

ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, CJIની વેકેશન બેન્ચ કરશે સુનાવણી | Supreme Co…

6 months ago
લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | why are the …

લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | why are the …

9 months ago
રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul…

રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News