gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લિસ્ટેડ કંપનીઓ દ્વારા મ્યુ. ફંડમાં વિક્રમી રોકાણ | Record investment in mutual funds by listed compa…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in Business
0 0
0
લિસ્ટેડ કંપનીઓ દ્વારા મ્યુ. ફંડમાં વિક્રમી રોકાણ | Record investment in mutual funds by listed compa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : લિસ્ટેડ કંપનીઓએ મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ કર્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના ડેટા અનુસાર, ૨૦૨૪-૨૫માં લિસ્ટેડ કંપનીઓને મ્યુચ્યુઅલ ફંડમાં તેમનું રોકાણ રૂ. ૩.૮ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ ૧૯૯૦-૯૧ પછીનો સૌથી વધુ આંકડો છે. બજારની અનિશ્ચિતતા, મર્યાદિત વૃદ્ધિના માર્ગો અને નીચા વ્યાજ દરો આ વધારામાં ફાળો આપતા પરિબળો હોવાનું માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું મૂલ્ય છેલ્લે ૨૦૨૦-૨૧માં ૩.૬ લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું. 

ફંડ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું કે ઘણી કંપનીઓ એવા સમયે મોટી માત્રામાં રોકડ ઘરાવે છે.  બિન-નાણાકીય કંપનીઓનું રોકડ બેલેન્સ રેકોર્ડ રૂ. ૭.૪ લાખ કરોડ છે. જે કોરોના  પહેલા જોવામાં આવેલા ૩.૪ લાખ કરોડ કરતા બમણાથી વધુ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓર્ડર બુક, ઇન્વેન્ટરી અને ક્ષમતા ઉપયોગ સર્વે અનુસાર, મોસમી ભિન્નતાઓને સમાયોજિત કર્યા પછી, માર્ચ ૨૦૨૫ સુધીમાં ક્ષમતા ઉપયોગ ૭૫.૫% હતો. જ્યારે હાલની ઉત્પાદન ક્ષમતા મોટાભાગે બિનઉપયોગી રહે છે, ત્યારે કંપનીઓ નવી ક્ષમતામાં રોકાણ કરી શકશે નહીં. 

વધારાની રોકડને કારણે રોકાણમાં વધારો કુલ સંપત્તિના ટકાવારી તરીકે મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને જોવાથી પણ સ્પષ્ટ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં તે ૩.૨% પર રહ્યો હતો. છેલ્લા બે દાયકાના ડેટા દર્શાવે છે કે આ પાછલા વર્ષો સાથે સુસંગત છે. ૨૦૧૬-૧૭ માં, જ્યારે નોટબંધી થઈ ત્યારે સૌથી વધુ સ્તર ૪.૩% હતું.

મોટાભાગના નાણાં ઇક્વિટીને બદલે સ્થિર આવકમાં રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે કંપનીઓને વળતર મેળવવાને બદલે મૂડી સાચવવાની જરૂર છે. બેંક ડિપોઝિટ પર ઓછા વ્યાજ દર પણ મ્યુચ્યુઅલ ફંડમાં ભંડોળના પ્રવાહમાં એક પરિબળ હોઈ શકે છે. જો ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા ઓછી થાય તો પણ, કંપનીઓ મજબૂત આર્થિક વૃદ્ધિ ન જુએ ત્યાં સુધી મૂડી ખર્ચ રોકી શકે છે. 

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે કોર્પોરેટ રોકાણમાં અનલિસ્ટેડ કંપનીઓ અને નાણાકીય કંપનીઓનો સમાવેશ થાય છે. આ રોકાણ હોલ્ડિંગ કંપનીઓ તરીકે રચાયેલ કોર્પોરેટ એન્ટિટીને પણ પ્રતિબિંબિત કરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં તેમનું કુલ રોકાણ રૂ. ૨૩.૬ લાખ કરોડ હતું, જે ૨૦૧૮-૧૯ના અંતે રૂ. ૯.૬ લાખ કરોડ હતું.

નાણાકીય વર્ષ ૨૦૧૯ અને નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ઇક્વિટી ફંડ્સમાં કોર્પોરેટ રોકાણ ૧૨૯% વધીને રૂ.૫.૪ લાખ કરોડ થયું હતું. આ જ સમયગાળા દરમિયાન નોન-ઇક્વિટી ફાળવણી ૧૫૨% વધીને રૂ. ૧૮.૨ લાખ કરોડ થઈ હતી. 

૨૦૨૩-૨૪માં નોન-ઇક્વિટી સંપત્તિ રૂ. ૧૦.૬ લાખ કરોડ હતી. નીચા બેંક વ્યાજ દરો મ્યુચ્યુઅલ ફંડ તરફ સ્થળાંતરનું કારણ હોઈ શકે છે, જે ઘણીવાર થોડું વધારે વળતર આપે છે. સ્થાનિક થાપણ દરોના ડેટા દર્શાવે છે કે શિડયુલ્ડ વાણિજ્યિક બેંકો જુલાઈમાં નવી થાપણો પર ૫.૬૧ ટકાનો દર ઓફર કરી રહી હતી, જે ૩૩ મહિનામાં સૌથી નીચો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
અમેરિકાની અમાનવીયતા: 30 વર્ષ બાદ 73 વર્ષીય ભારતીય મહિલાને હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા | no bed…

અમેરિકાની અમાનવીયતા: 30 વર્ષ બાદ 73 વર્ષીય ભારતીય મહિલાને હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા | no bed...

સુરેન્દ્રનગરમાં પેન્શનધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ | Outrage over pending issues of …

સુરેન્દ્રનગરમાં પેન્શનધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ | Outrage over pending issues of ...

મુંબઈ ચાંદી રૂ. 1,41,000ની વિક્રમી સપાટીએ પહોંચી : સોનામાં ટકેલ ટોન | Mumbai Silver hits record high…

મુંબઈ ચાંદી રૂ. 1,41,000ની વિક્રમી સપાટીએ પહોંચી : સોનામાં ટકેલ ટોન | Mumbai Silver hits record high...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

6 months ago
સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

5 months ago
રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

2 months ago
સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News