gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કાયદામાં કેન્દ્રના સુધારા સામે અનેક શહેરોમાં રેલી-ધરણા પ્રદર્શનો | Rallies sit ins held in seve…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
વક્ફ કાયદામાં કેન્દ્રના સુધારા સામે અનેક શહેરોમાં રેલી-ધરણા પ્રદર્શનો | Rallies sit ins held in seve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમો રસ્તા પર ઉતર્યા

– હાથે કાળી પટ્ટી અને પોસ્ટરો સાથે વિરોધ, નીતીશ કુમારની પણ ટિકા કરી, મુસ્લિમ રાજકીય નેતાઓ પણ જોડાયા

– શ્રીનગર, મુંબઇ, હૈદરાબાદ, ઇમ્ફાલ, કોલકાતા, જયપુર, પટણામાં વિરોધની વધુ અસર, અન્ય શહેરોમાં શાંતિ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેને સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી મળી ગઇ છે અને અમલની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં હવે આ વક્ફ કાયદામાં સુધારાને લઇને વિરોધ વંટોળ ફૂંકાઇ રહ્યો છે. શુક્રવારે નમાઝ બાદ અનેક શહેરોમાં વક્ફ કાયદાના સુધારા સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં ખાસ કરીને મુંબઇ, કોલકાતા, પટણા, લખનઉ, જયપુર વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરોમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અમે વક્ફ બિલ નકારીએ છીએના પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા. 

કોલકાતામાં અલિયાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા, તેમના હાથોમાં મોટા બેનરો હતા જેના પર લખ્યું હતું કે અમે વક્ફ કાયદામાં સુધારાનો આકરો વિરોધ કરીએ છીએ. બંધારણીય અધિકારોથી વંચિત ના રાખી શકાય. બંગાળમાં સિલિગુડીમાં પણ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. લખનઉ, જયપુર, પટણા વગેરે શહેરોમાં મુસ્લિમ નેતાઓએ રેલી કાઢી હતી જેમાં અનેક લોકો જોડાયા હતા. આ નેતાઓએ દાવો કર્યો હતો કે જો વક્ફ કાયદામાં કરાયેલો સુધારો પરત લેવામાં ના આવ્યો તો અમે આમરણાંત ઉપવાસ કરીશું. 

મુંબઇમાં ચિશ્તી હિન્દુસ્તાની મસ્જિદ બહાર લોકો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. જ્યારે અનેક મુસ્લિમોએ નમાઝ દરમિયાન હાથે કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મુંબઇના વિરોધ પ્રદર્શનોમાં એઆઇએમઆઇએમના નેતા વારીસ પઠાણ અને અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ સુત્રોચ્ચાર કરવાનું ટાળ્યું હતું પરંતુ હાથમાં પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ જ પ્રકારના ધરણા પ્રદર્શન શ્રીનગરમાં જોવા મળ્યા હતા. શ્રીનગરમાં પીડીપી દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે કાયદામાં કરાયેલો સુધારો મુસ્લિમોને સ્વીકાર્ય નથી કેમ કે તેનાથી મુસ્લિમોને નુકસાન થઇ રહ્યું છે. 

હિંસાગ્રસ્ત મણિપુરમાં ઇમ્ફાલમાં અનેક મુસ્લિમો રસ્તા પર ઉતર્યા હતા, અને તાત્કાલીક કાયદામાં કરાયેલા સુધારાને રદ કરવાની માગણી કરી હતી. તેલંગાણામાં હૈદરાબાદમાં મક્કાહ મસ્જિદ પાસે શુક્રવારની નમાઝ બાદ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. જ્યારે દારુલશિફામાં જામા મસ્જિદ પાસે પણ મુસ્લિમોએ ધરણા કર્યા હતા. મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જયપુર, બિહારના પટણામાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા, કેટલાક પોસ્ટરોમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની ટિકા કરવામાં આવી હતી, નિતિશ કુમારના જદ(યુ)એ આ બિલને ટેકો આપ્યો હતો. જ્યારે કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનની કોઇ અસર નહોતી જોવા મળી. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં સુધારા સામે ૧૦થી વધુ અરજીઓ થઇ છે. જેની ૧૬મી એપ્રીલે સુનાવણી કરવામાં આવી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સૌથી પહેલા વિરોધની શરૂઆત થઇ હતી, અહીંયા તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મુસ્લિમ સંગઠનો દ્વારા ઘણા દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. એવામાં હવે તૃણમુલ કોંગ્રેસના નેતા અને મંત્રી સિદ્દીકુલ્લા ચૌધરીએ કોલકાતાના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત-એ-ઉલેમા હિંદની વિશાળ રેલીને સંબોધી હતી અને કહ્યું હતું કે જો અમે ઇચ્છીએ તો ચક્કાજામ કરીને કોલકાતાને ઠપ કરી શકીએ છીએ, સરળતાથી ૫૦ જગ્યાએ બે હજાર લોકોને એકઠા કરીને ટ્રાફિક જામ કરાવી શકીએ. અમે અત્યાર સુધી એવુ કઇ નથી કર્યું, પરંતુ આવુ કરવાનું અમારુ આયોજન જરૂર છે. અમારી રણનીતિ જિલ્લાઓથી શરૂઆત કરવાની છે. બાદમાં કોલકાતામાં ૫૦ જગ્યાએ ૧૦-૧૦ હજાર લોકોને તૈનાત કરીશું. જેમણે કઇ નથી કરવું તેઓ આવશે, બેઠસે, મમરા, ગોળ અને મીઠાઇ ખાશે. જોકે આ નિવેદનના વીડિયોને બાદમાં ભાજપના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર વહેતો કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…
INDIA

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

May 23, 2026
પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…
INDIA

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

May 23, 2026
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…
INDIA

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

May 23, 2026
Next Post
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu...

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni...

સ્કોલરશિપ માટે આવક મર્યાદા પાંચ લાખ કરી છતાં માત્ર 1561 ફોર્મ ભરાયા | date extend for application of…

સ્કોલરશિપ માટે આવક મર્યાદા પાંચ લાખ કરી છતાં માત્ર 1561 ફોર્મ ભરાયા | date extend for application of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

8 months ago
VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગની છત ધરાશાયી, અનેક શ્રમિકો દબાયા | There I…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગની છત ધરાશાયી, અનેક શ્રમિકો દબાયા | There I…

10 months ago
વિપક્ષની ‘વોટર અધિકાર યાત્રા’માં દુર્ઘટના, રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી | nawada rahul…

વિપક્ષની ‘વોટર અધિકાર યાત્રા’માં દુર્ઘટના, રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી | nawada rahul…

9 months ago
સુરત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓમાંથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરમાં સમાવવા માટેની ભરતી પ્રક્રિયા …

સુરત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓમાંથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરમાં સમાવવા માટેની ભરતી પ્રક્રિયા …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News