gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Martyr Funeral Ceremony :
રાજસ્થાનના બિકાનેર નજીક ગત 2જી નવેમ્બરે ચાલુ ટ્રેનમાં ઘાતકી હત્યાનો ભોગ બનેલા વડગામના સેનાના જવાન જિજ્ઞેશ ચૌધરીના પાર્થિવ દેહને આજે તેમના માદરે વતન બનાસકાંઠા જિલ્લાના વડગામના મોટી ગીડાસણ ખાતે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે આખો પંથક હીબકે ચઢ્યો હતો. આજે તેમના પાર્થિવ દેહને વતન લવાતા છાપી ગામથી તેમના વતન મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રા યોજાઈ હતી. આ અંતિમ યાત્રામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય 2 - image

બનાસકાંઠા જિલ્લાના વડગામના મોટી ગીડાસણ ખાતે શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ વિદાય વખતે પરિવારજનોના ભારે આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારના કલ્પાંતથી ત્યાં હાજર સૌકોઈની આંખો છલકાઈ હતી. સમગ્ર પંથકમાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ છવાયો હતો.
વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય 3 - image

અંતિમ યાત્રામાં હાજર લોકોએ આક્રોશ સાથે હત્યારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક સજા આપવાની માગ કરી હતી. લોકોએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે, શહીદ જવાન જીગર ચૌધરી છેલ્લાં 12 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા અને તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં તૈનાત હતા. રવિવારે રજા મળ્યા બાદ તેઓ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની હતી.
વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય 4 - image

શું હતી ઘટના? 

બનાસકાંઠા જિલ્લાના વડગામના મોટી ગીડાસણના રહેવાસી જવાન જીગર ચૌધરી સાબરમતી એક્સપ્રેસમાં વતન આવી રહ્યા હતા. ત્યારે કોચમાં વિવાદ દરમિયાન કોચ એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યો હતો. લુંકરનસર અને બિકાનેર વચ્ચે ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકને તાત્કાલિક પીબીએમ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય 5 - image

કોચ એટેન્ડન્ટની ધરપકડ

જીઆરપી સીઆઈ આનંદ ગિલાએ જણાવ્યું હતું કે ‘આ ઘટના બીજી નવેમ્બરે બની હતી. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ ગુજરાતથી સાબરમતી ટ્રેનમાં બની હતી, જે લોંકણ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. ગુજરાતના રહેવાસી સૈનિક જીગર કુમાર અને કોચ એટેન્ડન્ટ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ, એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યો, જેના પરિણામે તેનું મોત નિપજ્યું. આ મામલે  એટેન્ડન્ટની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
‘હવે તો કંઇક કરવું પડશે..’ મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev…

'હવે તો કંઇક કરવું પડશે..' મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev...

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an...

‘રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે’, વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ | BJP Counters Ra…

'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ | BJP Counters Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

1 year ago
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477…

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477…

9 months ago
દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો | A gathering of devotees at …

દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો | A gathering of devotees at …

11 months ago
તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News