gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganeshotsav 2025 : કેન્દ્ર સરકારની દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત તરસાલી શરદનગરની પરિશ્રમ સખી મંડળની બહેનોએ સરકારી યોજનાનો લાભ લઈ તેમાં આજીવિકા મેળવી છે. જે અંતર્ગત બહેનોએ છાણા, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી તૈયાર કરેલી 250થી વધુ મૂર્તિઓને વેચીને કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં આ બહેનોએ અંદાજે 450 જેટલી મૂર્તિઓનું વેચાણ કરી સરકારની યોજનાનો સફળ લાભ લીધો છે. 

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ મહિલાઓને પગભર થવાના હેતુસર એનયુએલએમ યોજના હેઠળ 10 બહેનોનું પરિશ્રમ સખીમંડળ બનાવી તેઓને બચત કરતા શીખવે છે. આ સાથે સરકાર મંડળને રૂ.10,000 રિવોલ્વિંગ ફંડ એટલે કે નાણાં પરત નહીં આપવા સાથે યોજના હેઠળ ઉપયોગમાં આપતી હોય છે. જે અંતર્ગત વિવિધ સખી મંડળો પોતાની આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરતી હોય છે અને પગભર થતી હોય છે. તરસાલીના શરદનગરની પરિશ્રમ સખી મંડળની બહેનો દ્વારા વર્ષ 2022થી સરકારની યોજનાનો લાભ લેવા સાથે ગણેશજીની મૂર્તિઓ બનાવી તેને વિવિધ શહેરો અને અન્ય રાજ્યમાં તે વેચી આવક ઊભી કરી છે. જે એમની એક મોટી સફળતા છે. સખી મંડળની બહેનોએ શાકભાજી, પાંદડામાંથી ખાતર બનાવે છે અને એ ખાતરનો ઉપયોગ કરીને ગણેશજીની વિવિધ આકારની પ્રતિમા બનાવવામાં આવી છે. ગણેશજીની મૂર્તિ 6 ઇંચથી 12 ઇંચ સુધીની પ્રતિમા તૈયાર કરવામાં આવતી હોય છે.

જેની કિંમત રૂપિયા 600થી 1200 નક્કી કરવામાં આવી છે. સખી મંડળની બહેનોએ વર્ષ 2022માં 30, વર્ષ 2023માં 65, વર્ષ 2024માં 100 અને ચાલુ વર્ષ 2025માં અંદાજે 250થી વધુ ગણેશજીની મૂર્તિઓ બનાવીને એનું વડોદરા અને વડોદરા શહેર ઉપરાંત અન્ય રાજ્ય સુધી તેનું વેચાણ કરી પગભર થવામાં સફળતા મેળવી છે. મંડળના પ્રમુખ કનુબેને જણાવ્યું કે, બહેનોએ પર્યાવરણની સુરક્ષા સાથે રોજગારીની પહેલ અંતર્ગત સરકારની યોજનાને સફળ પણ બનાવી છે અને મૂર્તિના વેચાણ થકી અત્યાર સુધી અંદાજે રૂપિયા 40,000 જેટલી આવક મેળવી પોતે પગભર થઈ છે.

ગણેશજીની મૂર્તિનું કુંડામાં વિસર્જન કરવા સાથે છોડ ઉગશે 

તરસાલી શરદ નગર સ્થિત પરિશ્રમ સખી મંડળની બહેનોએ ગણેશજીની જે મૂર્તિ બનાવી છે તે સંપૂર્ણ ઓર્ગેનિક છે અને ગણેશજીની મૂર્તિના હાથમાં જે લાડુ મૂકવામાં આવ્યો છે તેમાં એક બીજ છે. આ પ્રતિમાને તળાવમાં વિસર્જન કરવાની કોઈ જરૂરત નથી. ભક્ત જ્યારે પ્રતિમાને કુંડામાં વિસર્જિત કરે છે તો થોડા સમય બાદ આપોઆપ એ બીજ રોપા અને ત્યારબાદ છોડમાં રૂપાંતરિત થઈ જશે. આમ પર્યાવરણની જાળવણીનો એક સુંદર સંદેશ પણ નાગરિકોને મળવા સાથે પર્યાવરણને થતું મોટું નુકસાન અટકાવી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

April 5, 2026
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…
GUJARAT

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

April 5, 2026
Next Post
સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou...

બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ …

બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ ...

અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી | Engine Gli…

અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી | Engine Gli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેસરભૂમિ  કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ  પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ

કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ

11 months ago
અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત |…

અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત |…

8 months ago
સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

4 days ago
સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News