gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી ₹1.59 કરોડ પડાવ…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી ₹1.59 કરોડ પડાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber fraud in Vadodara: શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. વડોદરાના વાસણા રોડ પર હરીનગર ખાતે રહેતા એક ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારીને સીબીઆઈ (CBI), પોલીસ અને કોર્ટના જજનો ડર બતાવી સાયબર ઠગોએ સતત 18 દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) કરી રાખ્યા હતા. આ સમય દરમિયાન વેરિફિકેશનના બહાને નિવૃત્ત અધિકારી પાસેથી આશરે ₹1.59 કરોડની માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ સાયબર સેલ મથકે નોંધાઈ છે.

ફોન કોલથી શરૂ થઈ ઠગાઈની જાળ

ભોગ બનનાર અતુલ કાશીદેવે પોલીસને જણાવ્યું કે, ગત 10મી માર્ચે તેમના મોબાઈલ પર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) માંથી માનવ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાંથી તમારા નામે ઇસ્યુ થયેલા સીમકાર્ડનો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઉપયોગ થઈ રહ્યો છે, જેથી તમારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઇન્દ્રજીત રાણા પાસેથી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે. જ્યારે અતુલભાઈએ ઇન્દ્રજીત સાથે વાત કરી ત્યારે તેણે ડરાવી-ધમકાવીને તેમના અન્ય બેંક ખાતાની વિગતો મેળવી લીધી હતી.

₹538 કરોડના ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો ખોટો આરોપ

ત્યારબાદ આ કેસમાં સીબીઆઈ (CBI) ના નામે વિજય પ્રકાશ નામના વ્યક્તિની એન્ટ્રી થઈ હતી. તેણે અતુલભાઈને ધમકાવતા કહ્યું કે, નરેશ રોયલ નામના ગુનેગારે તમારા નામે બેંક એકાઉન્ટ ખોલાવીને ₹538 કરોડના ગેરકાયદે વ્યવહારો કર્યા છે અને અલગ-અલગ 242 બેંક ખાતા ખોલ્યા છે. આ કૌભાંડમાં કમિશન પેટે તમને પણ ₹25 લાખ મળ્યા છે.

7 વર્ષની સજા અને સામાજિક આબરૂની ધમકી

ઠગોએ સ્કાઇપ કે વીડિયો કોલ મારફતે અતુલભાઈને નકલી એફઆઈઆર (FIR), સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટની બોગસ નોટિસો મોકલી હતી. તેમણે ધમકી આપી હતી કે જો તેઓ સહકાર નહીં આપે તો તેમને 7 વર્ષની જેલ થશે અને સમાજમાં તેમની આબરૂ ધૂળમાં મળી જશે. કોર્ટ કાર્યવાહી અને પ્રોપર્ટી ઇન્સ્પેક્શનના નામે તેમને ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી દેવાયા હતા.

બારી-બારણાં બંધ રાખવા અને દર 2 કલાકે હાજરીનો આદેશ

ઠગોએ અતુલભાઈ પર પૂરતો સાયકોલોજિકલ પ્રેશર બનાવ્યો હતો. તેમને ઘરના બારી-બારણાં બંધ રાખવા, પત્નીને પણ સાથે બેસાડી રાખવા અને કામવાળી કે અન્ય કોઈ પણ સગા-સંબંધીને આ અંગે વાત ન કરવા કડક સૂચના આપી હતી. એટલું જ નહીં, દર બે કલાકે વીડિયો કોલ કરીને પોતાની હાજરી પુરાવવાનો પણ આદેશ આપ્યો હતો. ડરના માર્યા નિવૃત્ત અધિકારીએ પોતાની તમામ બેંક એફડી (FD) અને સેવિંગ્સ એકાઉન્ટમાંથી કુલ ₹1.59 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.

દીકરીની સતર્કતાથી બાકીના પૈસા બચ્યા

જ્યારે અતુલભાઈ વધુ રકમ ઉપાડવા અને એફડી તોડવા બેંક પહોંચ્યા, ત્યારે બેંક સત્તાવાળાઓને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક અતુલભાઈની પુત્રીને આ શંકાસ્પદ વ્યવહારોની જાણ કરી. પુત્રીએ જ્યારે પિતાને ફોન કર્યો ત્યારે પિતાએ પોતે ડિજિટલ એરેસ્ટ હોવાનું જણાવ્યું હતું. પુત્રી તરત જ સમજી ગઈ કે આ એક મોટું ફ્રોડ છે અને તેણે તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. સાયબર સેલની ત્વરિત કાર્યવાહીને કારણે બેંક એકાઉન્ટ હોલ્ડ થતાં કોર્ટ મારફતે ₹11.36 લાખ પરત મેળવવામાં સફળતા મળી છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષ…
GUJARAT

જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષ…

June 12, 2026
અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA-પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા…
GUJARAT

અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA-પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા…

June 12, 2026
હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો | Ahmedab…
GUJARAT

હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો | Ahmedab…

June 12, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, NOC મળ્યું | Ahmedabad…

અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, NOC મળ્યું | Ahmedabad...

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB...

વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા | 4 Rounds …

વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા | 4 Rounds ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : 9 દીવસ…

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : 9 દીવસ…

4 months ago
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

4 months ago
અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

12 months ago
પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News