gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા | Vadodara…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા | Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MLA Yogesh Patel Passes Away: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. મહત્વનું છે કે ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થતાં ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે. આ પહેલા 6 માર્ચે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં વિધાનસભા ખંડિત થઈ હતી બાદમાં પેટા ચૂંટણીમાં તેમના દીકરાની જીત થઈ હતી.

વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા 2 - image

મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા

તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે.

સરકાર અને તંત્ર સમક્ષ પણ બાંયો ચઢાવી રજૂઆત કરતા

યોગેશભાઈ પટેલ રાજ્યના એવા વિરલ રાજકારણીઓમાં સ્થાન ધરાવતા હતા, જેમણે સતત આઠ વખત વિધાનસભાની ચૂંટણી જીતી લોકોનો અતૂટ વિશ્વાસ મેળવ્યો હતો. માંજલપુર વિસ્તાર સહિત સમગ્ર વડોદરામાં તેમની લોકપ્રિયતા અને જનસંપર્ક તેમને અન્ય નેતાઓથી અલગ ઓળખ અપાવતા હતા. સરકારમાં અને સત્તાધારી પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હોવા છતાં તેઓ પ્રજાના પ્રશ્નોને લઈને અનેક વખત ખુલીને અવાજ ઉઠાવતા હતા. લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તેઓ સરકાર અને તંત્ર સમક્ષ પણ બાંયો ચઢાવી રજૂઆત કરતા હતા, જેના કારણે તેઓ સામાન્ય નાગરિકોમાં લોકલાડીલા નેતા તરીકે ઓળખાતા હતા.

“શિવજી કી સવારી”ની પરંપરાની શરૂઆત કરાવી

યોગેશભાઈ પટેલે વડોદરાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શહેરના સુરસાગર તળાવમાં ભવ્ય સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણ પાછળ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આજે આ પ્રતિમા માત્ર વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આગવી ઓળખ બની છે. તેમણે વડોદરામાં “શિવજી કી સવારી”ની પરંપરાની શરૂઆત કરી હતી, જે વર્ષો દરમિયાન એક વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે વિકસી છે. હજારો શ્રદ્ધાળુઓને જોડતા આ આયોજનથી શહેરમાં ધાર્મિક એકતા અને ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાતું રહ્યું છે.

સરકારના નર્મદા નિગમના મંત્રી તરીકે સેવા આપી

વડોદરાના પ્રસિદ્ધ બડા ગણેશ મંદિર અને જાગનાથ મહાદેવ મંદિરના વિકાસ કાર્યોમાં પણ યોગેશભાઈ પટેલનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ધાર્મિક સ્થળોના આધુનિકીકરણ અને સુવિધાઓના વિકાસ માટે તેમણે સતત પ્રયત્નો કર્યા હતા. યોગેશભાઈ પટેલ રાજ્ય સરકારમાં નર્મદા નિગમના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. જાહેર જીવનમાં તેમણે વિવિધ હોદ્દાઓ પર રહી વિકાસલક્ષી કાર્યોને પ્રાધાન્ય આપ્યું હતું. તેમની રાજકીય કારકિર્દી માત્ર સત્તા સુધી મર્યાદિત રહી ન હતી, પરંતુ લોકસેવા અને વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા તેમની ઓળખ બની હતી.

આ પણ વાંચો: ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો

યોગેશભાઈ પટેલના નિધનથી વડોદરા શહેરે એક અનુભવી, લોકપ્રિય અને કાર્યકર નેતાને ગુમાવ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો અને સામાન્ય નાગરિકોએ તેમના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના જીવનનો પ્રવાસ જનસેવા, વિકાસ અને ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાનો સાક્ષી રહ્યો છે. તેમના નિધનથી સર્જાયેલી ખોટ લાંબા સમય સુધી અનુભવી શકાશે. યોગેશભાઈ પટેલની સેવાઓ અને યોગદાન વડોદરાના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.

ધારાસભ્ય યોગેશ પટેલ 8 વખત ધારાસભ્ય બન્યા

-1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા 

-1995માં તેઓ ભાજપમાં જોડાયા

-રાવપુરા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા

-માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા

-કુલ તેઓ 8 વખત ધારાસભ્ય બન્યા હતા

-કાકાના હુલામણા નામે ઓળખાતા હતા

-રૂપાણીની સરકારમાં રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી રહી ચૂક્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
મે મહિનાની ગુજરાતની જીએસટીની આવક ૧૬ ટકા વધી ૭૨૬૨ કરોડ થઈ | gst

મે મહિનાની ગુજરાતની જીએસટીની આવક ૧૬ ટકા વધી ૭૨૬૨ કરોડ થઈ | gst

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative...

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: બસ બની ગઈ ‘હરતી-ફરતી શાળા’, ગરીબ બાળકો માટે બની આશાનું કિરણ, 5 વર્ષથી ઘડાઈ રહ્યું છે ભવિષ્ય …

અમરેલી: બસ બની ગઈ ‘હરતી-ફરતી શાળા’, ગરીબ બાળકો માટે બની આશાનું કિરણ, 5 વર્ષથી ઘડાઈ રહ્યું છે ભવિષ્ય …

6 months ago
ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | Lack of …

ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | Lack of …

11 months ago
સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

10 months ago
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News