![]()
વડોદરા,વડોદરા હાલોલ રોડ પર ત્રણ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે રહેતા સુરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (ઉં.વ.૬૭) તથા તેમના પત્ની ગત ૧૦ મી તારીખે ટુ વ્હિલર લઇને વડોદરાથી કાલોલ આવતા હતા. તે સમયે વડોદરા હાલોલ રોડ પર મછલીપુરા ગામ પાસે એક કાર ચાલક તેઓને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.સુરેન્દ્રસિંહને કપાળ, છાતીના ભાગે ઇજા થતા બેભાન થઇ ગયા હતા. જ્યારે તેમના પત્ની ભીખીબેનને પણ ઇજા થઇ હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન સુરેન્દ્રસિંહનું મોત થયું હતું.જરોદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










