gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી

G METRO NEWS by G METRO NEWS
October 3, 2026
in GUJARAT
0 0
0
વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સિહોરના ચીફ ઓફિસર અને વલભીપુરના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શુકલ સાહેબે સ્થળ મુલાકાત લીધી

વલભીપુર નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયોની દયનીય સ્થિતિ અંગે અલગ-અલગ માધ્યમોમાં સમાચારો પ્રસિદ્ધ થયા બાદ સિહોરના ચીફ ઓફિસર તથા વલભીપુર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શુકલ સાહેબે સ્થળ પર મુલાકાત લીધી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન નગરપાલિકા સંચાલિત શૌચાલયમાં મહિલાઓ માટેના શૌચાલયના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ શૌચાલયમાં ભારે દુર્ગંધ અને ગટરની સમસ્યા પણ જોવા મળી હતી.

આ સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લઈ શુકલ સાહેબે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક આદેશ આપ્યો હતો કે શૌચાલયના તમામ બારણાં સહિત જરૂરી મરામતકામ ઝડપથી પૂર્ણ કરી તેને વ્યવસ્થિત અને ઉપયોગલાયક બનાવવામાં આવે. તેમજ ગટરની સમસ્યાના નિરાકરણ માટે જેટી મશીન દ્વારા ગટર સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી.

સેનિટરી ઇન્સ્પેક્ટરને સૂચના આપતા શુકલ સાહેબે જણાવ્યું હતું કે, “લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલી જાહેર વ્યવસ્થા આવી દયનીય હાલતમાં હોય તે કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો શૌચાલયની સુવિધા માટે ક્યાં જશે? તેથી ઝડપથી આ શૌચાલયની મરામત કરાવી તેને કાર્યરત કરવામાં આવે.”

દરમિયાન સામાજિક કાર્યકર મનજીભાઈ સાગઠીયા તેમજ ચીફ ઓફિસર શુકલ સાહેબ અને સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા શૌચાલયની અગાસી પર ચડીને સ્થળની તપાસ કરવામાં આવી હતી. અગાસી પર તપાસ દરમિયાન દારૂની બોટલો તેમજ દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી.

આ દૃશ્ય સામે આવ્યા બાદ સવાલ ઉઠ્યો હતો કે આ શૌચાલય છે કે દારૂનો અડ્ડો? જાહેર સુવિધા માટે બનાવવામાં આવેલા સ્થળનો દારૂ પીવા માટે ઉપયોગ થતો હોય તો તે ગંભીર બાબત હોવાનું પણ સામે આવ્યું હતું.

આ બાબતને ધ્યાનમાં લઈ ચીફ ઓફિસર શુકલ સાહેબે સેનિટરી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક સૂચના આપી હતી કે શૌચાલયની ઉપર જવાના દાદર પર ઝડપથી પતરાનું બેરીકેટિંગ કરવામાં આવે, જેથી દારૂ પીવા માટે અસામાજિક તત્વો આ જગ્યાનો ઉપયોગ ન કરી શકે અને શૌચાલયની સ્વચ્છતા પણ જળવાઈ રહે.

આ ઉપરાંત શુકલ સાહેબે જણાવ્યું હતું કે શૌચાલયની બહારની બાજુ આવેલી મામલતદાર કચેરીની દિવાલ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. CCTV કેમેરાની મદદથી શૌચાલયની આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

શુકલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે શૌચાલયની અંદર દારૂની પોટલીઓ ફેંકીને જતા રહેતા લોકો અંગે હવે CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે અને દારૂ પીવા માટે શૌચાલયનો ઉપયોગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન સ્થાનિક સામાજિક કાર્યકર મનજીભાઈ સાગઠીયાએ શુકલ સાહેબ સાથે વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વોર્ડના અનેક પ્રશ્નો અંગે સ્થળ પર રજૂઆત કરી હતી. મનજીભાઈ સાગઠીયાએ વિવિધ વિસ્તારોની સમસ્યાઓ અંગે ચીફ ઓફિસરનું ધ્યાન દોર્યું હતું.

શુકલ સાહેબે સ્થળ પર જઈને ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક પરિસ્થિતિ નિહાળી લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

શુકલ સાહેબના આ અભિગમ બદલ સામાજિક કાર્યકર મનજીભાઈ સાગઠીયાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સરકાર સમક્ષ માંગણી કરી હતી કે આવી રીતે ગ્રાઉન્ડ લેવલે જઈને લોકોની સમસ્યાઓ સાંભળતા અને તેના નિરાકરણ માટે તત્પર રહેતા શુકલ સાહેબ જેવા ચીફ ઓફિસરની વલભીપુર નગરપાલિકામાં કાયમી નિમણૂક કરવામાં આવે.

ચીફ ઓફિસર શુકલ સાહેબ દ્વારા સ્થળ પર જઈને નાગરિકોના પ્રશ્નો સાંભળવા, શૌચાલયની વાસ્તવિક સ્થિતિની તપાસ કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાના અભિગમ બદલ મનજીભાઈ સાગઠીયાએ શુકલ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

October 3, 2026
बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Next Post
शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

1 year ago
ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

1 year ago
અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

8 months ago
લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું | La Nina effect: Temperatures dr…

લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું | La Nina effect: Temperatures dr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News