
– ચૂંટણી અને મતદાર વેરિફિકેશન બન્ને સાથે ના થઇ શકે : કેરળની દલીલ
– કેરળ સરકાર ઉપરાંત ડીએમકે, સીપીઆઇ(એમ), ટીએમસીના નેતાઓની અરજી પર પણ સુપ્રીમે જવાબ માગ્યો
નવી દિલ્હી : બિહાર બાદ દેશના અન્ય રાજ્યોમાં શરૂ થયેલ એસઆઇઆર એટલે કે મતદાર વેરિફિકેશન પ્રક્રિયા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ હતી, કેરળ સરકાર દ્વારા પણ આવી જ માગણી કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. આ સાથે જ અન્ય રાજ્યો દ્વારા એસઆઇઆર વિરુદ્ધ કરાયેલી અરજીઓની સુનાવણી માટે પણ સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત, એસએનવી ભટ્ટી અને જોયમાલ્યા બાગ્ચીની બેંચે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે.










