gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વના બજારોમાં અનિશ્ચિતતા, ઉથલપાથલ અને અરાજકતા | Uncertainty turmoil and chaos in world markets

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in Business
0 0
0
વિશ્વના બજારોમાં અનિશ્ચિતતા, ઉથલપાથલ અને અરાજકતા | Uncertainty turmoil and chaos in world markets
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વના બજારોને અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા વચ્ચે ફસાવી દીધું છે.

ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને  ઘટાડી ૩ ટકાથી નીચે કર્યો  છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે.

શેરબજારોની વાત કરીએ તો  વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક S&P ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. 

અમેરિકાના મિશિગન યુનિવર્સિટીના ગ્રાહક ભાવના સર્વે – ૫૨ પર છે, જે ડિસેમ્બરના સ્તર ૭૪ કરતા ઘણો નીચે છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના ૧૦૦ દિવસ નજીક આવી રહ્યા છે, તેમ તેમ તેમણે અત્યાર સુધી જે કર્યું છે તેના પર અમેરિકનોના મંતવ્યો ખૂબ જ નકારાત્મક બન્યા છે.

અમેરિકી શેરબજારનો ડાઉ જોન્સ રોલરકોસ્ટર પર છે. ટેરિફની જાહેરાત સાથે તે નીચે ગયો, ૯૦-દિવસના વિલંબના સમાચાર સાથે તે વધ્યો, અને વધતા જતા વૈશ્વિક વેપાર યુદ્ધના હેડલાઇન્સ સાથે તેમાં પ્રચંડ વોલાટાલિટી જોવા મળી છે. 

કોરોનાવાયરસ પછી બજારોએ સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડયો અને બોન્ડ માર્કેટમાં પણ  ઐતિહાસિક ગભરાટ જોવા મળ્યો હતો. વૈશ્વિક રોકાણકારો યુએસ શેરબજારમાંથી અભૂતપૂર્વ દરે નાણાં ખેંચી રહ્યા છે. તેઓ યુએસ ટ્રેઝરી પણ વેચી રહ્યા છે, જેણે દાયકાઓમાં તેમના સૌથી ખરાબ પતનમાંથી એકનો સામનો કર્યો હતો અને ઇક્વિટી મૂલ્યાંકન પર દબાણ ઉમેર્યું હતું.

ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. યુરોપનો STOXX ૬૦૦, જે વર્ષોથી યુએસ બજારથી પાછળ રહ્યો હતો, તે ૧% ઘટયો છે, જ્યારે વૈશ્વિક વેપાર યુદ્ધનો સૌથી વધુ ભોગ બનેલા ચાઇનીઝ બ્લુ ચિપ્સ, ફક્ત ૧.૨% ઘટયા છે. 

ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.

અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની

જેપી મોર્ગન અને ગોલ્ડમેન  જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.

સોનામાં ચળકાટ અન્યમાં ઝાંખપ

–

જાન્યુઆરી

એપ્રિલ

યુએસ બોન્ડ

૪.૬૩

૪.૨૪

યીલ્ડ (ટકામાં)

–

–

ડાઊજોન્સ

૪૩૪૮૮

૪૦૧૧૩

(પોઇન્ટ)

–

–

ડોલર ઇન્ડેક્સ

૧૦૯.૩૫

૯૯.૪૭

સોનું

–

–

(ડોલરમાં)

૨૭૦૩

૩૩૨૫

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…
Business

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…

April 21, 2026
ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …
Business

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

April 21, 2026
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…
Business

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

April 21, 2026
Next Post
ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી | Indian government blocks 16 Pakistani YouTube c…

ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી | Indian government blocks 16 Pakistani YouTube c...

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot...

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

1 year ago
કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

9 months ago
કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

7 months ago
પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News