gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃક્ષારોપણના તાયફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનો સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય કોંક્…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
વૃક્ષારોપણના તાયફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનો સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય કોંક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2.36 Lakh Trees Cut Down in 5 Years, Gujarat: ગુજરાતમાં વિકાસના નામે કુદરતનો ભોગ લેવાની સરકારી મંજૂરીઓ હવે ચિંતાજનક સપાટીએ પહોંચી ગઈ છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના તાજેતરના ખુલાસાએ રાજ્ય સરકારની પર્યાવરણપ્રેમી છબીના લીરેલીરા ઉડાડી દીધા છે. સરકારી આંકડાઓ જ સાક્ષી પૂર છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2.36 લાખથી વધુ લીલાછમ અને ઘટાદાર વૃક્ષોને જમીનદોસ્ત કરાયાં છે. એટલું જ નહીં, પર્યાવરણ દીન ઉજવવા તૈયારી કરાઈ છે પણ ગુજરાતમાં 1313.39 હેક્ટર જંગલની જમીન અન્ય હેતુ માટે પધરાવી દેવાઈ છે.

જંગલની જમીન અન્ય હેતુમાં પધરાવી દેવાઈ

એક બાજુ, વન અને પર્યાવરણ વિભાગ દર વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ કે ‘વન મહોત્સવ’ જેવા સરકારી તાયફાઓ પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે. મંત્રીઓ અને અધિકારીઓ હાથમાં છોડ પકડીને ફોટો સેશન કરાવે છે અને જનજાગૃતિના મોટા-મોટા બણગાં ફૂંકે છે. સરકારી નર્સરીઓમાં લાખો રોપાઓ ઉછેરવાનો દાવો થાય છે. પરંતુ બીજી જ મિનિટે, એ જ સરકાર પોતાની કલમના એક જ ઝાટકે દાયકાઓ જૂના, ઘટાદાર ઓક્સિજન આપતા વૃક્ષો પર કુહાડી ચલાવવાની સત્તાવાર મંજૂરી આપી દે છે.

વૃક્ષારોપણના તાયફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનો સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય કોંક્રિંટના જંગલમાં ફેરવાયું 2 - image

રસ્તા પહોળા કરવા, સરકારી ઇમારતો બનાવવી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના બહાને ગુજરાતના મુખ્ય શહેરોને જીવતા-જાગતા ગ્રીન ઝોનમાંથી સિમેન્ટ-કોંક્રિટના ધગધગતા જંગલોમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવે છે, નિયમ મુજબ એક વૃક્ષ કાપવા સામે નવા છોડ વાવવાના હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કાગળ પર વવાતા આ છોડમાંથી કેટલા જીવતા રહે છે તેનો કોઈ જ હિસાબ સરકાર પાસે નથી. ભ્રષ્ટ વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ફાયદા માટે વૃક્ષોને કાપી નાખવાનો ટૂંકો રસ્તો અપનાવે છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી

ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક 2025 રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જંગલની 1313.39 હેક્ટર જમીન અન્ય હેતુ માટે આપી દેવાઈ છે. આ ઉપરાંત 854.62 હેક્ટર વનનનની જમીનને રોડ અને  ટ્રાન્સમિશન લાઇન ના ઉપયોગમાં લેવામાં આવી છે, જ્યારે 421.31 હેક્ટર જમીનને ઉદ્યોગોને અને ટાઉનશિપ બનાવવા પધરાવી દીધી છે. સિંચાઈ માટે 15.63 હેક્ટર જમીન અપાઇ છે. નોંધનીય છેકે, છેલ્લાં 25 વર્ષમાં ગુજરાતમાં 100 હેક્ટર વૃક્ષ આવરશ ઘટ્યુ છે, તેમાંય ગુજરાતમાં સૌથી વધુ ટ્રી કવરનું નુકસાન નર્મદા અને ત્યાર બાદ ડાંગ જિલ્લામાં થયું છે.

ગ્રીન કવરના આ ગંભીર ઘટાડાને કારણે અમદાવાદ જેવા શહેરો ‘હીટ આઈલેન્ડ’ બની ગયા છે. પ્રદૂષણનું સ્તર રોજ નવી સપાટી વટાવી રહ્યું છે અને શ્વાસના રોગો વધી રહ્યા છે. જો સરકાર વિકાસની આ જ આંધળી દોટચાલુ રાખશે અને પર્યાવરણનો સરેઆમ સોદો કરાતો રહેશે, તો ગુજરાતની ભાવિ પેઢી શુદ્ધ હવા અને પાણી માટે તરસશે તે નક્કી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી | rb…

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી | rb...

અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી | C…

અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી | C...

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates…

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

9 months ago
પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

10 months ago
જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma…

જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma…

12 months ago
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News