તારીખ: 21/09/2026
શાળામાં બિલ્ડીંગના દાતાશ્રી હિરેનભાઈ ડુંગરશીભાઈ ગોટી, માતુશ્રી હંસાબેન ડુંગરશીભાઈ, શ્રી શીતલબેન હિરેનકુમાર, શ્રી વાસુ દિનેશભાઈ, શ્રી અનીશા હિરેનકુમાર દ્વારા ખાસ સૌજન્ય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વલભીપુર શિક્ષણ પરિવાર શ્રી જી.આર.મકવાણા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વલભીપુર, શ્રી હેમરાજસિંહ એન. ચૌહાણ, કેળવણી નિરીક્ષક વલભીપુર હાજર રહ્યા હતા.
દાતાશ્રીના શાળા આગમન પર આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે શાળાના વર્ગખંડો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વાતાવરણનું નિરીક્ષણ કરી બાળકો સાથે સહજ વાર્તાલાપ કર્યો હતો.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી દાતાશ્રી તરફથી તમામ બાળકોને શૈક્ષણિક સાહિત્ય અને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાલવાટિકા થી ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ:
તમામ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ₹૫૦ ની કિંમતની ચોકલેટ આપવામાં આવી હતી.
ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ:
તમામ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવું લખવા માટેનું પેડ (રાઇટિંગ પેડ), પેન અને ₹૫૦ ની કિંમતની ચોકલેટ આપવામાં આવી હતી.
અભ્યાસ માટે ઉપયોગી સાહિત્ય અને ભેટ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમના અંતે, શાળા પ્રત્યેની દાતાશ્રીની આ ઉમદા લાગણી, સતત સહયોગ અને બાળકોના પ્રોત્સાહન બદલ શાળાના આચાર્યશ્રી નારશંગભાઈ. ડી. ડોડિયા અને શાળા પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર








