gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

‘સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી’: રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
June 11, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter
ફોટો સોર્સ : IIMUN and instagram

Radhika Ambani Equality In Marriage And Feminism: તાજેતરમાં રાધિકા અંબાણીએ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ(IIMUN)ના મુખ્ય મથકે વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે લગ્નજીવનમાં સમાનતા અને મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતાના મહત્ત્વ વિષય પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાધિકા અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સમાન ભાગીદારીનો સાચો પાયો પરસ્પર એકબીજા માટે આદર છે. પોતાના લગ્નજીવનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘મારા લગ્નજીવનમાં પણ હું અને અનંત, અમે બંને દરેક બાબતમાં એકબીજા સમાન છીએ, કેટલીક જગ્યાએ અનંત જતું કરે છે, તો કેટલીક જગ્યાએ હું નમતું જોખું છું.’

આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય અને જરૂરી

મહિલાઓના સશક્તિકરણ અંગે વાત કરતાં રાધિકાએ દરેક મહિલા માટે આર્થિક રીતે આત્મનિર્ભર હોવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે યુવા મહિલાઓને પ્રેરણાદાયી સલાહ આપતાં કહ્યું કે, તમે કોની દીકરી છો કે કોની પત્ની છો અને જીવનમાં કેટલી સુખ-સુવિધાઓ છે, તેનાથી કોઈ ફરક પડતો નથી; પોતાના નિર્ણયો જાતે લેવા માટે આર્થિક સ્વતંત્રતા હોવી ખૂબ જ જરૂરી છે. ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર એટલા માટે બંધાયેલા ન રહેવું જોઈએ કે તમારી પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હોય, કારણ કે આવી નિર્ભરતા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

સફળતાની વ્યાખ્યા અને સામાજિક યોગદાન

ન્યૂયોર્ક યુનિવર્સિટી(NYU)માંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ રાધિકાએ ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં ‘એન્કોર હેલ્થકેર'(Encore Healthcare)માં ડાયરેક્ટર તરીકે કાર્યરત રાધિકા સફળતાને સત્તા, ખ્યાતિ કે પૈસાથી અલગ રીતે જુએ છે. તેમણે જણાવ્યું કે, તેમના માટે સફળતાનો સાચો માપદંડ એ છે કે, તેઓ સમાજમાં કેટલું યોગદાન આપી શકે છે. ઑફિસમાં તેમનો રોજનો ધ્યેય એ જ હોય છે કે તેઓ કેટલા લોકોને નવી રોજગારી પૂરી પાડી શક્યા છે, જે સફળતાને માત્ર સંપત્તિનું ઉપાર્જન કરવાને બદલે સમાજ ઉપયોગી બનાવે છે.

નિષ્ફળતાનો ડર અને નાની શરૂઆત

પોતાના 20 વર્ષના અનુભવો શેર કરતાં 31 વર્ષીય રાધિકાએ સ્વીકાર્યું કે એક સમયે તેઓ પણ નિષ્ફળતાના ડરનો સામનો કરી રહ્યા હતા. જેના પર કહ્યું કે જ્યારે તમારી પાસેથી બહુ મોટી અપેક્ષાઓ રાખવામાં આવે, ત્યારે નિષ્ફળ થવાનો ડર એટલો વધી જાય છે કે તમે કોઈ નવું પગલું ભરતાં પણ અચકાવા લાગો છો. આ ડરમાંથી બહાર આવવા માટે તેમણે આત્મવિશ્વાસની રાહ જોવાને બદલે નાના-નાના નિર્ણયો લેવાનું અને નાના કાર્યોથી શરૂઆત કરવાનું વલણ અપનાવ્યું, જેનાથી ધીમે-ધીમે તેમનો પોતાના પરનો ભરોસો મજબૂત થયો.

સ્ત્રી સમાનતા માટે પુરુષોનું શિક્ષણ

નારીવાદ(Feminism)ના મુદ્દા પર રાધિકાએ એક તદ્દન અલગ અને વ્યવહારુ દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેઓ પોતે એક માતૃસત્તાક વાતાવરણમાં ઉછર્યા છે અને આવા જ સક્ષમ પરિવારમાં તેમના લગ્ન થયા છે, જ્યાં તેમની માતા અને સાસુ બંને અત્યંત મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. જો કે, તેમનું માનવું છે કે માત્ર મહિલાઓની મજબૂતાઈ સમાનતા લાવવા માટે પૂરતી નથી. સાચી સમાનતા ત્યારે જ આવશે જ્યારે મહિલાઓની સાથે પુરુષોને પણ આ બાબતે યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવશે અને જે દિવસે આ સવાલ માત્ર મહિલાઓ પૂરતો સીમિત નહીં રહે, તે દિવસે સાચી જીત થશે.

રાધિકા અંબાણીએ કહ્યું કે આજના સોશિયલ મીડિયા અને અલ્ગોરિધમના જમાનામાં મારી યુવાનોને એક જ વિનંતી છે કે કોઈના વિચારોથી પ્રભાવિત થઈને પોલારાઇઝ ન થાઓ. વધુમાં વધુ વાંચો, અલગ-અલગ મંતવ્યો જાણો અને પોતાનામાં સહિષ્ણુતા તેમજ સ્વીકાર્યતા કેળવો. જો આપણે વૈશ્વિક સ્તરે વિચારતા હોઈએ, તો આપણા મૂળિયાં એટલા મજબૂત હોવા જોઈએ કે આપણે અહીં કંઈક નવું અને સાર્થક ઊભું કરી શકીએ.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
અમરેલી: ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હનીટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયા…

અમરેલી: ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હનીટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયા...

TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…

TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr...

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver

સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver

10 months ago
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

12 months ago
સગાઇ કરીને શરીર સંબંધ બાંધી મંગેતરે લગ્નની ના પાડી દીધી | Fiancee refuses marriage after getting eng…

સગાઇ કરીને શરીર સંબંધ બાંધી મંગેતરે લગ્નની ના પાડી દીધી | Fiancee refuses marriage after getting eng…

11 months ago
કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના, જાણો તેને ‘વન્ડર વુમન’ તરીકે કેમ ઓળખાય છે | who is vadodara…

કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના, જાણો તેને ‘વન્ડર વુમન’ તરીકે કેમ ઓળખાય છે | who is vadodara…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News