gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો | Far…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો | Far…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers Issue: ‘જગતના તાત’ ગણાતા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર સામે મગફળીના પેમેન્ટ મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચ્યાના સાત જ દિવસમાં નાણાં ચૂકવવાનો કૃષિમંત્રીનો વાયદો બે મહિના વીતવા છતાં પૂરો થયો નથી. હાલમાં રાજ્યના અંદાજે 1 લાખ ખેડૂતો પોતાના હકના પૈસા મેળવવા માટે બેન્કો અને સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે.

મંત્રીનો વાયદો વિસરાયો

ચાલુ વર્ષે રાજ્ય સરકારે પ્રત્યેક ખેડૂત દીઠ 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી. ખરીદી સમયે કૃષિમંત્રીએ ગૌરવપૂર્વક જાહેરાત કરી હતી કે, ખેડૂતોના ખાતામાં સાત જ દિવસમાં રકમ જમા થઈ જશે. જો કે, વાસ્તવિકતા એ છે કે બે મહિના પછી પણ હજારો ખેડૂતોના હાથ ખાલી છે.

આ પણ વાંચો: SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા

પેમેન્ટ અટકવા પાછળનું ટેકનિકલ બહાનું

કિસાન કોંગ્રેસ સેલની તપાસમાં સામે આવ્યું છે કે પેમેન્ટ અટકવા પાછળ તંત્રની વહીવટી શિથિલતા જવાબદાર છે. ખેડૂત મગફળી આપે એટલે તે જથ્થો ગોડાઉન પહોંચે ત્યારે મળતી ‘વ્હેર હાઉસ રિસિપ્ટ’ સરકાર કે નાફેડના પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે. આ રિસિપ્ટ અપલોડ કરવાની જવાબદારી ટેકાના કેન્દ્ર સંચાલકોની છે, પરંતુ ટેકનિકલ ખામી કે આળસના બહાને રિસિપ્ટ અપલોડ ન થતા હજારો ખેડૂતોનું પેમેન્ટ અટવાયું છે.

ખેડૂતોનો વેધક સવાલ

પૈસા ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકારને ઉત્સવો અને તાયફા કરવા હોય ત્યારે કરોડો રૂપિયા વપરાય છે, પરંતુ જ્યારે ખેડૂતોને મહેનતના પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે તિજોરી ખાલી થઈ જાય છે કે સિસ્ટમ ખોટકાઈ જાય છે. કિસાન કોંગ્રેસ સેલે આ મુદ્દે કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો એકાદ સપ્તાહમાં ખેડૂતોના બાકી નાણાં ખાતામાં જમા નહીં થાય, તો તમામ જિલ્લા મથકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ખેડૂતો દ્વારા ધરણાં અને દેખાવો યોજી સરકારની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કરવામાં આવશે. ખેતીની આગામી સિઝન માટે બિયારણ અને ખાતર ખરીદવા માટે ખેડૂતોને રોકડની જરૂર હોય છે, તેવા સમયે જ સરકાર દ્વારા પેમેન્ટમાં કરવામાં આવતો વિલંબ ખેડૂતોની કમર તોડી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા... તેલંગાણાની ચોંકાવનારી ઘટના

વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw…

વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw...

સુરેન્દ્રનગરમાં પોલીસે પતંગ-દોરીના ૨૦થી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું | Police conducted checks at …

સુરેન્દ્રનગરમાં પોલીસે પતંગ-દોરીના ૨૦થી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું | Police conducted checks at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper…

ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper…

1 year ago
સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું …

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું …

8 months ago
10 પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઈ જાવ, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર | a…

10 પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઈ જાવ, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર | a…

7 months ago
ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News