gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર શખ્સો, પોલીસની ખોટી ઓળખ આપનાર અને મદદગારી કરનાર સામે ફરિયાદ 

તબક્કાવાર રૂપિયા પડાવીને સોનુ નહીં આપીને નાપાના ફાર્મ હાઉસમાં દંપતીને બોલાવી ઘેનયુક્ત પદાર્થ પીવડાવતા બેભાન કરીને શખ્સો ફરાર  

આણંદ: અમદાવાદ રહેતા વેપારીને આણંદ જિલ્લાના નાપા ગામની ઠગ ટોળકીએ સસ્તા ભાવે સોનું આપવાના બહાને ૨.૧૦ કરોડ પડાવીને ફાર્મ હાઉસમાં બોલાવી ઘેનયુક્ત પદાર્થ પીવડાવીને બેભાન કરીને ફરાર થઇ ગઇ હતી. આ મામલે ચાર શખ્સ, પોલીસની ખોટી ઓળખ આપનાર અને અન્ય મદદગારી કરનાર શખ્સો સામે બોરસદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

મૂળ ચેન્નાઇના વતની અને ૩૮ વર્ષથી અમદાવાદમાં રહેતા મુકેશ સુબ્રમણ્યમ નાયડુ એડમિશન કેરિયર કાઉન્સિલ ચલાવતા હતા. ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક સંસ્થામાં તેમની મુલાકાત મૂળ કચ્છના મહેન્દ્રસિંહ રાજપુત સાથે થઇ હતી અને મુકેશભાઇને સોનાના આભૂષણો પહેરવાનો શોખ હોવાથી મહેન્દ્રસિંહે આણંદના નાપામાં રહેતા રાજુ પટેલ મિત્ર છે અને વર્ષોથી સોનાના ધંધો કરે છે અને બજારભાવ કરતા સસ્તા ભાવે સોનુ આપશે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા. ઓક્ટોબર ૨૦૨૫માં મકાન લેવા માટે મુકેશભાઇએ લોન લીધી હતી. જેમાંથી થોડા પૈસા વધતા તેઓએ સોનું લેવાની ઇચ્છા વ્યકત કરી નાપાના રાજુભાઇ પટેલનો સંપર્ક કર્યો હતો અને ગત તા. ૧૯મી ઓક્ટોબરના રોજ નાપા આવ્યા હતા અને જ્યાં એક ફાર્મ હાઉસ પર મુલાકાત થતાં રાજુભાઇએ ૧૦૦ ગ્રામ સોનાના બિસ્કીટનો ભાવ ૧૨.૨૫ લાખ થશે તેમ કહી લાલચ આપી હતી અને સોનું બે દિવસ પછી મળશે અને હાલમાં બુક કરવા માટે પૈસા આપશે તેમ કહેતા મુકેશભાઇએ પાંચ લાખ આપ્યા હતા. વારંવાર સોનાના બિસ્કીટ માટે રાજુભાઇ પટેલે લાલચ આપી હતી અને ૨૬ ઓક્ટોબરના રોજ વધુ રૂપિયા ૧૫ લાખ લઇને આણંદના નાપાના ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા અને તા. ૨૭મી ઓક્ટોબરના રોજ મુકેશભાઇ અને તેમના પત્ની ૧૩ લાખ લઇને નાપા ગામે આવતા ફાર્મ હાઉસમાં રાજુભાઇને ૧૩ લાખ આપ્યા હતા. રાજુભાઇ સાથે તેની સાથેના ચાચા નામના સખ્સ ૧૫ લાખની માગણી કરી હતી. મુકેશભાઇએ આંગડિયા મારફતે પૈયા મંગાવ્યા હતા અને રાજુભાઇએ ચાચાને બે બિસ્કીટ આપુ છું, ૪ લાખ કાલે આપી દેજો અત્યારે બે લાખ આપો એટલે ચાચા બે બિસ્કીટ આપી દેશે તેમ કહ્યું હતું. ચાચાને મુકેશભાઇ બોરસદની આંગડીયા પેઢીમાં લઇ ગયા હતા. જ્યાંથી બે લાખ ચાચાને આપી તેમની પાસે બિસ્કીટની માગણી કરતા તેમણે બિસ્કીટ રાજુભાઇ પાસે રહી ગયાનું જણાવ્યું હતું. 

મુકેશભાઇએ રાજુભાઇને ફોન કરીને બિસ્કીટની માગણી કરતા રાજુભાઇએ તમે અમદાવાદ પહોંચો હું તમને બિસ્કીટ આપી દઉ છું. અમદાવાદ આવ્યા બાદ રાજુભાઇને ફોન કરતા તેમણે ફેમેલી પ્રોબ્લેમ થયો છે. અડધે રસ્તેથી પરત આવ્યો છું અમદાવાદ આવીને બિલ અને ગોલ્ડ આપી જઇશ તેમ કહ્યા બાદ વારંવાર મુકેશે રાજુનો સંપર્ક કરવા છતાં સોનુ આપ્યુ ન હતું. 

બાદ ૩૧ ઓક્ટોબરના રોજ મહેન્દ્રસિંહ મુકેશભાઇને વોટ્સેએપથી ફોન કરીને કહ્યુ કે, તમારા પૈસા કઢાવી લઇશ અને તમે મને ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરો તેમ કહેતા મુકેશે તેમના ખાતામાં ૫૦ હજાર આપ્યા હતા.બાદમાં મહેન્દ્રસિંહે રાજુ સાથે વાત કરાવતા ૬૦૦ ગ્રામ બિસ્કીટ માટે ૬૫ લાખમાં લેવુ હોય તો ડીલ કરો નહીંતર ૨૦ લાખ રૂપિયા ભૂલી જાવ, તેમ કહેતા નાયડુએ અલગ અલગ આંગડિયા પેઢી મારફતે ૬૫ લાખ ભેગા કર્યા હતા અને પાંચમી નવેમ્બરે પરિવાર સાથે નાપા ગામના ફાર્મ હાઉસ પર આવ્યા હતા અને રાજુભાઇ અને ચાચા નામના શખ્સને રોકડા ૬૫ લાખ આપતા ૧૦ ગ્રામના સોનાના છ બિસ્કીટ આપ્યા હતા. જેના બિલની માગણી કરતા રાજુભાઇએ બિસ્કીટ ટેબલ પર મૂકવાનું કહ્યું હતું. બાદમાં કોઇને ફોન કરીને નાટક કરી એકાઉન્ટ આવ્યો નથી. અત્યારે જાઓ રાત્રે મારો માણસ અમદાવાદ આવીને બિલ અને સોનુ આપી જશે તેમ કહી મુકેશ અને તેમના પરિવારજનોએ અમદાવાદ મોકલી દીધા હતા. બાદમાં મહેન્દ્રસિંહે મુકેશભાઇને ફોન કરીને રાજુ પાસેથી તમે વધુ સોનું લો તો જ ફાયદામાં રહેશો નહીંતર પૈસા ભૂલા જાવ તેમ કહ્યું હતું. બાદમાં વધુ સોનુ લેવા માટે દબાણ કરી પૈસા નહીં મળે તેવો ડર બતાવતા ૨૮ લાખ લઇને મુકેશભાઇ અને તેમના પત્ની તા. ૨૨મી નવેમ્બરના રોજ નાપા ગામે આવ્યા ફાર્મ હાઉસ આવ્યા હતા. જ્યાં રાજુ પટેલ અને અન્ય બે વ્યકિતઓની મુંબઇની પાર્ટી તરીકે ઓળખ આપીને ૨૮ લાખ લીધા હતા અને ૬૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ આપવાનું નાટક કર્યું હતું. દંપતીને ચા માં ઘેન યુક્ત પદાર્થ પીવડાવી દેતા બંને બેભાન થઇ ગયા હતા. બાદમાં ઠગ શખ્સો ફરાર થઇ ગયા હતા. દંપતી ભાનમાં આવ્યું ત્યારે હાજર શખ્સો રાજુનો ફોનથી સંપર્ક કરવાનું કહેતા ફોન કર્યો હતો. રાજુએ પોલીસની રેડ પડવાની છે તેમ કહેતા બે અજાણ્યા શખ્સો બાઇક લઇને આવ્યા હતા. પોલીસની ઓળખ આપીને રેડનું નાટક કર્યું હતું. બાદમાં દંપતીને ડરાવી ધમકાવીને ભગાડી મૂક્યા હતા. મુકેશભાઇએ સોનું અથવા તો પૈસા પરત આપવાની માગણી કરતા જાનથી મારી નાખવાની ધમકી અપાી હતી. આ મામલે મુકેશભાઇ નાયડુએ રાજુ પટેલ( રહે. નાપા) મહેન્દ્રસિહ રાજપુત ( રહે. કચ્છ) સાજીદભાઇ અને ચાચા( રહે. નાપા) અને અન્ય મદદગારી કરનાર શખ્સો અને પોલીસની ખોટી ઓળખ આપનાર શખ્સો સામે સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
પુત્રએ 70 લાખની વીમા પોલિસી પકવવા માટે પિતાની હત્યા કરાવી | Son gets father killed to collect insura…

પુત્રએ 70 લાખની વીમા પોલિસી પકવવા માટે પિતાની હત્યા કરાવી | Son gets father killed to collect insura...

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested...

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

2 weeks ago
લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ …

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ …

2 months ago
જામનગરના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભારત તિબ્બત સંઘ દ્વારા ખરીદ કરી ફોજીઓને મોકલવામાં આવી | Ra…

જામનગરના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભારત તિબ્બત સંઘ દ્વારા ખરીદ કરી ફોજીઓને મોકલવામાં આવી | Ra…

8 months ago
‘આપણે ડોકટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ જાણો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કરી ટિપ્પ…

‘આપણે ડોકટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ જાણો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કરી ટિપ્પ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News