gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in Business
0 0
0
સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે ૦.૨૫ ટકા ઘટાડો કરાતા ભારતીય શેરબજારમાં ત્રણ દિવસની સતત મંદી અટકી હતી અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સુધારા સાથે બંધ રહ્યા હતા. મિડકેપ ઈન્ડેકસ પણ ઊંચકાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ આવનારા મહિનાઓમાં વ્યાજ દર યથાવત રાખવાના પણ સંકેત આપ્યા હતા અને ૨૦૨૬માં અમેરિકાના અર્થતંત્ર વિશે તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. અમેરિકામાં વ્યાજ દર હવે ઘટી ૩.૫૦ ટકા અને ૩.૭૫ ટકાની રેન્જ સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને પગલે વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં પ્રવાહ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગુરુવારે ફાર્મા, આઈટી તથા ઓટો શેરોમાં વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૪૯૦૬.૯૩ અને નીચામાં ૮૪૧૫૦.૧૯ થઈ છેવટે ૪૨૬.૮૬ વધી ૮૪૮૧૮.૧૩ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૯૨૨.૮૦ અને નીચામાં ૨૫૬૯૩.૨૫ થઈ છેવટે ૧૪૦.૫૫ વધી ૨૫૮૯૮.૫૫  બંધ રહ્યો હતો. નિફટી મિડકેપ ઈન્ડેકસ પણ ઉપરમાં ૫૯૬૪૧.૧૦ અને નીચામાં ૫૮૮૮૯.૨૫ થઈ છેવટે ૫૭૦.૩૦ વધી ૫૯૫૭૮.૦૫ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૪૪૮ શેર વધીને બંધ આવ્યા હતા જ્યારે ૧૭૪૨ ઘટયા હતા અને ૧૬૦ શેરના ભાવ  સ્થિર બંધ રહ્યા હતા. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૨.૫૫ લાખ કરોડ વધીરૂપિયા ૪૬૬.૬૪ લાખ કરોડ રહી હતી. 

નવી લેવાલી નીકળતા ઓટો શેરો ઊંચકાયા

છેલ્લા ત્રણ દિવસના સતત ઘટાડાને પરિણામ નોંધપાત્ર ગબડી ગયેલા ઓટો શેરોમાં નીચા ભાવે લેવાલી નીકળી હતી. અશોક લેલેન્ડ રૂપિયા ૨.૩૨ વધી રૂપિયા ૧૬૦.૩૩, મધરસન રૂપિયા ૩.૫૨ વધી રૂપિયા ૧૧૯.૮૦, ટાટા મોટર્સ રૂપિયા ૩.૨૫ વધી રૂપિયા ૩૪૬.૬૫, ટીવીએસ મોટર રૂપિયા ૩૦.૮૦ વધી રૂપિયા ૩૬૩૭.૪૦, હીરો મોટો કોર્પ રૂપિયા ૩૪.૦૦ વધી રૂપિયા ૫૯૭૯.૫૦ રહ્યો હતો. નિફટી ઓટો ઈન્ડેકસમાંના દરેક ઘટક શેરો સુધારા સાથે બંધ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં આકર્ષણ

અમેરિકા સાથે દરેક મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે અને માર્ચ સુધીમાં વેપાર કરાર થઈ જવાની અપેક્ષા  પાછળ પસંદગીના ફાર્મા શેરોમાં લેવાલી રહી હતી. નેટકો ફાર્મા  રૂપિયા ૫૦.૦૫ વધી રૂપિયા ૯૧૭.૫૫ , ડો. રેડ્ડી લેબ્સ રૂપિયા ૨૨.૭૦ વધી રૂપિયા ૧૨૭૩.૫૦, ગ્રેન્યુલ્સ ઈન્ડિયા રૂપિયા ૯.૯૦ વધી રૂપિયા ૫૬૪.૭૫, સન ફાર્મા રૂપિયા ૨૧.૭૦ વધી  રૂપિયા ૧૮૦૭.૨૦ બંધ રહ્યા હતા. 

નિફટી આઈટી ઈન્ડેકસ  ઉછળ્યો

વ્યાજ દરમાં ઘટાડાને પરિણામે અમેરિકા ખાતેથી વેપાર વધવાની આશાએ તથા ડોલર સામે રૂપિયો વધુ નબળો પડતા આઈટી સેવા નિકાસ કરતી કંપનીઓને લાભ થઈ રહેવાની ગણતરીએ આઈટી શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. નિફટી આઈટી ઈન્ડેકસમાંના દરેક શેરો સુધારા સાથે બંધ રહ્યા હતા. માર્કેટ લિડર ઈન્ફોસિસ રૂપિયા ૧૩.૨૦ વધી રૂપિયા ૧૫૯૮, વિપ્રો રૂપિયા ૧.૨૭ વધી રૂપિયા ૨૫૯.૨૫, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૭.૪૦ વધી રૂપિયા ૧૫૬૮.૨૦, ટીસીએસ રૂપિયા ૨.૭૦ વધી રૂપિયા ૩૧૯૧.૯૦ બંધ રહ્યા હતા. 

ઓઈલ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ

ડોલર સામે રૂપિયા વધુ તૂટી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી જતા ક્રુડ તેલ તથા ગેસની આયાત મોંઘી પડવાની ગણતરીએ રિફાઈનિંગ કરતી કંપનીઓના શેર ભાવ પર દબાણ આવ્યું હતું. બીપીસીએલ રૂપિયા ૩.૮૫ ઘટી રૂપિયા ૩૫૧.૩૦, આઈઓસી રૂપિયા ૧.૩૨ ઘટી રૂપિયા ૧૬૧.૭૫, ગુજરાત ગેસ રૂપિયા ૨.૯૦ ઘટી રૂપિયા ૩૯૧.૬૫, ઓએનજીસી રૂપિયા ૦.૮૮ ઘટી રૂપિયા ૨૩૮.૪૧ બંધ રહ્યા હતા. જો કે ઓઈલ ઈન્ડિયા રૂપિયા પાંચ વધી રૂપિયા ૪૦૪.૮૫, મહાનગર ગેસ રૂપિયા ૮.૦૦ વધી રૂપિયા ૧૧૨૩.૪૦, ગેઈલ રૂપિયા ૦.૯૩ વધી રૂપિયા ૧૬૮.૯૫ બંધ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
Next Post
અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled ...

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in...

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

2 months ago
કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી | Vadodara District…

કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી | Vadodara District…

5 months ago
બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

5 months ago
પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News