gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રએ 70 લાખની વીમા પોલિસી પકવવા માટે પિતાની હત્યા કરાવી | Son gets father killed to collect insura…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
પુત્રએ 70 લાખની વીમા પોલિસી પકવવા માટે પિતાની હત્યા કરાવી | Son gets father killed to collect insura…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભાયાવદર નજીકના રાજપરા ગામનો ચોંકાવનારો કિસ્સો : ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી કાવતરૂં ઘડીને પિતરાઈ ભાઈને જ સોપારી આપી : પણ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ

ભાયાવદર, : ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું. આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે  રૂા. 70 લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. 9ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉં. 50)નું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસ ટીમ ત્યાં પહોંચી તો મૃતક કાનાભાઇની લાશ અને બાઈક વાડીએ પડયા હતા અને ત્યાં સગો ભત્રીજો વિરમ ભૂતપભાઇ જોગ હાજર હતો, જેણે કાકાને અકસ્માત થતાં પોતે વાડીએ લાવ્યાનું કહ્યું, પણ પોલીસને શંકા ઉપજી હતી. બાદમાં કથિત અકસ્માત સ્થળે જઈને નિરીક્ષણ કરતા વાહન અકસ્માતને લગતા કોઇ નિશાન દેખાયા નહોતા.  આ શંકાસ્પદ બનાવ મામલે ભાયાવદરના પીઆઈ પરમારની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા, આખરે હકીકત જણાઇ આવી કે, સગા ભત્રીજા વિરમ ભૂપતભાઇ જોગએ જ તેના કાકાની હત્યા કરી છે. જેથી આગવીઢબે પુછતાછ કરતા મૃતકના સગા દીકરા રામદે કાનાભાઇ જોગ સાથે મળીને કાવતરૂ રચી હત્યા બાદ તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ પુછપરછ કરતા કબુલ્યું કે, પુત્ર રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી કરવા માટે જવું હતું અને તેના માટે 16 લાખ રૂપિયા ખર્ચ થતો હોવાથી પૈસાની શોધમાં હતો. આ દરમિયાન તેને ખબર પડી કે, એકાદ વર્ષ પહેલા તેના પિતાએ વીમો ઉતરાવ્યો હતો, જેમાં મૃત્યુ થાય તો 60-70 લાખ રૂપિયા મળે તેમ હતા. વળી, હાલ બીજું વીમા પ્રિમિયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો. જેથી તેણે મોટા બાપુના દીકરા વિરમ ભૂપતભાઇ જોગને એક લાખ રૂપિયા આપવા અને તે જીવે ત્યાં સુધી ભોજન-ખર્ચ આપવાની લાલચ આપી હતી. વિરમના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતા અને પોતે એકલો જ રહેતો હોવાથી કાકાની હત્યા માટે તૈયાર થઈ ગયો હતો અને બન્નેએ પૂર્વાયોજીત કાવતરંગ ઘડીને હત્યાને અંજામ આપ્યા બાદ અકસમાતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. 

જંતુનાશક દવા પીવડાવી, પણ પિતા બચી જતાં કૂહાડીથી હત્યાનો પ્લાન ઘડયો

ગઇ તા. 8ના રોજ રામદેએ ઉંદર મારવાની દવા તથા ઇતરડી જેવી જીવાતો મારવાની દવા લઇને મોટાબાપુના દીકરા વિરમને આપી હતી, જે તેણે સિફતપૂર્વક કાકા કાનાભાઇને બપોરના સમયે વાડીએ લઇ જઇ ઠંડા પીણા સાથે પીવડાવી દીધી હતી. પરંતુ કાનાભાઈને ઉલ્ટી થઈ જતાં નશીબજોગે મૃત્યુ થયું નહોતું. જેથી પુત્ર રામદેએ કુહાડી વડે તેના પિતાને મારી નાખવા માટે પિતરાઈ ભાઈ વિરમને કહ્યું હતું. જેને અંજામ આપવા તા. 9ના રોજ વિરમ પોતાના કાકાને ઘરેથી બાઈકમાં બેસાડીને વાડીએ લઇ ગયો હતો. જયાં દારૂ પીવડાવીને ઓરડીમાં સુવડાવી કુહાડી વડે માથામાં મરણતોલ ઘા મારી હત્યા કરી નાખી હતી. બાદમાં પુત્ર રામદેના કહેવાથી વાહન અકસ્માતનો બનાવ બન્યો છે તેવી ખોટી હકીકત પોલીસ તથા અન્ય લોકોને કહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…
GUJARAT

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

May 14, 2026
લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…
GUJARAT

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

May 14, 2026
મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …
GUJARAT

મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …

May 14, 2026
Next Post
દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested...

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred…

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred…

1 month ago
અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

5 months ago
કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોનક્રશરમાંથી ત્રણ તસ્કરો રૂપિયા 89 હજારના વાયર ચોરી ગયાની પોલીસ ફરિ…

કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોનક્રશરમાંથી ત્રણ તસ્કરો રૂપિયા 89 હજારના વાયર ચોરી ગયાની પોલીસ ફરિ…

5 months ago
હિંમતનગરમાં યોજાઈ ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધા, રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકોએ કૌશલ્ય અજમાવ્યું |…

હિંમતનગરમાં યોજાઈ ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધા, રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકોએ કૌશલ્ય અજમાવ્યું |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News