gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Geniben Thakor On LCB PI: સરહદી જિલ્લા બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. બનાસકાંઠાના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે ભારે ચર્ચા જાગી છે. સાંસદે વાવ-થરાદ વિસ્તારના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી વિરુદ્ધ સીધા અને ગંભીર આક્ષેપો કરીને પોલીસ તંત્રને આડે હાથ લીધું છે.

‘તાલુકા પંચાયત તોડવા સભ્યોના પરિવારને ધમકાવ્યા’નો આક્ષેપ

સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે, LCB PI એ.પી. ચૌધરી દ્વારા દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારજનોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે. તેમણે પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા લખ્યું છે કે, “પીઆઇએ કાયદાનું જ કામ કરવું જોઈએ, તાલુકા પંચાયત તોડવાનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. પોતાની મર્યાદામાં રહીને કામ કરો, અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.”

સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, 'તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર...' 2 - image

PMO અને DGP સુધી પોસ્ટ કરી ટેગ

આ મામલો માત્ર સ્થાનિક સ્તરે ન રહેતા દિલ્હી અને ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સાંસદે પોતાની આ વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટમાં વડાપ્રધાન કાર્યાલય (PMO), ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO), ગુજરાતના પોલીસ વડા (DGP) અને કોંગ્રેસ પક્ષને ટેગ કરીને આ સમગ્ર મામલે તાત્કાલિક ધ્યાન દોરવા અને કડક પગલાં લેવા માંગ કરી છે. ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જ્યારે આ જ અધિકારી સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ તેમણે એકતરફી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો

સમગ્ર મામલે પોલીસ પક્ષે મૌન? 

બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે LCB PIનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે એ.પી. ચૌધરી પોલીસ સ્ટેશનમાં હાજર મળી આવ્યા ન હતા. જ્યારે આ મુદ્દે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે કોલ રિસીવ કરવાને બદલે ટેક્સ્ટ મેસેજ કે વોઈસ મેસેજથી વાત કરવા જણાવ્યું હતું. જો કે, મેસેજ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ તેમના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ કે સ્પષ્ટતા સામે આવી નથી.

સાંસદ દ્વારા પોલીસ અધિકારી સામે કરાયેલા આ સીધા પ્રહારો બાદ હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ
GUJARAT

તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ

August 27, 2026
Next Post
રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks...

નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, ‘2 દિવસમાં રસ્તો ખુલ્લ…

નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, '2 દિવસમાં રસ્તો ખુલ્લ...

સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…

સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું | ayodhya …

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું | ayodhya …

1 year ago
ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

12 months ago
મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી: લક્ઝરી કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર | Luxury Car Ca…

મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી: લક્ઝરી કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર | Luxury Car Ca…

6 months ago
અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News