gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Sadhvi Ritambhara Apologizes: સાધ્વી ઋતંભરાએ તાજેતરમાં મહિલાઓ વિશે એવું નિવેદન આપ્યું હતું જેના કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. તેમણે મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવવા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આવા વીડિયો જોઈને મને શરમ આવે છે. જોકે, હવે તેમણે આ ટિપ્પણી માટે માફી માગી છે. તેમણે કહ્યું કે, ‘જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માગુ છું. પરંતુ તેમ છતાં મને લાગે છે કે મને આ કહેવાનો અધિકાર છે કારણ કે હું મારા પ્રિયજનોથી ઘેરાયેલી હતી. હું એક માણસ છું અને મારાથી ભૂલ થઈ ગઈ છે.’

સાધ્વી ઋતંભરાની વિવાદાસ્પદ ટિપ્પણી

સાધ્વી ઋતંભરાએ આ વિવાદાસ્પદ ટિપ્પણી ત્રણ મહિના પહેલા એક સભામાં કરી હતી. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, હિન્દુ મહિલાઓ, હે ભગવાન! મને તેમને જોઈને શરમ આવે છે. શું તુ પૈસા કમાઈશ? શું તુ ન્યૂડ થઈને પૈસા કમાઈશ? ગંદા ડાન્સ કરીને, ગંદા ગીતો ગાઈને? મને એ નથી સમજાતું કે, તેમના પતિ, તેમના પિતા તેમને કેવી રીતે સ્વીકાર કરે છે?’ તેમણે આગળ કહ્યું હતું કે, લોકોએ પોતાનું જીવન શિષ્ટાચારથી જીવવું જોઈએ. ભારતની મહિલાઓ, મારા આ નિવેદન પર ખોટું ન લગાડશો.

માફી માગતા શું કહ્યું સાધ્વી ઋતંભરાએ?

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સાધ્વી ઋતંભરાએ કહ્યું કે, ‘મારું માનવું છે કે, પરિવાર અને રાષ્ટ્રમાં મહિલાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે અને હું મહિલાઓને ટાર્ગેટ નહોતી કરી રહી, પરંતુ તેમની શક્તિમાં આશા જગાડી રહી હતી. પરંતુ અનિયંત્રિત રહેવું એ સ્વતંત્રતા ન કહી શકાય. અનુશાસનહીન રહેવું એ શિસ્તબદ્ધ હોવું નથી. આ મારો સ્વભાવ છે. જ્યારે મારું દુઃખ એક હદ સુધી પહોંચી જાય છે, ત્યારે હું તેને મારા પ્રિયજનો સાથે શેર કરું છું. આ એક જૂનો વીડિયો છે, જે હવે વાઈરલ થઈ ગયો છે. હું એ કહેવા માગતી હતી કે, કોઈ પણ રાષ્ટ્ર પોતાના નાગરિકોના વર્તનથી મહાન બને છે.’

આ પણ વાંચો: ‘મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી’, તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ નંબર 416 જુઓ

બીજી તરફ જ્યારે સાધ્વી ઋતંભરાને પૂછવામાં આવ્યું કે પુરુષો માટે આવું કેમ કહેવામાં ન આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘જો મારી ભાવનાત્મક ટિપ્પણીઓથી મહિલાઓને ઠેસ પહોંચી હોય તો હું ચોક્કસ માફી માગીશ. પરંતુ જ્યારે તમે તમારા પોતાના લોકો વચ્ચે હોય, ત્યારે તમે એવું વિચારીને બોલો છો કે તમારો તેમના પર અધિકાર છે. હું ભાંગી પડેલા લોકોને પ્રેમ કરું છું, પરંતુ જ્યારે તમે આવું અનિયંત્રિત વર્તન જુઓ છો, ત્યારે તમને દુઃખ થાય છે. હું પણ એક માણસ છું, મારે આવું નહોતું કહેવું જોઈતુ હતું. શાસ્ત્રીય નૃત્ય ખૂબ સારું છે, પરંતુ જે રીલમાં દેખાડવામાં આવે છે તે સારું નથી લાગતું.’ 

મારાથી ભૂલ થઈ ગઈ

તેમણે આગળ કહ્યું કે, ‘અભદ્ર વર્તન સારું નથી લાગતું અને કેટલીક મહિલાઓ આવું કરે છે, જેના કારણે બધી મહિલાઓનું નામ ખરાબ થાય છે. આધ્યાત્મિક ગુરુએ આગળ કહ્યું કે, મેં જે ટિપ્પણી કરી હતી તે બધી હિન્દુ મહિલાઓ માટે નહોતી કરી. હું એક સાધારણ માણસ છું, મારાથી ભૂલ થઈ ગઈ.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો | rickshaw overturns due to …

વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો | rickshaw overturns due to ...

‘મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?’, રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જે…

'મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?', રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જે...

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

...તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…

‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…

5 months ago
સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્…

સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્…

9 months ago
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો | IndiGo aircraft …

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો | IndiGo aircraft …

8 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઇજા, 2 ના મોત | 10 injured 2 dead in 5 accidents in Kheda d…

ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઇજા, 2 ના મોત | 10 injured 2 dead in 5 accidents in Kheda d…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News