gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસંદ, ધારાસભ્યના પરિવાર દ્વારા ગેરકાયદે ખનન : જો માપણી કરાવે તો કરોડોના દંડની ભીતિ | Illegal mining…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
સાસંદ, ધારાસભ્યના પરિવાર દ્વારા ગેરકાયદે ખનન : જો માપણી કરાવે તો કરોડોના દંડની ભીતિ | Illegal mining…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખાણ ખનીજ વિભાગ ભાજપના નેતાઓને ઘૂંટણિયે : રાજેશ ચુડાસમાના સગા ભાઈ તથા પિતરાઈને તથા દેવા માલમના પુત્રને ખનીજ વિભાગનો 4 વર્ષથી આદેશ છતા લીઝની નથી કરાવતા માપણી

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં રાજકીય ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. કેશોદના ભાજપી ધારાસભ્યના પુત્ર અને જૂનાગઢના સાંસદના ભાઈ તથા તેમના પિતરાઈ ભાઈની લાઈમ સ્ટોનની મંજૂર થયેલી લીઝ સિવાયના વિસ્તારોમાંથી ખનીજ ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ ચાર વર્ષથી જમીન માપણી કરાવવા માટે નોટિસ આપવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી જેના લીધે સરકારને કરોડો રૂપિયાના દંડની આવક ગુમાવવી પડી રહી છે. રાજકીય માથાઓના કથિત ખનીજ કૌભાંડમાં સરકારના અધિકારીઓ અને સ્થાનિક તંત્રના અધિકારીઓની મિલીભગતના આક્ષેપ ઉઠી રહ્યા છે.

કેશોદ ભાજપના ધારાસભ્ય દેવાભાઈ માલમના પુત્ર બાલુભાઇના નામે દિવાસા ગામે બિલ્ડીંગ લાઈન સ્ટોનની લીઝ મંજુર થયેલી હતી, તેવી જ રીતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના સગા ભાઇ હરેશભાઈ નારણભાઈ ચુડાસમા તથા તેમના પિતરાઈભાઈ ભરતભાઈ હીરાભાઈ ચુડાસમાના નામે કુકસવાડામાં લીઝ મંજુર થઈ હતી. ભાજપના રાજકીય હોદ્દેદારોની લીઝમાં મંજુર થયેલા વિસ્તાર સિવાયના તેને લાગુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખનન ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ તેની માપણી કરાવવા માટેની ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ 2021માં નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ ભરતભાઈ હીરાભાઈ ચુડાસમાને કુકસવાડા ના સર્વે નંબર 617/ 618, સર્વે નંબર 426/ 427માં ડીઆઈએલઆર પાસે માપણી કરાવી તેમાં હદ નિશાન લગાવવા માટે તા. 19.01.2021ના નોટિસ આપવામાં આવી છે. તેવી જ રીતે સાસંદ રાજેશ ચુડાસમાના સગાભાઈ હરેશભાઈ ચુડાસમાને પણ કુકસવાડાના સર્વે નંબર 80 પૈકી 1/2માં તથા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના પુત્ર બાલુભાઈને દીવાસાની લીઝમાં માપણી કરાવી હદ નીશાન લગાવવા માટે નોટિસ આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય કે સાંસદના પરિવારજનોએ કોઈ જાતની કાર્યવાહી ન કરી. ત્યારબાદ છેક વર્ષ 2024માં ફરીવાર નોટિસ આપી અને નોટિસમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે જો ડીઆઈએલઆરની માપણી નહીં થાય તો શરત ભંગ કરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે રૂ.40 હજાર પડાવ્યાની વધુ એક ફરિયાદ | Another complaint against fo…

પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે રૂ.40 હજાર પડાવ્યાની વધુ એક ફરિયાદ | Another complaint against fo...

હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ | Woman cheated by Vadodara tour operato…

હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ | Woman cheated by Vadodara tour operato...

ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…

ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not…

ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

શ્રાવણ મહિનાના વીક એન્ડમાં સુરતીઓમાં શિવ ભક્તિ સાથે પિકનિકનો ટ્રેન્ડ

1 year ago
કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું | Dharoi Dam Overflo…

કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું | Dharoi Dam Overflo…

9 months ago
આર્ટ ગેલેરી સહિતની સુવિધા હશે , બાર કરોડથી વધુના ખર્ચથી અમદાવાદ હાટ તૈયાર કરાશે | There will be faci…

આર્ટ ગેલેરી સહિતની સુવિધા હશે , બાર કરોડથી વધુના ખર્ચથી અમદાવાદ હાટ તૈયાર કરાશે | There will be faci…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News