gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘સનાતન ધર્મનું અપમાન ચલાવી નહીં લઇએ’ના નારા સાથે ૭૧ વર્ષીય વકીલનું અણછાજતુ વર્તન

– આવી ઘટનાઓની કોઇ અસર નહીં થાય : સીજેઆઇ ગવઇ, જૂતું ફેંકનારા વકીલ સામે ફરિયાદ નહીં થતાં છોડી મૂકાયો, બાર કાઉન્સિલે સસ્પેન્ડ કર્યો

નવી દિલ્હી : દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇ પર એક વકીલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સુરક્ષાકર્મીઓએ તાત્કાલીક વકીલને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. આ ઘટનાની ભારે ટિકા થઇ રહી છે. ન્યાયવીદો, બાર કાઉન્સિલ તેમજ વકીલોના સંગઠનોએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આરોપી વકીલને સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે આવા કૃત્યોની મારા પર કોઇ અસર નથી થતી. કોઇ ફરિયાદ ના થતા અંતે આ વકીલને જવા દેવાયો હતો. સુપ્રીમ કોર્ટના રૂમમાં મુખ્ય ન્યાયાધિશ પર જૂતુ ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી  ભારતના ઇતિહાસની સંભવત: આ પહેલી ઘટના હોવાનું મનાય છે.

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ સોમવારે કોર્ટ નંબર ૧માં કાર્યવાહી શરૂ કરી હતી, શરૂ થનારી કેસોની કાર્યવાહી પર વકીલો દ્વારા શરૂઆતની રજુઆત થઇ રહી હતી ત્યારે અચાનક જ ૭૧ વર્ષીય વકીલ રાકેશ કિશોરે પોતાના પગમાં પહેરેલું જૂતુ કાઢ્યું અને મુખ્ય ન્યાયાધીશ ગવઇ પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ વકીલ બોલ્યો હતો કે સનાતનનું અપમાન નહીં ચલાવી લઇએ. આ દરમિયાન ત્યાં હાજર અન્ય વકીલો અને સુરક્ષા ગાર્ડે આ વકીલને તાત્કાલીક પકડી લીધો હતો. મુખ્ય ન્યાયાધીશ ગવઇ પર સનાતન ધર્મનું અપમાન કર્યું હોવાનો દાવો કરીને વકીલે આ જૂતુ ફેંક્યું હતું. 

પોલીસને વકીલ રાકેશ કિશોર પાસેથી એક કાગળમાં લખાણ મળ્યું છે જેમાં લખ્યું છે મારો સંદેશો તમામ સનાતનીને છે. સનાતન ધર્મનું અપમાન નહીં ચલાવીએ, તેની પાસે સુપ્રીમ બાર એસોસિએશન, શાહદરા બાર એસોસિએશન અને દિલ્હી બાર કાઉન્સિલનું કાર્ડ પણ હતું. આ વકીલ મૂળ દિલ્હીના મયૂર વિહારનો રહેવાસી છે. એવા અહેવાલો છે કે મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ આરોપી વકીલને માફ કરી દીધો હતો અને એફઆઇઆર દાખલ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ દિલ્હી પોલીસે આ વકીલને જવા દીધો હતો. જોકે આ મુદ્દે ભારે વિવાદ થઇ ગયો છે.  

બીજી તરફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ઘટનાને લઇને વકીલની આકરી ટિકા કરી હતી અને તેને પ્રેક્ટિસ કરવાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના વરીષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દેશના મુખ્ય ન્યાયાધીશ પર હુમલો દેશના બંધારણ પર હુમલો છે. જ્યારે સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે દેશના મુખ્ય ન્યાયાધીશ પર હુમલાનો પ્રયાસ થયો છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ મૌન છે. નોંધનીય છે કે દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ ગવઇએ તાજેતરમાં એક મૂર્તિ સ્થાપિત કરવાની માગ કરતી જાહેર હિતની અરજી ફગાવી હતી, આ દરમિયાન અરજદારને સલાહ આપી હતી કે તે જઇને ભગવાનને પ્રાર્થના કરે. આ ટિપ્પણીને મુદ્દો બનાવીને તાજેતરમાં ભાન ભુલેલા વકીલે તેમના પર જૂતુ ફેંકવા પ્રયાસ કર્યો હતો.     

તમામ ભારતીયોમાં ગુસ્સો, સીજેઆઇ સાથે વાત કરી : પીએમ મોદીની મોડેથી ટ્વિટ

સવારે ૧૧ વાગ્યા આસપાસ મુખ્ય ન્યાયાધીશ પર જૂતુ ફેંકવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને રાત્રે ૮.૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે મે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઇજીની સાથે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમના પર જે હુમલો થયો તેનાથી તમામ ભારતીયોમાં ગુસ્સો છે. આપણા સમાજમાં આ પ્રકારના કૃત્યને કોઇ જ સ્થાન નથી, આ પ્રકારનું કૃત્ય નિંદનિય છે. જસ્ટિસ ગવઇએ આ દરમિયાન શાંતિનો પરિચય કરાવ્યો તેને હુ બિરદાવું છું.

ભગવાન વિષ્ણુ અંગેની કથિત ટીપ્પણીથી વકીલ નારાજ હતો

મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની એક ખંડિત મૂર્તિ વર્ષોથી છે. આ મૂર્તિના સમારકામની માગ સાથે એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જેની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઇએ અરજદારને કહ્યું હતું કે તમે કહો છો કો તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો તો પછી આ મૂર્તિના પુન:નિર્માણ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના વકીલે સીજેઆઇ પર જૂતુ ફેંકવા પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે. જોકે અગાઉ સીજેઆઇ ગવઇ ખુદ કહી ચુક્યા છે કે મને કોઇએ કહ્યું કે સોશિયલ મીડિયા પર મારી ટિપ્પણીથી કેટલાક નારાજ છે, હું સ્પષ્ટ કહેવા માગુ છું કે મને તમામ ધર્મો પ્રત્યે આદર ભાવ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
Next Post
નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from …

નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from ...

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y...

અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 …

અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનોખો નિવૃત્તિ વિદાયમાન : પોસ્ટ માસ્તર અને 3 તેડાગર બહેનોનું સ્મશાનમાં સન્માન | Unique retirement: P…

અનોખો નિવૃત્તિ વિદાયમાન : પોસ્ટ માસ્તર અને 3 તેડાગર બહેનોનું સ્મશાનમાં સન્માન | Unique retirement: P…

9 months ago
વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afte…

વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afte…

3 months ago
બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

3 months ago
ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income…

ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News