gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી રણશિંગું ફૂંકાઈ ગયું હોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિલ નહીં કરનારા ઈરાનને કિંમત ચૂકવવી પડશે એવા કરેલા હૂંકાર અને સામે ઈરાને પણ વળતાં પ્રહારમાં અમેરિકી સૈન્ય મથકોને ગલ્ફ દેશોમાં નિશાન બનાવતા મામલો બિચકતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી નબળો પડવા લાગતાં અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ફફડાટમાં આઈટી શેરોમાં ફરી પેનીક સેલિંગ નીકળતાં ગાબડાં પડયા હતા. એન્થ્રોપિક દ્વારા નવું માયથોસ-ક્લાસ આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સ મોડલ ક્લાઉડ ફેબલ ફાઈવ રજૂ કરતાં પરંપરાગત આઈટી સર્વિસિઝ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ પર અસર પડવાના અંદાજોએ આજે આઈટી શેરોની પાછળ બજાર ગબડયું હતું. આઈટી શેરો સાથે પીએસયુ બેંક શેરો અને રિયાલ્ટી શેરોમાં પણ ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત ખાનગી બેંક શેરોમાં અને પસંદગીના હેલ્થકેર શેરોમાં ફંડોનું આકર્ષણ રહ્યું હતું. મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં ફરી વિશ્વાસની કટોકટીએ ફંડો વેચવાલ બન્યા હતા. પાવર-કેપિટલ ગુડઝ, મેટલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં ફંડો, મહારથીઓની વેચવાલી રહી હતી. ટીસીએસના એન્થ્રોપિક સાથે કરાર છતાં શેરમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ઉપરમાં ૭૪૩૯૪.૩૪ સુધી જઈ પાછો ફરી વોલેટીલિટીના અંતે ૧૫૦.૬૩ પોઈન્ટ ઘટીને ૭૩૮૩૨.૫૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૩૩૨૭.૪૫ સુધી જઈ અંતે ૫૩.૩૫ પોઈન્ટ ઘટીને ૨૩૧૬૧.૬૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૪૯૧ પોઈન્ટ ગબડયો : સાસ્કેન રૂ.૨૨૭ તૂટયો : એનપીએસટી, ટાટા ટેકનોલોજી ઘટયા 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. એઆઈના કારણે ફરી આઈટી સર્વિસિઝ ઉદ્યોગ પર માઠી અસરના અંદાજોએ ફફડાટમાં ફંડોએ શેરોમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. સાસ્કેન રૂ.૨૨૬.૮૫ તૂટીને રૂ.૨૦૪૨, મેક્લિઓડ રૂ.૧.૮૩ તૂટીને રૂ.૨૨.૫૦, એનપીએસટી રૂ.૧૧૩.૫૫ તૂટીને રૂ.૧૫૩૧.૭૫, ક્વિક હિલ રૂ.૭.૮૦ ઘટીને રૂ.૧૬૬.૮૫, ન્યુક્લિયસ રૂ.૩૦.૩૦ તૂટીને રૂ.૭૭૭, ટાટા ટેકનોલોજી રૂ.૨૭.૬૫ ઘટીને રૂ.૭૩૦.૩૫, ન્યુજેન રૂ.૧૬ ઘટીને રૂ.૪૫૫.૪૦, ઝેનસાર રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૪૪૩.૨૦,  હેક્ઝાવેર રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૫૦૨.૩૦, ઈન્ફોસીસ રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૧૧૧૪, એલટીએમ રૂ.૧૦૪.૮૫ ઘટીને રૂ.૩૮૩૯, માઈન્ડટેક રૂ.૫.૪૫ ઘટીને રૂ.૨૦૧.૩૫, પ્રોટીઅન રૂ.૧૪.૯૫ ઘટીને રૂ.૫૮૯, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૨.૦૫ ઘટીને રૂ.૧૧૧૦, ઓરેકલ રૂ.૨૦૧.૨૦ ઘટીને રૂ.૯૨૬૧, ટાટા એલેક્સી રૂ.૮૪.૨૦ ઘટીને રૂ.૪૦૦૮.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૯૧.૦૫ પોઈન્ટ ઘટીને ૨૭૦૬૧.૩૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૩૦ પોઈન્ટ તૂટયો : ડાટા પેટર્નસ, ઝેનટેક, એઆઈએ એન્જિ., થર્મેક્સ ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે વેચવાલી કરી હતી. ડાટાપેટર્નસ રૂ.૧૪૭.૭૫ ઘટીને રૂ.૪૨૦૬.૭૫, ઝેનટેક રૂ.૫૩.૦૫ ઘટીને રૂ.૧૭૦૭.૮૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૩૦.૭૦ ઘટીને રૂ.૪૩૦૬, થર્મેક્સ રૂ.૧૧૪.૭૦ ઘટીને રૂ.૪૫૮૪, પોલીકેબ રૂ.૧૫૩.૬૦ ઘટીને રૂ.૯૩૬૯.૯૦, કેઈન્સ રૂ.૪૬.૭૦ ઘટીને રૂ.૩૦૨૭.૨૦, ભેલ રૂ.૬.૪૦ ઘટીને રૂ.૩૭૦.૬૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૭.૪૫ ઘટીને રૂ.૯૯૯.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૨૯.૯૧ પોઈન્ટ ઘટીને ૭૭૧૬૧.૧૬ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીનું વધતું દબાણ : અંબર રૂ.૩૪૧ તૂટયો : કલ્યાણ જવેલર્સ, હવેલ્સ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૪૦.૮૫ તૂટીને રૂ.૭૨૮૩.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૩૩૦.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૧૧૩૯, બ્લુ સ્ટાર રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૧૫૬૦.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૭.૪૦ ઘટીને રૂ.૧૧,૩૫૮.૨૫, એશીયન પેઈન્ટ રૂ.૨૯.૮૫ ઘટીને રૂ.૨૬૮૫, ક્રોમ્પ્ટન રૂ.૧.૨૫ ઘટીને રૂ.૨૫૩.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૫૩.૨૨ પોઈન્ટ ઘટીને ૫૬૯૪૯.૩૯ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો સતત વેચવાલ : લોઈડ્સ મેટલ, હિન્દાલ્કો, નાલ્કો, ટાટા સ્ટીલ, અદાણી ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો સતત વેચવાલ રહ્યા હતા. સોના અને ચાંદીના તૂટતાં ભાવ સાથે વૈશ્વિક મંદીના એંધાણે નોન-ફેરસ મેટલની માંગ મંદ પડવાના અંદાજોએ ફંડો મેટલ શેરોમાં વેચવાલ રહ્યા હતા. લોઈડ્સ મેટલ રૂ.૩૦.૭૫ તૂટીને રૂ.૧૬૭૪.૧૫, હિન્દાલ્કો રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૧૦૨૩.૭૫, નાલ્કા રૂ.૫.૫૦ ઘટીને રૂ.૩૭૦.૭૦, ટાટા સ્ટીલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૯૮, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૨૯૧૪.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૫૭.૨૮ પોઈન્ટ ઘટીને ૪૧૪૦૬.૬૬ બંધ રહ્યો હતો.

ખાનગી બેંક શેરોમાં આકર્ષણ : પીએસયુ બેંક શેરો ઘટયા : કેનેરા બેંક, યુનિયન બેંક, પીએનબી ઘટયા

ખાનગી બેંક શેરોમાં ફંડોની ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. જ્યારે પીએસયુ બેંક શેરોમાં વેચવાલી જોવાઈ હતી. કેનેરા બેંક રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૩૧.૫૫, યુનિયન બેંક રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૬૪.૭૦, પીએનબી રૂ.૧ ઘટીને રૂ.૧૦૬.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૦ ઘટીને રૂ.૨૬૭.૩૫ રહ્યા હતા. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૪.૧૫ વધીને રૂ.૧૩૧૭.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૩૦ વધીને રૂ.૩૯૨.૩૦, એયુ બેંક રૂ.૮.૩૦ વધીને રૂ.૯૬૭, એક્સિસ બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૧૩૧૭.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૯.૩૮ પોઈન્ટ વધીને ૬૨૧૫૮.૩૫ બંધ રહ્યો હતો.

ઈન્ડોકો રેમેડીઝ, રૂબિકોન, ફિશર, બ્લુજેટ, વોખાર્ટ, યુનિકેમ લેબ., પોલીમેડ, સેનોરીસ, આરપીજી વધ્યા

હેલૃથકેર-ફાર્મા શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. ઈન્ડોકો રેમેડિઝ રૂ.૩૮.૬૦ વાૃધીને રૂ.૨૪૪.૦૫, ફિશર રૂ.૨.૯૪ વાૃધીને રૂ.૩૪.૬૬, રૂબિકોન રૂ.૧૦૧.૪૦ વાૃધીને રૂ.૧૨૮૭.૭૦, બ્લુજેટ રૂ.૨૯.૬૦ વાૃધીને રૂ.૪૯૯.૩૦, નેફ્રોપ્લસ રૂ.૩૮.૮૫ વાૃધીને રૂ.૭૫૮, વોખાર્ટ રૂ.૯૪.૧૫ વાૃધીને રૂ.૧૯૨૭, યુનિકેમ લેબ રૂ.૨૨.૩૦ વાૃધીને રૂ.૪૬૧.૭૦, પોલીમેડ રૂ.૬૬.૧૫ વાૃધીને રૂ.૧૪૮૩, સેનોરીસ રૂ.૪૭.૬૫ વાૃધીને રૂ.૧૧૫૯.૬૦, આરપીજી લાઈફ રૂ.૮૧.૮૦ વાૃધીને રૂ.૨૧૯૧.૯૦, જેબી કેમિકલ્સ રૂ.૬૫.૨૦ વાૃધીને રૂ.૨૨૬૮.૯૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૨૬.૫૦ વાૃધીને રૂ.૪૫૮૯.૮૦  રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં સીસીએલ, હિન્દુસ્તાન યુનિલિવર, પરાગ મિલ્ક, ઉગાર સુગર, ઝુઆરી ઘટયા

એફએમસીજી શેરોમાં ફંડો આજે હળવા થયા હતા. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૨૧૩૮.૯૫, ઈઆઈડી પેરી રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૭૧૨.૭૦, ડાબર ઈન્ડિયા રૂ.૫.૬૫ ઘટીને રૂ.૪૨૨.૨૦, મેરિકો રૂ.૮.૮૦ ઘટીને રૂ.૮૧૧.૧૫, પરાગ મિલ્ક રૂ.૭.૦૫ ઘટીને રૂ.૨૩૦.૯૫, સીસીએલ રૂ.૬૬.૩૦ ઘટીને રૂ.૧૧૨૮, ઉગાર સુગર રૂ.૧.૦૫ ઘટીને રૂ.૩૮.૮૧, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૨૩૯.૨૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ઓપરેટરોના ઓફલોડિંગે ધોવાણ : ૨૮૦૩ શેરો નેગેટીવ બંધ

ફંડો, ઓપરેટરો આજે ઘણા શેરોમાં ઓફલોડિંગ કર્યાની ચર્ચા હતી. ઘણા શેરોના ભાવો ઓછા  વોલ્યુમે તૂટયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૦૫  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૮૪ અને ઘટનારની સંખ્યા ૨૮૦૩રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an…
Business

ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an…

June 12, 2026
બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC…
Business

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC…

June 12, 2026
મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક | 13 60 crore in May the four…
Business

મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક | 13 60 crore in May the four…

June 12, 2026
Next Post
કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo…

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo...

બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro…

બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro...

ઉકળતી ગરમીના કારણે બે માસમાં 35 દોડતાં વાહનો બન્યા અગ્નિરથ | 35 running vehicles turned into fire ch…

ઉકળતી ગરમીના કારણે બે માસમાં 35 દોડતાં વાહનો બન્યા અગ્નિરથ | 35 running vehicles turned into fire ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન | punj…

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન | punj…

7 months ago
અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

1 year ago
ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું – બસ હવે નોકરી છોડી દેવી છે… | Man …

ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું – બસ હવે નોકરી છોડી દેવી છે… | Man …

8 months ago
જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્…

જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News